Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ChatGpt સર્ચ કરી બુકિંગ કરવું ભારે પડ્યું:ઉજ્જૈનના શ્રી મહાકાલ ભક્ત નિવાસમાં રૂમ બુકિંગના નામે નિવૃત્ત સિનિયર સિટીઝન સાથે હજારોની ઠગાઈ

    8 hours ago

    વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા સિનિયર સિટીઝન સાથે ઉજ્જૈન ખાતે આવેલા ‘શ્રી મહાકાલ ભક્ત નિવાસ’માં રૂમ અને વી.આઈ.પી. દર્શનના બુકિંગના બહાને ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ ચેટ જીપીટી પર સર્ચ દરમિયાન મળેલી ખોટી લિંક અને વોટ્સએપના માધ્યમથી વિશ્વાસમાં લઈને તેમની પાસેથી અલગ-અલગ બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડ દ્વારા કુલ રૂ.70,770 પડાવી લીધા હતા. આ મામલે અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. લિંક દ્વારા બુકિંગ કરવું ભારે પડ્યું નિવૃત્ત અને સિનિયર સિટીઝન જયપ્રકાશ પાંડેએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓ પોતાના પરિવાર સાથે ઉજ્જૈન (મધ્યપ્રદેશ) દર્શને જવાના હોવાથી તેમણે ChatGPTની મદદથી હોટેલ બુકિંગ માટે સર્ચ કર્યું હતું. આ દરમિયાન તેમને ‘શ્રી મહાકાલ ભક્ત નિવાસ’ની લિંક મળી હતી, જેના પર ક્લિક કરતાં ખુલેલી વેબસાઇટ પર આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા ‘વિનોદ પાંડે’ નામના શખ્સે ફોન રીસીવ કર્યો હતો અને પોતે મહાકાલ ભક્ત નિવાસમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીને રૂપિયા પડાવ્યા ઠગબાજે શરૂઆતમાં 3 રૂમના ભાડા પેટે રૂ.13,860નો QR કોડ મોકલી પેમેન્ટ કરવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કર્યા બાદ ઠગોએ એકસાથે રકમ ન આપવાનું જણાવી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરવાનું કહેતા, ફરિયાદીએ વિશ્વાસમાં આવીને અલગ અલગ બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા વધુ રકમ ટ્રાન્સફર કરાવી હતી. આ ઉપરાંત મહાકાલ મંદિરમાં 6 વ્યક્તિઓ માટે વી.આઈ.પી. દર્શનના પ્રતિ વ્યક્તિ રૂ. 250 લેખે કુલ રૂ.1500 પણ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. સાયબર હેલ્પલાઈનનો સહારો લીધો બુકિંગનું સ્ટેટસ પેન્ડિંગ બતાવીને ઠગોએ વધુ રૂ.41,550ની માંગણી કરી હતી, બાદમાં કુલ રૂપિયા 70770 અલગ અલગ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચર્યા બાદ પણ વધુ નાણાંની માગણી ચાલુ રહેતા ફરિયાદીને પોતાની સાથે ફ્રોડ થયાનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    बेंगलुरु को मेट्रो-वंदे भारत का तोहफा, 15 हजार करोड़ के प्रोजेक्ट का उद्घाटन... कर्नाटक-गुजरात के 2 दिन के दौरे पर PM मोदी
    Next Article
    Thick Smog Blankets Delhi As Air Turns Severe, AQI Breaches 400 Mark

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment