Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જવરી બિશ્નોઈ મૃત્યુ કેસમાં CID ક્રાઈમ કરશે તપાસ:ભ્રષ્ટાચારના આક્ષેપ અંતર્ગત CBIની કસ્ટડીમાં જવરી બિશ્નોઈના આકસ્મિક મૃત્યુની FIR નોંધાઇ હતી

    10 hours ago

    ગુજરાત હાઇકોર્ટે રાજકોટ ખાતે વિદેશ વેપાર વિભાગના સંયુક્ત નિયામક જનરલ જવરી મલ બિશ્નોઈના કસ્ટોડીયલ ડેથ અંગે અજાણ્યા વ્યક્તિઓ FIR નોંધી તેની તપાસ CID ક્રાઇમના DIG દ્વારા કરવા આદેશ આપ્યો છે. ભ્રષ્ટાચારના એક કેસમાં CBIના દરોડા દરમિયાન બિશ્નોઈએ કથિત રીતે ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. CBI અધિકારીઓએ 19 કલાક શારીરિક ત્રાસ આપ્યો બિશ્નોઈનું મૃત્યુ 25 માર્ચ, 2023 ના રોજ થયું હતું અને તેમના વિધવા પત્નીએ આક્ષેપ કર્યો હતો કે CBI અધિકારીઓએ 19 કલાક સુધી તેમનું ઉત્પીડન અને શારીરિક ત્રાસ આપ્યો હતો, તેમજ તેમણે દરોડો પાડનાર ટીમ સામે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધવાની માંગ કરી હતી. CBIની બીજી ટીમે નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો 24 માર્ચ, 2023ના રોજ, CBIની એન્ટી-કરપ્શન શાખાએ બિશ્નોઈની કચેરીમાં છટકું ગોઠવીને તેમને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યા હોવાનો દાવો કર્યો હતો અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ FIR દાખલ કરી હતી. CBIની બીજી ટીમે તેમના નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો અને ટ્રેપ પછીની કાર્યવાહી બીજી સવાર સુધી ચાલુ રહી હતી. CBIની ટીમને ક્લીન ચિટ આપવામાં આવી હતી રાજકોટ પોલીસે અકસ્માતે મૃત્યુના કેસમાં તપાસ કરી અને નિષ્કર્ષ કાઢ્યો કે CBI એ યોગ્ય સંભાળ નહોતી રાખી, જો કે આ આત્મહત્યા માટેની કોઈ દુષ્પ્રેરણા નહોતી. બિશ્નોઈ CBIની કસ્ટડીમાં હોવાથી, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા Crpc ની કલમ 176 હેઠળ ન્યાયિક તપાસ કરવામાં આવી હતી અને CBIની ટીમને ક્લીન ચિટ આપવામાં આવી હતી. પરિવાર આ આત્મહત્યા હોવાનું સ્વીકારવા તૈયાર નહોતો બિશ્નોઈના પરિવારે પોલીસ સમક્ષ અને ત્યારબાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રહસ્યમય સંજોગોમાં થયેલા મૃત્યુ અને ત્રાસ અને ઉત્પીડનના આક્ષેપો અંગે તપાસ માટે ફરિયાદ કરી હતી. પરિવાર આ આત્મહત્યા હોવાનું સ્વીકારવા તૈયાર નહોતો કારણ કે તેમનું કહેવું હતું કે તેઓ બારીમાંથી કૂદી શકે જ નહીં. ધરપકડના નિયમોનું પાલન થયું નહોતું હાઇકોર્ટમાં એવી રજૂઆતો સાથે અરજી કરવામાં આવી હતી કે મેજિસ્ટ્રેટ સમક્ષ સમયસર રજૂ કર્યા વિના ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હતી, ધરપકડના નિયમોનું પાલન થયું નહોતું, ઘરમાં તલાશી દરમિયાન ધમકીઓ આપવામાં આવી હતી અને શરીર પરની ઈજાઓ આત્મહત્યાની બાબત સાથે સુસંગત નહોતી. અરજદારે ઘર પર CBIની તપાસ દરમિયાન તેમના પુત્રના મોબાઈલ ફોનમાં થયેલા કથિત ઓડિયો રેકોર્ડિંગનો પણ આધાર લીધો હતો. કોર્ટે પોલીસ સત્તાવાળાઓને નિર્દેશ આપીને હસ્તક્ષેપ કરવો જરૂરી છે CBI અને રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કર્યો હતો, પરંતુ હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે અકસ્માતે મૃત્યુ અંગે કરાયેલી પૂછપરછ અને ન્યાયિક તપાસ પૂરતી નથી અને જ્યારે આક્ષેપોથી સંજ્ઞેય ગુનો બનતો હોય ત્યારે તે પૂર્ણ કક્ષાની પોલીસ તપાસનો વિકલ્પ બની શકે નહીં. હાઇકોર્ટે અગાઉની તપાસમાં રહેલી ક્ષતિઓ નોંધ પર લીધી અને જણાવ્યું કે, કસ્ટોડીયલ ડેથ અને બંધારણીય અધિકારોના ભંગના કિસ્સામાં કોર્ટનો અભિગમ અલગ હોવો જરૂરી છે. જો પોલીસ કસ્ટડીમાં, જેલમાં કે અન્ય કોઈ રીતે કોઈ અધિકારી અથવા અન્ય વ્યક્તિ દ્વારા આવા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવે, તો કોર્ટે પોલીસ સત્તાવાળાઓને FIR નોંધવાનો નિર્દેશ આપીને હસ્તક્ષેપ કરવો જરૂરી છે. તપાસ CID ક્રાઇમના DIG ના સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવશે અગાઉની તપાસ ACP ની હેઠળની SIT દ્વારા કરવામાં આવી હોવાથી, હાઇકોર્ટે જણાવ્યું આ તપાસ CID ક્રાઇમના DIG ના સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવશે, જેઓ એ સુનિશ્ચિત કરશે કે તપાસ કાયદા અનુસાર અને યોગ્ય ત્વરા સાથે કરવામાં આવે. ઉપરોક્ત હેતુ માટે આજથી ત્રણ મહિનાના સમયગાળામાં યોગ્ય અહેવાલ પૂર્ણ કરવામાં આવશે અને તે અહેવાલ આ કોર્ટના અવલોકન માટે રજિસ્ટ્રી સમક્ષ પણ મોકલવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નાણાં મંત્રી કનુ દેસાઈએ વાપીમાં ઝાડુ પકડી સફાઈ કરી:ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને ખાદીની ખરીદી પણ કરી
    Next Article
    દોઢ કરોડની મોર્ગેજ લોન અપાવવાના નામે ઠગાઈ:બોગસ ડી.ડી. અને લોનના દસ્તાવેજો મોકલી વેપારીને વિશ્વાસમાં લીધો, 7 લાખ પરત આપી બાકીના 15.57 લાખ નહીં ચૂકવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment