Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેન્સન હુઆંગના બે અફેર હતા:મહિલા કર્મચારી સાથે પણ સંબંધ; એનવિડિયાના CEO પદેથી હટાવવાની તૈયારી, કંપનીની માર્કેટ વેલ્યુ ₹27 લાખ કરોડ ઘટી

    7 hours ago

    વિશ્વની સૌથી મોટી ચિપ ઉત્પાદક કંપની એનવિડિયાના CEO જેન્સન હુઆંગના બીજા અફેર વિશે પણ જાણવા મળ્યું છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, હુઆંગનું એનવિડિયાની એક મહિલા અધિકારી સાથે અફેર હતું. આ અધિકારીની ઓળખ કંપનીની હેલ્થકેર વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ તરીકે કરવામાં આવી છે. તેઓ સીધી રીતે જેન્સન હુઆંગને રિપોર્ટ કરતા હતાં. આ પહેલાં જેન્સને ચીની જાસૂસ એલિસ હુઆંગ સાથેના અફેર અંગે વાત સ્વીકારી જ હતી. આ વિવાદની અસર કંપનીના શેરો પર પણ પડી છે. કંપનીનું માર્કેટ વેલ્યુએશન 300 અબજ ડોલર (લગભગ 27 લાખ કરોડ રૂપિયા)થી વધુ ઘટી ચૂક્યું છે. એનવિડિયા હવે જેન્સનને CEO પદેથી હટાવવાની તૈયારી કરી રહી છે. ગુરુવારે યોજાનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. ટ્રમ્પને જેન્સનના અફેર વિશે 6 મહિનાથી જાણ હતી સીએનએનના અહેવાલ મુજબ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ વર્ષની મે મહિનામાં ચીનની મુલાકાત પહેલાં જ તેની જાણકારી આપી દીધી હતી. ટ્રમ્પને ગુપ્તચર મેમોમાં જણાવવામાં આવ્યું હતું કે હુઆંગના સંબંધો એક એવી મહિલા સાથે છે, જેને અમેરિકન અધિકારીઓ ચીની જાસૂસ માની રહ્યા છે. તેમ છતાં ટ્રમ્પ હુઆંગને બેઇજિંગ લઈ ગયા હતા. તેમણે અલાસ્કાથી રાષ્ટ્રપતિ સાથે એર ફોર્સ વન વિમાનમાં મુસાફરી પણ કરી હતી. જોકે, વાઇટ હાઉસે આ અહેવાલને ફગાવી દીધો છે. આ દરમિયાન, અમેરિકન સાંસદોએ જાન્યુઆરીમાં કોંગ્રેસના નવા સત્ર બાદ આ મામલે વિગતવાર તપાસના સંકેતો આપ્યા છે. જેન્સનના છૂટાછેડા થશે તો તે દુનિયાના સૌથી મોંઘા હશે જેન્સન હુઆંગ અને તેમની પત્ની લોરી વચ્ચે છૂટાછેડાની અટકળો તેજ બની છે. જો બંનેના છૂટાછેડા થાય છે, તો લોરીને 80 બિલિયન ડૉલર એટલે કે આશરે 7.20 લાખ કરોડ રૂપિયા મળી શકે છે, જે ઇતિહાસનો સૌથી મોંઘો છૂટાછેડાનો કરાર હશે. સાથે જ લોરી વિશ્વની ચોથી સૌથી અમીર મહિલા પણ બની જશે. જેન્સન અને લોરીએ 1985માં લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છે. જેન્સને 8 નવેમ્બરે એક ચીની મહિલા સાથે અફેર હોવાની વાત સ્વીકારી હતી. જોકે, લોરીએ છૂટાછેડા અંગે અત્યાર સુધી કોઈ નિવેદન આપ્યું નથી. કાયદા હેઠળ પત્નીને અડધી સંપત્તિનો હક જેન્સન અને લોરી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં રહે છે. અહીંના કાયદા મુજબ, લગ્ન દરમિયાન બનેલી સંપત્તિમાં પત્નીનો 50% હિસ્સો હોય છે. 1993માં શરૂ થયેલી એનવિડિયાની માર્કેટ કેપ લગભગ 405 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે જેન્સનની વ્યક્તિગત સંપત્તિ 14.56 લાખ કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં લોરીને લગભગ 7.20 લાખ કરોડ રૂપિયા મળી શકે છે. આ રકમ 2021માં બિલ ગેટ્સ અને મેલિન્ડા વચ્ચે થયેલા 76 બિલિયન ડૉલર એટલે કે લગભગ 7.10 લાખ કરોડ રૂપિયાના છૂટાછેડાના કરાર કરતાં પણ વધુ હશે. જેન્સને લખ્યું- મારાથી ભૂલ થઈ જેન્સન હુઆંગે રવિવારે એનવિડિયાના તમામ કર્મચારીઓને એક આંતરિક સંદેશ મોકલ્યો. તેમાં તેમણે સ્વીકાર્યું કે તેઓ પોતાની પત્ની પ્રત્યે વફાદાર રહ્યા નહોતા. હુઆંગે લખ્યું, મારા આ પગલાથી મારી પત્ની અને બાળકોને ઘણું દુઃખ પહોંચ્યું છે. મને તેનો પસ્તાવો છે. તમારી સૌનો વિશ્વાસ જાળવી રાખવાની મારી જવાબદારી હતી, પરંતુ હું તેમાં નિષ્ફળ રહ્યો. જોકે, પોતાના આ સંદેશમાં તેમણે કોઈ મહિલાનું નામ લીધું નથી. ચીની મહિલા જાસૂસીમાં સામેલ હોવાની શંકા જે મહિલા સાથે જેન્સનના સંબંધોની વાત સામે આવી છે, તેમનું નામ એલિસ હુઆંગ છે. અમેરિકન ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે તેઓ ચીનના ગુપ્તચર વિભાગ માટે કામ કરી રહ્યાં હતાં. એલિસ હુઆંગ ચીનનાં નાગરિક છે. તેઓ સિંગાપોરની ડેટા સેન્ટર કંપની 'મેગાસ્પીડ'માં સિનિયર એક્ઝિક્યુટિવના પદ પર કામ કરી ચૂક્યાં છે. અહેવાલો અનુસાર, એલિસ ટેક અને ડેટા સેન્ટર બિઝનેસમાં પ્રવેશ કરતાં પહેલાં ટીવી રિપોર્ટર હતાં. તેમના અંગત જીવન વિશે વધુ વિગતો ઉપલબ્ધ નથી. જેન્સનની સંપત્તિ ઘટીને 6.92 લાખ કરોડ રૂપિયા થઈ એલિસ-જેન્સનના સંબંધો અને જાસૂસી કેસની તપાસ શરૂ થયા બાદથી એનવિડિયાના શેરમાં 5% સુધીનો ઘટાડો થયો છે. જેન્સનની સંપત્તિ ઘટીને 6.92 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ફોર્બ્સની અમીરોની યાદીમાં જેન્સન બે સ્થાન નીચે સરકીને 10મા ક્રમે આવી ગયા છે. આ ઉથલપાથલ વચ્ચે રોકાણકારોની નજર 17 નવેમ્બરે જાહેર થનારા કંપનીના ત્રિમાસિક પરિણામો પર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    Ramayana Crosses Rs 500 Crore Milestone On Day 7, But Ranbir's Film Sees Slight Dip In Box Office Collection
    Next Article
    Nvidia Board Prepares To Fire CEO Jensen Huang Over 2 Affairs: Report

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment