Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:શૂટર્સ ટાઇગરને મારવા આવ્યા હતા, મુંબઇ પોલીસનો ખુલાસો, સુરતમાં સિક્રેટ ઓપરેશન, CID ફેમ અભય શુક્લાએ ગરબામાં પાકિસ્તાન કનેક્શન જોડ્યું

    10 hours ago

    નમસ્તે, એક્ટર ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરનારા ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પૂર્વ ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાની હવે BCCIના નવા ચીફ સિલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઇટાલી-ફ્રાન્સ સહિત યુરોપના 6 દેશોમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દેશભરમાં આજે દશેરાનો તહેવાર મનાવવામાં આવશે. 2. સંઘ પ્રમુખ મોહન ભાગવત નાગપુર સ્થિત RSS મુખ્યમથકે શસ્ત્ર પૂજન કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. મુંબઈ પોલીસે કહ્યું- ટાઇગરની હત્યા કરવા શૂટરો આવ્યા હતા:કોટાથી ત્રણેયની ધરપકડ, એક બિહાર અને 2 હરિયાણાના; દાવો- લોરેન્સ ગેંગે કોન્ટ્રાક્ટ આપ્યો હતો ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાને લઈને મુંબઈ પોલીસે સોમવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મુંબઈ પોલીસના ડીસીપીએ જણાવ્યું કે, જે રીતે ગોળીઓ ચલાવવામાં આવી હતી, તે પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓ હત્યાના ઇરાદાથી જ આવ્યા હતા. બીજી તરફ, ટાઇગરની કાર પર ફાયરિંગ કરનારા હુમલાખોરોને 15 કલાકમાં રાજસ્થાનના કોટા રેલવે સ્ટેશન પરથી પકડી લેવામાં આવ્યા હતા. ટાઇગર પર રવિવારે સાંજે 7 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓ જયપુર અને દિલ્હી થઈને નેપાળ ભાગી જવાની તૈયારીમાં હતા. મુંબઈ પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ કોટા પોલીસે સવારે 10:30 વાગ્યે તેમને રેલવે સ્ટેશન પરથી પકડી લીધા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પ્રજ્ઞાન ઓઝા BCCIના ચીફ સિલેક્ટર બનશે, અગરકરની જગ્યા લેશે:પસંદગીના 3 કારણો; રમેશ પવાર સિનિયર સિલેક્શન કમિટીમાં સામેલ ભારતના પૂર્વ ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝાને અજિત અગરકરની જગ્યાએ BCCIના ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે, સિલેક્શન કમિટીમાં અજિત અગરકરની જગ્યાએ પૂર્વ ભારતીય સ્પિનર રમેશ પોવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે પુરુષ ટીમની નવી પસંદગી સમિતિમાં પ્રજ્ઞાન ઓઝા (ચેરમેન), શિવ સુંદર દાસ, આરપી સિંહ, અજય રાત્રા અને રમેશ પોવાર છે. પ્રજ્ઞાન ઓઝાએ ભારત માટે 24 ટેસ્ટ, 18 વનડે અને 6 T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ડાબોડી સ્પિનર ઓઝાએ ટેસ્ટમાં 113, વનડેમાં 21 અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 10 વિકેટ લીધી છે. ટેસ્ટમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 6/47 રહ્યું છે. ફર્સ્ટ ક્લાસના ક્રિકેટમાં પ્રજ્ઞાનના નામે કુલ 424 વિકેટ નોંધાયેલી છે. આ માટે તેમણે 108 મેચ રમી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. યુરોપના 6 દેશોમાં Gen-Zનું શિક્ષણ-મોંઘવારી મામલે પ્રદર્શન:ફ્રાન્સમાં આગચંપી-લૂંટફાટ, ઇટાલીમાં સ્કૂલો પર કબજો, ગ્રીસમાં સંસદ સામે બેઠા આંદોલનકારીઓ યુરોપના 6 દેશોમાં શિક્ષણનો વધતો ખર્ચ, મોંઘવારી, બેરોજગારી અને મોંઘા મકાનો મામલે પ્રદર્શનો થઈ રહ્યાં છે. ફ્રાન્સમાં સ્કૂલોની ખરાબ સ્થિતિ અને શિક્ષકોની અછત સામેના હિંસક વિરોધમાં અત્યાર સુધી 1800 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્પેનમાં ઘર ખરીદવું તો દૂર, ભાડું ચૂકવવું પણ મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ, ગ્રીસમાં 10 વર્ષમાં ભાડું 3 ગણું વધી ગયું છે. બેલ્જિયમ, ઇટાલી અને અલ્બેનિયામાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણ પર ખર્ચ વધારવા, રોજગાર અને વધુ સારી સુવિધાઓની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. આશુતોષ-સૌરવની ન્યાયિક કસ્ટડી બે દિવસ વધારાઈ:14 ઓક્ટોબરથી તિહાડ જેલમાં બંધ, CJPનો જામીન પ્રક્રિયામાં વિલંબનો આરોપ દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના નેતા આશુતોષ રાંકા અને સૌરવ દાસની ન્યાયિક કસ્ટડી બે દિવસ માટે વધારી દેવામાં આવી છે. સોમવારે બંનેને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટ (એસઈએમ) સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે બંને નેતાઓની ન્યાયિક કસ્ટડી વધારવાની માગ કરી હતી, જેને મેજિસ્ટ્રેટે મંજૂર કરી લીધી. હવે તેમને બુધવારે ફરીથી રજૂ કરવામાં આવશે. બંને 14 ઓક્ટોબરથી તિહાડ જેલમાં બંધ છે. આરોપ છે કે તેમણે જંતર-મંતર પર પ્રદર્શન કરવા માટેના પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું હતું. બીજી તરફ, સીજેપીએ આરોપ લગાવ્યો છે કે બંને નેતાઓની મુક્તિમાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. મસ્ક અમેરિકાના દરેક બાળકને સ્પેસએક્સનો શેર આપશે:દેશમાં 7.2 કરોડ બાળકો, વહેંચવામાં આવનારા શેરોનું મૂલ્ય ₹1 લાખ કરોડ દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ ઈલોન મસ્ક આવતા વર્ષે અમેરિકાના દરેક બાળકને તેમની રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સનો એક શેર ભેટ આપશે. મસ્કે 19 ઓક્ટોબરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાહેરાત કરી હતી. જોકે કરોડો બાળકો સુધી આ શેર પહોંચાડવાની પ્રક્રિયા શું હશે? હાલમાં મસ્ક અથવા તેમની કંપની તરફથી તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. અત્યારે સ્પેસએક્સના એક શેરની કિંમત 146 ડોલર એટલે કે આશરે 14 હજાર રૂપિયા જેટલી છે. અમેરિકામાં આશરે 7.2 કરોડ બાળકો છે. આવી સ્થિતિમાં વહેંચવામાં આવનાર શેરોની કિંમત 1 લાખ કરોડ રૂપિયા હશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ટાઈગર ફાયરિંગ કેસ, સુરતમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનું સિક્રેટ ઓપરેશન:મોડીરાત્રે ટીમને આ રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગના શકમંદોની કડી મળી, રેલવે સ્ટેશન પર દોડીને ટ્રેન પકડી-CCTV મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગની ઘટના બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના શકમંદોની કડી સુરત સુધી લંબાતાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગત મોડી રાતે સુરત રેલવે સ્ટેશન આવી પહોંચી હતી. જોકે, આ સમગ્ર ઑપરેશન ગુપ્ત રાખવામાં આવ્યું હતું. એટલું ગુપ્ત કે સુરત રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના એક પણ અધિકારી કે જવાનને અણસાર સુદ્ધાં નહોતો કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આખરે કોને શોધી રહી છે. મુંબઈની ટીમે સ્થાનિક RPF સમક્ષ કોઈ વિગતો જાહેર કર્યા વગર સીધી જ પોતાની રીતે તપાસ હાથ ધરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. CID ફેમ અભય શુક્લા પાર્ટી પ્લોટ ગરબાના વિરોધમાં:કહ્યું-પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમારા 9 દિવસ બગડે છે, મેં પાર્ટી પ્લોટના ગરબામાં ન જવાની પ્રતિજ્ઞા લીધી, જૂનાગઢમાં નિવેદન જૂનાગઢમાં દેવ વાળી ખાતે વણિક સમાજ દ્વારા આયોજિત પ્રાચીન ગરબા મહોત્સવ અને 'શક્તિ સ્પંદન 2026'માં પ્રખ્યાત ‘સીઆઈડી’ સિરીયલના અભિનેતા અભય શુક્લાએ ખાસ મહેમાન તરીકે હાજરી આપી હતી. તેણે પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાનો વિરોધ કરી કહ્યું હતું કે, ત્યાં ફક્ત ગરબાના નામે બિઝનેસ ચાલે છે. તેણે જણાવ્યું કે, ‘પાકિસ્તાનથી આદિલ નામના યુવકનો ફોન આવ્યો હતો, જેણે પોતાના એક મહિનાના રોઝાની પરંપરાગત ઉજવણીની સરખામણી કરતાં જણાવ્યું હતું કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન પાર્ટી પ્લોટોમાં અનેક ખોટા કામો થાય છે અને લોકોના દિવસો બગડે છે, જે સાંભળીને દિલ દ્રવી ગયું હતું અને હું તેનો કોઈ જવાબ આપી શક્યો ન હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : શશી થરૂરે કહ્યું- ભારત ન બાંગ્લાદેશ છે, ન તો ફ્રાન્સ:તુલના ખોટી, અમારું લક્ષ્ય સરકાર પાડવાનું નથી; રિજિજુ બોલ્યા હતા- વિપક્ષ કાવતરું ઘડી રહ્યો છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશે કહ્યું- સાઉદીએ જાણ કર્યા વિના અમારા નાગરિકોને ફાંસી આપી:મસ્જિદમાં અશ્લીલ હરકત કરવા બદલ પતિ-પત્નીને મોતની સજા મળી હતી (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : સરકારે મેટાને એલ્ગોરિધમની સમીક્ષા કરવા કહ્યું:10 ઓક્ટોબરે જારી કરાયેલા આદેશમાં કહ્યું- હિંસા ભડકાવતું કન્ટેન્ટ રોકો; આ જ દિવસે CJPએ પ્રદર્શન કર્યું હતું (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : ફ્રાન્સના રાષ્ટ્રપતિ બોલ્યા- તોડફોડ કરનારાઓએ કિંમત ચૂકવવી પડશે:કેટલાક શહેરોમાં કર્ફ્યૂ લગાવવાની તૈયારી, PM બોલ્યા- જરૂર પડી તો ઇમરજન્સી પણ લગાવીશું (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : દિવાળીએ શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ 8 નવેમ્બરે થશે:બપોરે 2:20થી 3:30 વાગ્યા સુધી કારોબાર થશે, આ પરંપરા 70 વર્ષ જૂની છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : જામનગરમાં ધોનીનો મસ્તીખોર મિજાજ, VIDEO:અંબાણી પરિવારના ગરબામાં સાક્ષી સાથે ટીખળ કરી, અનંત-રાધિકા સાથે ખતરનાક રાઈડ, નાસ્તાની મજા માણી (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : દંતેશ્વરી, બસ્તરની લોકશક્તિનું રૂપ:બ્રાહ્મણ નહીં, ધાકડ સમાજના પૂજારી કરે છે પૂજા; દશેરાએ આદિવાસીઓ જંગલમાં છુપાવે છે દેવીનો રથ (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પુરુષોએ સાડી પહેરીને કર્યો ગરબો ગુજરાતના અમદાવાદમાં નવરાત્રીની આઠમે પુરુષોએ સાડી પહેરીને ગરબો કર્યો. આ બારોટ સમુદાયની આશરે 200 વર્ષ જૂની પરંપરા છે. આ સાડૂ માતાની યાદમાં નિભાવવામાં આવે છે. આની પાછળ તેમની પાસે માફી માગવાની વાર્તા પણ જોડાયેલી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર-મીણબત્તી, છાપાં હાથવગાં રાખજો:ગમે ત્યારે લાઈટ ગુલ થશે, ગુજરાતમાં વીજ સંકટ ઘેરું બન્યું; શું ઘરે ઘરે અંધારાં થશે 2. ગ્રાઉન્ડ રિપોર્ટ- હવે એકદમ બદલાયેલું લાગશે નળ સરોવર:230 નવી બોટ, ₹500 ફિક્સ ભાડું અને સાયકલિંગની મજા, જાણો શું ખાસ હશે? 3. મંડે મેગા સ્ટોરી-રાહુલ ગાંધીની નવી ‘ગુરિલ્લા પોલિટિક્સ’ પાછળના 5 દિમાગ:52 દિવસમાં 6 વખત અચાનક રસ્તા પર ઉતર્યા; ભાજપ કેવી રીતે કાઉન્ટર કરી રહી છે, આગળ શું 4. Editor's View-શું મુસ્લિમો યુરોપને ગળી જશે?:ફ્રાન્સને ભડકે બાળવામાં જેહાદી એંગલ, મેક્રોનથી મેલોની સુધી રેલો, 30 દેશોમાં અંધાધૂંધી, 2004ની ભવિષ્યવાણી સાચી પડી શકે 5. આજનું એક્સપ્લેનર:માર્કો રૂબિયોનો 6 મહિનામાં બીજો ભારત પ્રવાસ; દિલ્હી નહીં આવે, મુંબઈ-જામનગર શા માટે જશે; રાહુલ ગાંધીએ કયા સવાલો ઉઠાવ્યા? 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મિથુન રાશિની મહિલાઓને આજે મોજે દરિયા, વૃશ્ચિક-કુંભ રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ મધ્યાવધિ ચૂંટણી હારી શકે છે:મોંઘવારી અને ઈરાન સાથેના યુદ્ધને કારણે લોકપ્રિયતા ઘટી, પોતાની જ પાર્ટીના ઉમેદવારો અંતર જાળવી રહ્યા છે
    Next Article
    સરકાર એરલાઇન્સના ભાડાને સીધા નિયંત્રિત નહીં કરે:કટોકટીમાં ભાવ નક્કી કરી શકશે; અગાઉ કહ્યું હતું- મનસ્વી ભાડાં રોકવા નવા નિયમો લાગુ કરીશું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment