Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણવીર શૌરીએ CJPના પ્રોટેસ્ટને લોકશાહીની હત્યા ગણાવી:રોડ બ્લોકેજને બદલે કોર્ટ-સંસદમાં જવાની સુફીયાણી સલાહ; કંગનાએ વિરોધને એન્ટી નેશનલ ગણાવ્યો

    12 hours ago

    'એક થા ટાઇગર' ફેમ એક્ટર રણવીર શૌરીએ દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના માર્ગ પ્રદર્શનનો સખત વિરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ શેર કરતાં રણવીરે કહ્યું કે, 'લોકોએ રસ્તાઓ પર ઉતરવાને બદલે અદાલત, સંસદ અને લોકતાંત્રિક વ્યવસ્થા દ્વારા પોતાની વાત રજૂ કરવી જોઈએ.' તેણે રસ્તાઓ જામ કરવા અને કાયદો-વ્યવસ્થામાં અડચણ ઊભી કરવાને 'લોકશાહીની હત્યા' ગણાવી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને CJPના નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ આ વિવાદ સામે આવ્યો છે. 'સંસદ અને મતોથી તમારી સંખ્યા બતાવો' રણવીર શૌરીએ CJPના પ્રવક્તા સૌરવ દાસનો એક વીડિયો ફરીથી પોસ્ટ કરતાં લખ્યું કે, 'પોતાની તાકાત રસ્તાઓ પર બતાવવાને બદલે સંસદ અને ચૂંટણીમાં મતો દ્વારા બતાવો. જો આ માર્ગ યોગ્ય ન લાગે તો અદાલતોનો સંપર્ક કરો, આ જ સાચી લોકતાંત્રિક રીત છે.' તેણે કહ્યું કે, 'જાહેર સંપત્તિઓ પર કબજો કરવો અને સામાન્ય જનતાને પરેશાન કરવી કોઈપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં.' 'વિરોધ પ્રદર્શન માત્ર છેલ્લો રસ્તો હોવો જોઈએ' રણવીરે આગળ લખ્યું કે, 'કોઈપણ લોકશાહીમાં વિરોધ પ્રદર્શન સૌથી છેલ્લો રસ્તો હોવો જોઈએ, ન્યાયતંત્ર અથવા ધારાસભાને બાજુ પર રાખવાનું સાધન નહીં.' તેણે કહ્યું કે, 'અસંમતિ વ્યક્ત કરવાના અધિકારના નામે દરરોજ રસ્તાઓ પર હંગામો કરવો અને સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બનાવવું ખોટું છે.' તેના મતે, ઉપલબ્ધ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કર્યા વિના સીધું પ્રદર્શન કરવું માત્ર અરાજકતા ફેલાવવાનો અથવા પ્રસિદ્ધિ મેળવવાનો રસ્તો છે. કંગનાએ આંદોલનને દેશને અસ્થિર કરવાનું ષડયંત્ર ગણાવ્યું એક્ટ્રેસ કંગના રનૌતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વને 'દેશદ્રોહી અને આતંકવાદી તાકાતો' ગણાવ્યું છે. કંગનાએ કહ્યું કે, 'દેશને અસ્થિર કરવાનું કાવતરું રચાઈ રહ્યું છે અને હવે સામાન્ય લોકો જ આ તાકાતોને પકડીને જવાબ માંગશે.' કંગનાએ કહ્યું કે, 'પોલીસની વાત તો અલગ છે, હવે સામાન્ય જનતા પોતે જ આ લોકોને પકડશે અને પ્રશ્ન પૂછશે, કારણ કે લોકોએ તેમને ઓળખવાનું શરૂ કરી દીધું છે.' તેણે આગળ કહ્યું કે, 'દેશની સુરક્ષા માટે એજન્સીઓ કામ કરી રહી છે, પરંતુ એ ધ્યાન રાખવું જરૂરી છે કે સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.' CECના રાજીનામાની માંગ કરી રહી છે CJP CJP અને વિપક્ષી દળો મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)માં કથિત ગેરરીતિઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ જ મુદ્દે 10 ઑક્ટોબરે જંતર-મંતર પર પ્રદર્શન થવાનું હતું. જોકે, શનિવાર અને રવિવારે પોલીસે પ્રદર્શનકારીઓને જંતર-મંતર પહોંચતા અટકાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી નહોતી. આ બે દિવસ દરમિયાન CJP, વિપક્ષી દળો અને વિદ્યાર્થી સંગઠનોના હજારો પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. આ સમાચાર પણ વાંચો… વિપક્ષે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજી દાખલ કરી:સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ, રાહુલ-પ્રિયંકા ખુલ્લી ગાડીમાં સવાર થયા, તેજસ્વી-અખિલેશ સાથે રહ્યા
    Click here to Read More
    Previous Article
    પૂર્વ ક્રિકેટરે અગરકરની પસંદગી સમિતિ પર સવાલો ઉઠાવ્યા:વસીમ જાફરે કહ્યું- સમિતિના ખરાબ વર્તનને કારણે કોહલીએ ટેસ્ટમાંથી સંન્યાસ લીધો
    Next Article
    વિપક્ષની પહેલી વખત સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ:રાહુલ-અખિલેશ સહિત વિપક્ષના 11 નેતાઓએ SIR અને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ અરજી દાખલ કરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment