Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJPના વિરોધ પ્રદર્શનમાં યુટ્યુબર ધ્રુવ રાઠી સામેલ થશે:બેંગલુરુમાં SIR વિરુદ્ધ પ્રદર્શન; રાઠીએ કહ્યું- લોકતંત્ર બચાવવાની લડાઈ, 10 ઓક્ટોબરે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

    7 hours ago

    બેંગલુરુમાં ગુરુવારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)નું પ્રદર્શન યોજાશે. તેમાં યુટ્યુબર ધ્રુવ રાઠી પણ સામેલ થશે. રાઠી બેંગલુરુ પહોંચી ચૂક્યા છે. તેમણે એક્સ પર વીડિયો શેર કરીને આ માહિતી આપી. CJPના સ્થાપક અભિજીત દીપકેએ પણ એક વીડિયો શેર કર્યો. તેમાં તેમણે કહ્યું કે તેઓ પ્રદર્શન માટે બેંગલુરુમાં છે અને સૌ માટે એક સરપ્રાઇઝ લઈને આવ્યા છે. ત્યારબાદ વીડિયોમાં ધ્રુવ રાઠી દેખાય છે. 10 ઑક્ટોબરે કોકરોચ જનતા પાર્ટી દિલ્હીના જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કરવાની છે. CJP સ્થાનિક લોકો સાથે વાત કરશે CJPએ આજે સવારે 10:30 વાગ્યે ફ્રીડમ પાર્કમાં વિરોધ પ્રદર્શન અને પીપલ્સ ટ્રિબ્યુનલનું આયોજન કર્યું છે. દીપકે એવા સ્થાનિક લોકો સાથે વાતચીત કરશે, જેમનાં નામ મતદાર યાદીમાંથી ખોટી રીતે કાઢી નાખવામાં આવ્યા છે. આ પહેલાં બુધવારે સવારે અભિનેતા પ્રકાશ રાજે એક્સ પર વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનમાં એક સરપ્રાઇઝ ગેસ્ટ સામેલ થશે. તેમણે જણાવ્યું કે આ ખાસ મહેમાન ધ્રુવ રાઠી છે અને બેંગલુરુમાં તેમનો આ પહેલો પ્રવાસ છે. પ્રકાશ રાજે લોકોને મોટી સંખ્યામાં ફ્રીડમ પાર્ક પહોંચવાની અપીલ પણ કરી હતી. SIRને લઈને જ્ઞાનેશ અને ચૂંટણી પંચ પર સવાલો ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ SIR સંબંધિત નિર્ણયો અને આદેશો સામે રેકોર્ડમાં ઓછામાં ઓછા 14 વખત વાંધો ઉઠાવ્યો હતો. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક નિર્ણયો બંને ચૂંટણી કમિશનરોની જાણકારી અથવા ભલામણ વિના જારી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિપક્ષ CEC જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગ કરી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. મુંબઈમાં પ્રદર્શન બાદ દિલ્હીનું એલાન કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ 2 ઑક્ટોબરની રાત્રે લગભગ 10:46 વાગ્યે 'એક્સ' પર પોસ્ટ કરીને કહ્યું હતું કે જો જ્ઞાનેશ કુમારે રાજીનામું નહીં આપ્યું, તો 10 ઑક્ટોબરે સમગ્ર દેશમાંથી કોકરોચ દિલ્હી પહોંચશે. દીપકેએ લખ્યું, "જો દિલ્હી પોલીસ અમને રોકવાનો પ્રયાસ કરશે, તો જ્યાં તેઓ અમને રોકશે, એ જ અમારું જંતર-મંતર હશે. અમારું આંદોલન શાંતિપૂર્ણ હશે. અમે મહાત્મા ગાંધીના બતાવેલા માર્ગ પર ચાલીશું." જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 7 મોટા પ્રદર્શન 2 ઑક્ટોબરથી 7 ઑક્ટોબર સુધી દેશભરમાં જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે 7 મોટા પ્રદર્શન થઈ ચૂક્યાં છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરોમાં મજબૂત ખરીદીનો આધાર મળ્યો:શેરબજારમાં અગાઉના સત્રની સકારાત્મક ચાલ આગળ વધતી જોવા મળી
    Next Article
    ‘સરકાર વિકાસની વાત કરે, પણ અમારા ઘરે હજુ ગટર-લાઈન નથી’:'વિકાસના નામે ખાલી 30-30 મીટરના રસ્તા બનાવ્યા', રાંધેજામાં રોડ, પાણી અને ગટરના પ્રશ્નથી લોકો પરેશાન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment