Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સાંસદ કે ધારાસભ્ય નહીં, મારે તો સરપંચ બનવું છે':અભિજીત દિપકેએ જણાવ્યું CJP કેવી રીતે કામ કરશે, કહ્યું- રાજકીય પક્ષ નહીં બનાવીએ

    9 hours ago

    કોકરોચ જનતા પાર્ટી (CJP) 5 ઓગસ્ટથી છત્રપતિ સંભાજીનગરમાં બે દિવસીય રણનીતિ બેઠક યોજશે. આ બેઠકમાં પાર્ટીના સ્થાપક, પ્રવક્તા અને સંગઠન સાથે જોડાયેલા લોકો સામેલ થશે. દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના આંદોલનનું નેતૃત્વ કરનાર CJPના સ્થાપક અભિજીત દિપકેએ સ્પષ્ટ કર્યું કે તેમને ચૂંટણી લડવાની કે રાજકારણમાં આવવાની કોઈ ઈચ્છા નથી. તેમનું કહેવું છે કે તેઓ ધારાસભ્ય કે સાંસદ બનવાને બદલે પોતાના ગામના સરપંચ બનીને ત્યાંની વ્યવસ્થા સુધારવા માંગે છે. દિપકેએ કહ્યું કે તેમનું સંગઠન કોઈ એક રાજકીય પક્ષ વિરુદ્ધ નહીં પરંતુ સિસ્ટમ વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યું છે. જ્યાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ સામે આવશે, તેમની ટીમ ત્યાં હાજર રહેશે. ન્યૂઝ એજન્સી IANS સાથે વાત કરતા અભિજીત દિપકેએ શિક્ષણના મુદ્દે કહ્યું કે આ ફક્ત કોઈ એક રાજ્યની સમસ્યા નથી પરંતુ લગભગ આખા દેશમાં શિક્ષણ વ્યવસ્થા પડકારોનો સામનો કરી રહી છે. વિદ્યાર્થીઓ નિરાશ છે અને તેમની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવી જોઈએ. જ્યાં પણ શિક્ષણ સંબંધિત કોઈ મુદ્દો ઉભો થશે, તેમનું સંગઠન વિદ્યાર્થીઓની સાથે ઉભું રહેશે. અભિજીત દીપકેએ કહ્યું કે તેમને બોસ્ટન યુનિવર્સિટીમાંથી સ્કોલરશિપ મળી હતી અને બાકીના પૈસા માટે લોન લીધી હતી, જે હજુ ચૂકવવાની બાકી છે. આ પહેલાં, સુરતના એક RTI કાર્યકર્તાએ તેમના પિતાની સંપત્તિ અને ફંડની તપાસની માગ કરી હતી. અને સવાલ ઉઠાવ્યા હતા કે દીપકે પાસે અમેરિકા જઈને અભ્યાસ કરવાના પૈસા ક્યાંથી આવ્યા. દીપકે બોલ્યા- જંતર-મંતર પર ઘૂસણખોરો ઘૂસ્યા અભિજીત દીપકે આરોપ લગાવ્યો કે જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનમાં બહારના લોકોએ ઘૂસણખોરી કરી હતી, જેના કારણે 20 જુલાઈએ સંસદ માર્ચ દરમિયાન હિંસા થઈ. તેમણે દાવો કર્યો કે વિરોધને બદનામ કરવા માટે બહારથી લોકો મોકલવામાં આવ્યા હતા. આ લોકોની દિલ્હી પોલીસ સાથે મિલીભગત હતી. દિલ્હી પોલીસ પર સવાલો ઉઠાવ્યા દીપકે ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી પોલીસ પર નિશાન સાધતા કહ્યું કે વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારો અને પોલીસ કાર્યવાહી કેવી રીતે થઈ શકે? તેમણે સવાલ કર્યો કે શું પોલીસ ફક્ત 12 વર્ષની છોકરીઓ પર લાઠીચાર્જ કરવા માટે સક્રિય થાય છે? તેમણે કહ્યું કે દિલ્હી પોલીસનું એ કહેવું કે વિરોધ સ્થળે 2100 ગુનેગારો જોવા મળ્યા હતા, તે અમિત શાહ અને પોલીસની નિષ્ફળતા છે. તેમણે તેને પોલીસનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું. કોકરોચ પાર્ટીએ વિદ્યાર્થીઓની કાનૂની મદદ માટે ફંડ બનાવ્યું કોકરોચ જનતા પાર્ટીએ 27 જુલાઈના રોજ પેપર લીક આંદોલન પછી ફોજદારી કેસોનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓની કાનૂની સહાયતા માટે લીગલ ડિફેન્સ ફંડ બનાવવાની જાહેરાત કરી હતી. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આ ફંડમાં 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેમણે દેશભરના વકીલોને પણ આ ભંડોળમાં યોગદાન આપવા અપીલ કરી હતી. CJPના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ખાતરી છતાં દેશભરમાં વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાવાની આશંકા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ મામલે CJP સુપ્રીમ કોર્ટના વકીલોના સંપર્કમાં છે. તે પ્રેસ કોન્ફરન્સમાં કપિલ સિબ્બલ પણ હાજર હતા. મહારાષ્ટ્રના અભિજીત AAP સાથે કામ કરી ચૂક્યા છે 30 વર્ષના અભિજીત મહારાષ્ટ્રના સંભાજી નગરના રહેવાસી ડિજિટલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ છે. અભિજીતે પુણેથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. હાલમાં, તેઓ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન્સમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યા છે. ------------------------------ આ સમાચાર પણ વાંચો: RTI કાર્યકર્તાએ CJP ફંડ પર સવાલો ઉઠાવ્યા:અભિજીત દીપકેના પિતાની સંપત્તિની તપાસની માગ; ચૂંટણી પંચ-ટેક્સ અધિકારીઓને પત્ર લખ્યો સુરતના RTI કાર્યકર્તા અમિત તિવારીએ સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ દ્વારા CJP ના પ્રદર્શનકારીઓ માટે જાહેર કરાયેલા એક કરોડ રૂપિયાના લીગલ ડિફેન્સ ફંડની તપાસ કરાવવાની માગ કરી છે. કાર્યકર્તા તિવારીએ કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકેના પિતા ભગવાનરાવ દીપકેની સંપત્તિની પણ તપાસની માગ કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે મહારાષ્ટ્ર સરકારના એક નિવૃત્ત કર્મચારીએ પોતાના પુત્રના વિદેશમાં અભ્યાસનો ખર્ચ કેવી રીતે ઉઠાવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    Masculinity or negative aura farming: What do people really think of Thar drivers?
    Next Article
    ગુજરાત માથેથી વરસાદી વાદળો ગાયબ:હવે રવિવાર સુધી ઝાપટાંની આગાહી, કિન્નરોનાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જમાઈને બચાવવા જતાં સસરા અને સાળાનાં કરૂણ મોત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment