Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોલીવુડ સિંગરનો આરોપ- CJPને અમેરિકાથી ફંડિંગ મળી રહ્યું છે:ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, મોદી સમર્થકોને એક થવાની અપીલ

    2 days ago

    હોલીવૂડ સિંગર મેરી મિલબેને કોકરોચ જનતા પાર્ટીને અમેરિકાથી ફંડિંગ મળવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે PM નરેન્દ્ર મોદીના વિરોધી અમેરિકન ડોનર્સ અભિજિત દીપકેને પૈસા મોકલી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ આ પૈસાનો ઉપયોગ ભારતમાં અશાંતિ ફેલાવવા અને સરકારના કામમાં અડચણ ઊભી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. મિલબેને X પર પોસ્ટ કરીને ભારતના યુવાનોને અવાજ ઉઠાવવાની અપીલ કરી. તેમણે લખ્યું, ‘આ ચૂપ રહેવાનો સમય નથી.’ મિલબેન બોલ્યાં- PM મોદી બાહ્ય શક્તિઓ સામે નહીં ઝૂકે મિલબેને દાવો કર્યો કે કેટલાક US ડોનર્સ વિશ્વભરના રૂઢિચુસ્ત નેતાઓને નિશાન બનાવવાની એક નિશ્ચિત રીત અપનાવે છે. તેમણે આરોપ લગાવ્યો, ‘તેઓ તે દેશમાંથી અમેરિકામાં અભ્યાસ કરેલી કોઈ વ્યક્તિને શોધે છે, તેને કટ્ટરવાદી બનાવે છે, પાછા દેશમાં મોકલે છે અને અરાજકતા તથા તબાહી ફેલાવવા માટે ભંડોળ પૂરું પાડે છે.’ મિલબેને વડાપ્રધાન મોદીનો બચાવ કરતાં કહ્યું કે તેઓ 25 વર્ષથી સરકારમાં રહીને લોકોની સેવા કરી રહ્યા છે અને 12 વર્ષથી વડાપ્રધાન છે. તેઓ અમેરિકાથી આવતી તે શક્તિઓ સામે ઝૂકશે નહીં. મિલબેને PM મોદ સાથે પહેલી મુલાકાતમાં તેમના પગ સ્પર્શ કર્યા હતા મેરી મિલબેન અમેરિકન ગાયિકા અને અભિનેત્રી છે. ભારતમાં તેમને 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઓળખ મળી હતી. જૂન 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન તેમણે ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' ગાયું હતું. આ દરમિયાન તેમણે મોદીના પગ પણ સ્પર્શ કર્યા હતા, ત્યારબાદ ભારતમાં તેમની ઘણી ચર્ચા થઈ હતી. 4 પ્રસંગોએ મિલબેને મોદીને સમર્થન આપ્યું 1. કિસાન આંદોલન અંગે: મિલબેને ફેબ્રુઆરી 2021માં કિસાન આંદોલન દરમિયાન મોદી સરકારના કૃષિ કાયદાઓનું સમર્થન કરતાં કહ્યું હતું કે તેમને ખેડૂતોનું જીવન વધુ સારું બનાવવાના મોદીના વિઝન પર વિશ્વાસ છે. 2. મણિપુર હિંસા અંગે: ઓગસ્ટ 2023માં મણિપુર હિંસાના મુદ્દે પણ તેમણે મોદીને સમર્થન આપ્યું હતું. તેમણે તે સમયે કહ્યું હતું કે ભારતને પોતાના નેતા પર વિશ્વાસ છે અને મોદી મણિપુરના લોકોની આઝાદી માટે લડશે. 3. BBCની ગુજરાત રમખાણો પર બનેલી ડોક્યુમેન્ટરી અંગે: મિલબેને BBCની ડોક્યુમેન્ટરી ‘India: The Modi Question’ની ટીકા કરતા મોદી સરકારનું સમર્થન કર્યું હતું. 2023માં આવેલી આ ડોક્યુમેન્ટરીમાં 2002ના ગુજરાત રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. 4. CAA કાયદા અંગે: માર્ચ 2024માં નાગરિકતા સુધારા કાયદો (CAA) લાગુ કરવામાં આવ્યો ત્યારે પણ મિલબેને મોદી સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે ભારતીય મતદારોને મોદીને મત આપવા અપીલ પણ કરી હતી. દીપકેએ કહ્યું હતું- CJPનો ખર્ચ મિત્રો મળીને ઉઠાવે છે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ વિદેશી ફંડિંગના આરોપોને ફગાવી દીધા છે. CJPના આંદોલનોના ખર્ચ અંગે દીપકેએ કહ્યું હતું કે તેઓ અને તેમના મિત્રો મળીને પૈસા એકત્રિત કરે છે. તેમના જણાવ્યા અનુસાર, સંગઠનને કોઈ બાહ્ય દાતા અથવા મોટા ઉદ્યોગપતિ પાસેથી આર્થિક મદદ મળી નથી. તેમણે આગળ ક્રાઉડફંડિંગ દ્વારા પૈસા એકત્રિત કરવાની યોજના પણ જણાવી હતી. વિદેશી ફંડિંગના આરોપો અંગે દીપકેએ ગૃહમંત્રી અમિત શાહને પણ સવાલ કર્યો હતો. તેમનું કહેવું હતું કે જો આંદોલનમાં વિદેશી નાણાં આવ્યા છે, તો તેની તપાસની જવાબદારી ગૃહ મંત્રાલયની છે.
    Click here to Read More
    Previous Article
    56 साल पुराना वो हिंदी गीत जिसमें भैंस-डंडे शब्दों से हसरत जयपुरी ने रचा इतिहास, शम्मी कपूर की एक्टिंग, मन्ना डे की आवाज से एवरग्रीन
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સાઉથ બોપલની ગાર્ડન રેસીડેન્સી-1માં ત્રીજા નોરતે ગરબાની રમઝટ, રહેવાસીઓ અને ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો, ભક્તિમય માહોલ છવાયો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment