Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે મોદી સાણંદમાં, સતત ત્રીજા મહિને ગુજરાતની મુલાકાતે:CG સેમિ. OSAT પ્લાન્ટમાં ચીપના ઉત્પાદનનો શુભારંભ કરાવશે, 7600 કરોડનું રોકાણ, 5 હજાર લોકોને રોજગારી મળશે

    1 day ago

    આજે 4 જુલાઈ PM નરેન્દ્ર મોદી ગુજરાતના સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. લૉન્ચ થયા બાદ કંપની દેશ વિદેશમાં તેના ગ્રાહકોને સેમિકન્ડક્ટર ચીપ્સ મોકલશે. ભારતના સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત આ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબિનેટ દ્વારા ફેબ્રુઆરી 2024માં મંજૂરી આપવામાં આવી હતી. CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની CG સેમિ પ્રા. લિમિટેડ દ્વારા રૂ.7600 કરોડના ખર્ચે સાણંદમાં OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રથમ ચાર પ્રોજેક્ટ્સમાંનો એક છે. CG સેમી સાથે જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ સંયુક્ત ભાગીદારીમાં છે. આ પ્રોજેક્ટ શરૂ થવાથી સાણંદમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે. PM નરેન્દ્ર મોદીના જણાવ્યા અનુસાર ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી આ દાયકો ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. આજે PM મોદી CG સેમિની OSAT સુવિધામાં વિવિધ સેમિકન્ડક્ટર પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરશે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડીયા ઉપસ્થિત રહેશે. OSAT સુવિધાના શુભારંભ બાદ પીએમ એક સભાને સંબોધિત કરશે. વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવશે એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી, આ ફેસિલિટી વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા ધરાવશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને હાઇ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગમાં ઝડપી પ્રગતિને કારણે મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટે વધતી જતી વૈશ્વિક માંગને પૂરી કરવામાં મદદ કરશે. CG સેમી ફેસિલિટી શું છે? આ ફેસિલિટી ઓટોમોટિવ, ઇન્ડસ્ટ્રિયલ, ટેલિકોમ્યુનિકેશન્સ, 5G અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ક્ષેત્રોના ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે. CG સેમી ફેસિલિટી એન્ડ-ટુ-એન્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સેવાઓ પ્રદાન કરે છે, જેમાં વેફર સોર્ટિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજ ડિઝાઇન, ફેલ્યોર એનાલિસિસ, ટેસ્ટ પ્રોગ્રામ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ કેરેક્ટરાઇઝેશન અને લોજિસ્ટિક્સ સપોર્ટનો સમાવેશ થાય છે. બન્ને OSAT સુવિધા સાથે દિવસની કુલ 1.5 કરોડ ચિપ્સ બનશે માઇક્રોન પ્લાન્ટના શુભારંભ બાદ કેન્સ સેમિકોન અને હવે CG સેમિ દ્વારા OSAT સુવિધા શરૂ થવાથી સ્થાનિક આર્થિક વિકાસને વધુ વેગ મળશે. OSAT એટલે કે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટમાં ચીપનું ટેસ્ટિંગ અને પેકેજિંગ કરીને તેને માર્કેટમાં પહોંચાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. CG સેમિ દ્વારા બીજા એક પ્લાન્ટના નિર્માણનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે. આ બન્ને OSAT સુવિધાઓ સાથે મળીને દિવસની કુલ 1.5 કરોડ ચિપ્સનું નિર્માણ કરશે. 5000 સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન આ OSAT સુવિધામાં QFN, QFP જેવી લિગેસી ચીપ્સ અને આધુનિક FC-BGA અને FC-CSP ચિપ્સનું નિર્માણ કરવામાં આવશે જે ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રીઅલ સાધનો, 5G સાધનો અને પાવર એપ્લિકેશન ક્ષેત્રની જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ કંપનીમાં અત્યારે 300થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. આ પ્લાન્ટ શરૂ થવાથી આગામી પાંચ વર્ષમાં 5000 સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે. અમારું લક્ષ્ય માત્ર ફેક્ટરી સ્થાપિત કરવા સુધી મર્યાદિત નથી: મોદી PM મોદીએ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે, અમારું લક્ષ્ય માત્ર એક ફેક્ટરી સ્થાપવા પૂરતું સીમિત નથી, પરંતુ સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનું છે. ભારત હવે સેમિકન્ડક્ટરની આખી વેલ્યૂ ચેઇન પર ફોકસ કરી રહ્યું છે, જેમાં ડિઝાઇન એન્જિનિયરથી લઈને મશીન નિર્માતા અને લોજિસ્ટિક્સ સુધીનાં તમામ સ્તરો સામેલ છે. 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0'ની જાહેરાત આ જ દિશામાં લેવાયેલું મોટું પગલું છે. જેમ-જેમ ઉત્પાદન વધશે તેમ ભારતની અંદર જ મટિરિયલ અને કોમ્પોનન્ટ્સની માગ વધશે, જે સ્થાનિક ઉદ્યોગો માટે સૌથી મોટી તક બની રહેશે. સેમિકોન ઇન્ડિયા હેઠળ ગુજરાતમાં 6 પ્રોજેક્ટ્સને મંજૂરી ભારતના સેમિકન્ડક્ટર મિશનને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રણી ભૂમિકામાં છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રને જરૂરી સહયોગ આપવા માટે ગુજરાતે સૌથી પહેલા સમર્પિત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરી હતી. સેમિકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાતમાં અત્યારે 6 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, માઈક્રોન ટેક્નોલોજી, CG સેમિ, કેન્સ સેમિકોન, સુચિ સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સ સામેલ છે. આ 6 પ્રોજેક્ટ્સ દ્વારા કુલ 14.7 બિલિયન ડૉલરનું રોકાણ આ ક્ષેત્રમાં થઈ રહ્યું છે. સુચી સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સને પણ નવા સેમિકોન્ડક્ટર એકમ સ્થાપવા મંજૂરી ફેબ્રુઆરી 2026માં માઈક્રોન ટેક્નોલોજીની ATMP સુવિધા અને માર્ચ 2026માં કેન્સ સેમિકોનની OSAT સુવિધા ખાતે કામગીરીની શરૂઆત એ ભારતના સેમિકોન્ડક્ટર ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું હતું. તાજેતરમાં, સુચી સેમિકોન અને ક્રિસ્ટલ મેટ્રિક્સને પણ નવા સેમિકોન્ડક્ટર એકમો સ્થાપવા માટે મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ્સ ભારતમાં સેમિકોન્ડક્ટર ઉત્પાદનને વેગ આપશે અને મુખ્ય સેમિકોન્ડક્ટર હબ તરીકે ગુજરાતની સ્થિતિને મજબૂત બનાવશે. સાણંદ ઓટો હબથી સેમિકન્ડક્ટર હબ સુધી ઉભરી રહ્યું છે ખૂબ જ ટૂંકા સમયગાળામાં, સાણંદના ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. માઇક્રોન ટેકનોલોજી, કેન્સ સેમિકોન બાદ હવે CG સેમિ દ્વારા પણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. એક સમયે ઓટોમોબાઇલ હબ તરીકે જાણીતું સાણંદ હવે ભારતના પ્રથમ ચિપ પેકેજિંગ ક્લસ્ટર અને વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. તાઇવાનમાં સિંશું શહેર અને દક્ષિણ કોરિયાના ગ્યોંગી શહેરની જેમ ભારતમાં સેમિકન્ડક્ટર હબ તરીકે સાણંદનો વિકાસ થઇ રહ્યો છે. આ સુવિધાના કાર્યાન્વયનથી ભારત વિશ્વસનીય અને આત્મનિર્ભર સેમિકન્ડક્ટર ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને દેશમાં સ્થિતિસ્થાપક અને આત્મનિર્ભર ટેકનોલોજી ઇકોસિસ્ટમ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝન સાથે સુસંગત છે. આ પણ વાંચો આ પણ વાંચો 28 ફેબ્રુઆરીએ PM મોદીના હસ્તે દેશની પહેલી ચિપ લોન્ચ. 28 ફેબ્રુઆરીએ ગુજરાત હવે સેમિકન્ડકટરનું હબ બનવા આગળ વધ્યું છે. સાણંદ સ્થિત માઈક્રોન સેમિકન્ડક્ટરની ATMP(એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) ફેસેલિટીનું PM મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો અને દેશની પહેલી ચિપ લોન્ચ કરી હતી. PMએ કહ્યું કે, દુનિયાને સંદેશ પહોંચી ચૂક્યો છે, ઈન્ડિયા ઈઝ કેપેબલ, ઈન્ડિયા ઈઝ કોમ્પીટીટીવ, ઈન્ડિયા ઈઝ કમિટેડ. વધુમાં જણાવ્યું હતું કે, માઈક્રોનની આ ફેસેલિટી આજનો આ કાર્યક્રમ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સહયોગ અને ભાગીદારીનું પ્રમાણ છે. ખાસ કરીને AI અને ચિપ જેવી ટેક્નોલોજીમાં ભારત અને અમેરિકાની ભાગીદારી બહુ મહત્વપૂર્ણ છે. માઈક્રોનની આ ફેસેલિટી ભારતના નવા મિજાજનું શાનદાર ઉદાહરણ છે. આજનું ભારત પોલિસીથી લઈ પ્રોડકશન સુધી કયા એપ્રોચ સાથે આગળ વધી રહ્યું છે તે અહીં દેખાઈ રહ્યું છે. માઈક્રોનની ATMP ફેસેલિટીના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાને રતન ટાટાને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, મેં એક રૂપિયાનો મેસેજ કર્યો હતો. એક રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટથી ગુજ્જુ શું કરી શકે છે તે જોઈ લો. (વાંચો સંપૂર્ણ સમાચાર) 31 માર્ચે PM મોદીએ 19,806.9 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા પીએમ મોદી એક મહિનામાં જ બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે સવારે ગાંધીનગરના કોબા ખાતે આજે (31 માર્ચ,2026)મહાવીર જયંતી નિમિત્તે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું હતુંત્યાર બાદ મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન કર્યું. સાણંદના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી વાવ-થરાદ પહોંચ્યા હતા. પીએમ મોદીએ થરાદમાં એક રોડશો પણ કર્યો હતો. વડાપ્રધાને કેન્દ્ર અને ગુજરાત સરકારના મળીને કુલ 19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર) 11 મેના વડોદરામાં દેશવાસીઓને PM મોદીની અપીલ, કહ્યું- ‘પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો’ PM મોદીએ 11મેના સતત બીજા દિવસે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની કારણે સર્જાયેલા વૈશ્વિક સંકટની વાત કરી દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અને સોનાની ખરીદી ન કરવા અપીલ કરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 5 જૂને મોદીએ દ.ગુજરાતને 18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે (5 જૂન) ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવ્યા હતા. એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (LT) પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ PM મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજીત રૂ.18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ.13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ અને રૂ.4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    Who will Argentina face in Round of 16? Full bracket & path to final for Messi & Co.
    Next Article
    'બધી છોકરીઓ સિયા જેવી નથી હોતી', VIDEO:'ખૂબ ડર લાગે છે, છોકરા-છોકરીઓની મેન્ટાલિટી ખરાબ થઈ રહી છે', સિયા અંગે અમદાવાદીઓ શું બોલ્યા?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment