Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાહુલનો આરોપ- મારો ફોન ટેપ થઈ રહ્યો છે; એનવીડિયા CEOનું ત્રીજું અફેર સામે આવ્યું; સોનું એક જ દિવસમાં ₹6500 સસ્તું

    1 day ago

    નમસ્તે, એનવીડિયા CEO જેન્સેન હુઆંગનું ત્રીજી મહિલા સાથે અફેર સામે આવ્યું છે. રાહુલ ગાંધીએ PM મોદીને 12 દિવસમાં 7મી વખત ચર્ચાનો પડકાર ફેંક્યો. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે સોનામાં ભારે ઘટાડો નોંધાયો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપનો ફાઇનલ મુકાબલો UAEમાં સવારે 10:30 વાગ્યાથી રમાશે. 2. રાહુલ ગાંધી હૈદરાબાદમાં કોંગ્રેસની ભારત સમિટમાં હાજર રહેશે. ગિગ વર્કર્સ સાથે મુલાકાત પણ કરશે. 📰 કાલના મોટા સમાચારો 1.Nvidiaના ભૂતપૂર્વ CEO જેન્સનના 'સીક્રેટ અફેર'ની હેટ્રિક!:ચીની મહિલા, કંપનીની વાઇસ પ્રેસિડેન્ટ સાથે સંબંધ હતો; 6 દિગ્ગજ કંપનીઓના CEOએ અફેરના કારણે પદ ગુમાવ્યું AI ચિપ બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગના ત્રીજા અફેરની માહિતી સામે આવી છે. રોયટર્સના અહેવાલ મુજબ, હુઆંગનો ચીની જાસૂસ અને કંપનીની અધિકારી કિમ્બર્લી ઉપરાંત એક અન્ય મહિલા કર્મચારી સાથે પણ સંબંધ હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 2.‘મોદી મારો ફોન ટેપ કરાવી રહ્યા છે’:રાહુલ ગાંધીએ કહ્યું- સામસામે ચર્ચા કરશે, તો મોદી PM નહીં રહે; 12 દિવસમાં 7મી વખત પડકાર રાહુલ ગાંધીએ શુક્રવારે પીએમ મોદી પર તેમનો ફોન ટેપ કરવાનો આરોપ લગાવ્યો. રાહુલે ઇન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી’ સેશનમાં મોબાઇલ બતાવીને કહ્યું, વિદેશી ફંડિંગના પુરાવા અહીં છે. પીએમ જાણે છે કે તેઓ મારો ફોન ટેપ કરાવી રહ્યા છે. તેમણે ફરી એકવાર ચર્ચા કરવાનો પડકાર આપ્યો. તેમણે કહ્યું કે મારી સાથે રૂબરૂ વાતચીત કર્યા બાદ મોદી પીએમ પદ પર નહીં રહે. છેલ્લા 12 દિવસમાં આ સાતમી વખત છે, જ્યારે રાહુલે પીએમ મોદીને ચર્ચા માટે કહ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. લગ્નસરામાં સોના-ચાંદીના ભાવ ધડામ:3 દિવસમાં સોનું ₹6500 સસ્તું, 7 મહિના બાદ ₹1.36 લાખથી નીચે આવ્યું; ચાંદી ₹8500 સસ્તી, ખરીદી પહેલાં આટલું ધ્યાન રાખો લગ્ન માટે સોનું-ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. સોનાની કિંમત 7 મહિના બાદ 1.36 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે આવી ગઈ છે. આ પહેલાં 23 માર્ચ 2026ના રોજ સોનું 1,35,141 રૂપિયા પર આવ્યું હતું. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, 10 ગ્રામ 24 કેરેટ સોનું આજે 1,808 રૂપિયા ઘટીને 1,35,884 રૂપિયા પર આવી ગયું છે, જે એક દિવસ પહેલાં 1.38 લાખ રૂપિયા પર હતું. આ પહેલાં 8 જાન્યુઆરી 2026ના રોજ સોનું 1,35,773 રૂપિયા પર હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ભારતની વન-ડે ક્રિકેટમાં બીજી સૌથી મોટી હાર:ચોથી મેચમાં ઈન્ડિયા 89 રનમાં ખખડ્યું, ન્યૂઝીલેન્ડ 244 રનથી જીત્યું; રોહિત-વિરાટ અને અય્યર ઝીરોમાં આઉટ ટીમ ઈન્ડિયાને 52 વર્ષના વન-ડે ઇતિહાસમાં પોતાની બીજી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડે માઉન્ટ મૌંગાનુઈમાં રમાયેલી સિરીઝની ચોથી મેચમાં ભારતીય ટીમને 244 રનથી હરાવી. ન્યૂઝીલેન્ડે ટૉસ હારતા પહેલી બેટિંગ કરતાં 333 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ 26.4 ઓવરમાં 89 રન પર ઓલઆઉટ થઈ ગઈ. મેટ હેનરીએ ભારતના પહેલી જ ઓવરમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેપ્ટન શ્રેયસ અય્યરને આઉટ કરી દીધા. સંપૂર્ણ સમાચાર વાંચો 5. આસામમાં બસ-ટ્રકની ટક્કરમાં 24નાં મોત, મોટાભાગે વિદ્યાર્થીઓ:વાહનની બોડી કાપીને મૃતદેહો બહાર કાઢ્યા; બસની ઓવર સ્પીડિંગના 12 મેમો ફાટી ચૂક્યા છે અસમના કાજીરંગામાં શુક્રવારે એક ઝડપી મિની બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અકસ્માતમાં 24 લોકોનાં મોત થયા છે. જોકે, સમાચાર એજન્સી PTIએ 12 મોતની પુષ્ટિ કરી છે. મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. ટક્કર બાદ મિની બસને ભારે નુકસાન થયું. અનેક મુસાફરો બસની અંદર ફસાઈ ગયા. બચાવ ટીમે બસ કાપીને મૃતદેહોને બહાર કાઢ્યા. બસમાં કુલ કેટલા લોકો સવાર હતા, તેની માહિતી હજુ મળી નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. PM મોદી લોકભવન પહોંચ્યા, CM-રાજ્યપાલ સહિતના નેતાઓએ સ્વાગત કર્યું:પૂર્વ MP હરિન પાઠક, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓ એરપોર્ટ પર મળ્યા, અનેક તર્ક-વિતર્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે 13 નવેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે, CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પૂર્વ MP હરિન પાઠક, ભરત બારોટ, ગોરધન ઝાડફિયા, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર, આર.એમ.પટેલ સહિતના પૂર્વ ધારાસભ્યોએ સ્વાગત કર્યું. ગાંધીનગર લોકભવન પહોંચ્યા અને ગુજરાત સરકારના મંત્રીઓ સાથે ડિનર બેઠક કરશે. ખાસ વાત એ છે કે 4 જુલાઈ, 2026ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીમંડળ સાથે બેઠક કર્યા બાદ હવે 132 દિવસ પછી વડાપ્રધાન ફરી મંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. 'બિહારના લોકો ટ્રેનના શૌચાલયમાં બેસી મુસાફરી કરવા મજબૂર':પ્રશાંત કિશોરે કહ્યું-ગુજરાતીઓ બુલેટ ટ્રેનમાં મુસાફરી કરશે અને તમારા બાળકોને પેસેન્જર ટ્રેનમાં જગ્યા પણ નહીં મળે દિવાળી અને છઠ મહાપર્વ નિમિત્તે સુરતમાંથી રેકોર્ડબ્રેક સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વતન રવાના થયા છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. બિહારના ધારાસભ્ય અને નેતા પ્રશાંત કિશોરે ગુજરાતથી બિહાર જતા શ્રમિકોની ટ્રેનમાં થતી ભીડ અને અવ્યવસ્થા અંગે વીડિયો મારફતે કેન્દ્ર સરકાર અને રેલવે તંત્રની આકરી ટીકા કરી છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, છઠ પર્વ આવ્યો છે. છેલ્લા 4 દિવસથી એક જ સમાચાર ચાલી રહ્યા છે, કયા રેલવે સ્ટેશન પર બિહારના કેટલાય યુવાનો ધક્કા ખાઈ રહ્યા છે? કોઈ ટ્રેન પર ચઢી શકતું નથી અને જો કોઈ ચઢે છે તો પોતાના જ પૈસા ખર્ચીને ટ્રેનના શૌચાલયમાં બેસીને વતન આવવા માટે મજબૂર બન્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું:AQI 478 પર પહોંચ્યો; રાજસ્થાનમાં વાવાઝોડા-વરસાદનું યલો અલર્ટ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ સૈનિકની 'હિંમત' સામે ઝૂક્યા અમેરિકી રક્ષા મંત્રી:યુદ્ધ સ્મારક પાસે હસી રહેલા હેગસેથને ચૂપ કરાવનાર સૈનિકને મળ્યો મેડલ, હેગસેથે પોતે જ સન્માનિત કર્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ મણિપુરમાં ઉગ્રવાદીઓના ગોળીબારમાં 4નાં મોત:ઉખરુલ જિલ્લામાં વાહનો પર ફાયરિંગ, મૃતકોમાં બે મહિલાઓ સામેલ, વિસ્તારમાં તણાવ (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ ‘હવે કોઈ ડીલની જરૂર નથી’:ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ વેન્સને ઈરાન મામલામાંથી બહાર કર્યા, શાંતિ પ્રસ્તાવ ફગાવીને ડેમોક્રેટિક રાજ્યોમાં 'ભ્રષ્ટાચાર'ના તપાસના કામે લગાડ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ Nvidiaના નવા CEOની રેસમાં 7 નામ:ટ્રમ્પે ટિમ કૂકનું નામ સૂચવ્યું; કંપનીના CFOને વચગાળાની જવાબદારી મળી (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ આજે લાભ પાંચમ:વેપાર-ધંધામાં બરકત માટે 5 શુભ ચોઘડિયામાં ખોલો દુકાન-ઓફિસ, જાણો લક્ષ્મી-ગણેશ પૂજાની વિધિ (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સઃ 'ખ્વાજાના સેન્ડપેપરવાળા દાવા બકવાસ':કમિન્સે કહ્યું- 2018 બોલ ટેમ્પરિંગની જાણકારી ટીમને નહોતી; તેને ખબર હતી, તો તે જ સમયે રોકી દેવું હતું ને (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ચાર નોટ પર ઊભી કરી દીધી લાખોની થાર રાજસ્થાનના બુંદીમાં ભેરુજી મેળો ભરાય છે. અહીં કલાકારોએ થારના ચારેય પૈડાં 50 રૂપિયાની નોટ પર ટેકવીને ગાડી ઊભી કરી દીધી. આ જ રીતે અનેક વાહનોને અલગ-અલગ સામાન પર ઊભા કરવામાં આવ્યા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. 100 યુદ્ધ જહાજોથી ચીને તાઇવાનને ઘેર્યું:40 હજાર ટનની વોરશિપે દુનિયાને ધ્રૂજાવી, અમેરિકાને સીધી ચેલેન્જ, તાઇપેઇ તૂટે તો સાણંદથી ધોલેરા સુધી ખતરો 2. ભારતના પ્રથમ ઇન્ફ્લૂએન્સર રોબોટનો ગજબ ઇન્ટરવ્યૂ:ગુજરાતીઓના સ્વભાવથી માંડીને AI ભવિષ્યના આપ્યા જવાબ; રોબોટના લગ્ન, લાગણી વિશે 'એલેક્સ'ના મજેદાર તર્ક 3. 'રામાયણ'ના લક્ષ્મણે એકતા કપૂરનું સિંહાસન ડોલાવી નાખ્યું:કિસિંગ સીન ભજવવાનું કહેતા રવિ દુબેની ધમકી, એક સમયે બે ટંક ખાવાની ચિંતા હતી ને આજે દોમ દોમ સાહ્યબી 4. આજનું એક્સપ્લેનર:પાકિસ્તાને 3 મહિનામાં ₹578 કરોડનો ભારતીય સામાન ખરીદ્યો, પ્રતિબંધ છતાં વેક્સિન-લોહી કેવી રીતે પહોંચ્યું; વાર્ષિક ₹94,000 કરોડના ઇમ્પોર્ટનો દાવો 5. '8 વર્ષનો દીકરો ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યો છે':'ઓનલાઈન દુનિયા સુરક્ષિત નથી, બાળકને ડિજિટલ સુરક્ષા વિશે ક્યારે અને કેવી રીતે શીખવવું' 6. રામામંડળમાં નામ બોલાયું, મંત્રી શરમાઈ ગયા:પિકનિક કરવા ગયેલા નેતાનો જીવ રાજકોટમાં ચોંટ્યો; પ્રમુખે ઘરે સ્નેહમિલન ગોઠવ્યું, કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: લાભ પાંચમે તુલા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો પર મહાલક્ષ્મીની કૃપા, મીન રાશિના જાતકોએ ઉતાવળ ટાળવી (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    SpaceX Aborts Starship Booster Recovery Due To Technical Issue
    Next Article
    यमुना साफ है तो छठ घाट पर बाहर से पानी क्यो? । Delhi Yamuna Ground Report

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment