Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા રામ મંદિરના પ્રથમ CEO બન્યા, નેપાળ PMએ ભારતનો આભાર માન્યો; પહેલી ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં યોજાશે

    7 hours ago

    નમસ્તે, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં પહેલીવાર ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ની નિમણૂક થઈ છે. નેપાળમાં પૂર પછી ભારત તરફથી મોકલવામાં આવેલી રાહત મદદ પર નેપાળના પીએમ બાલેન્દ્ર શાહે ભારત સરકારનો આભાર માન્યો છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે ભારત પહેલી ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની કરશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી અને બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત થશે. 2. CAPFની જૂની પેન્શન યોજના સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 📰 કાલના મોટા સમાચારો 1. રામમંદિરના પહેલા CEO બન્યા પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા:ઓપરેશન સિંદૂરમાં પશ્ચિમી વાયુ કમાનને લીડ કરી હતી; 3 નવા ટ્રસ્ટીઓની પણ જાહેરાત કરી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પૂર્વ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને અયોધ્યા રામ મંદિરના પહેલા CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર) બનાવ્યા છે. બુધવારે યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. દેવરિયાના રહેવાસી જિતીન્દ્ર મિશ્રાએ ઓપરેશન સિંદૂરમાં પશ્ચિમી વાયુ કમાનને લીડ કરી હતી. આ સિવાય બેઠકમાં દિલ્હીના મહેશ ભાગચંદકા, અયોધ્યાના એડવોકેટ મદન મોહન પાંડે અને RSS સાથે જોડાયેલા શિકોહાબાદના નિર્મલા યાદવને ટ્રસ્ટી બનાવ્યાં છે. આ પહેલા 2 જુલાઈએ યોજાયેલી બેઠકમાં મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. નેપાળી PM સંસદમાં બોલ્યા- ભારતનો આભાર:કહ્યું- યોગ્ય સમયે પાડોશી દેશોએ મદદ પહોંચાડી; 7 દિવસમાં 1200 થી વધુ લોકોનાં મોત નેપાળના વડાપ્રધાન બાલેન શાહે પૂર રાહત અને બચાવ કાર્યોમાં મદદ કરવા બદલ સંસદમાં ભારત અને ચીનનો આભાર માન્યો. બુધવારે સંસદને સંબોધતા તેમણે કહ્યું કે બંને પાડોશી દેશોએ સમયસર રાહત સામગ્રી, ટેકનિકલ ટીમો અને તાત્કાલિક મદદ મોકલી. ભારતે રાહત સામગ્રીનો પાંચમો જથ્થો મોકલ્યો છે. ભારતીય ટીમો સુરંગોમાં સર્ચ ઓપરેશન અને મૃતદેહોની ઓળખમાં મદદ કરી રહી છે. જ્યારે, ચીને ગ્યિરોંગ બોર્ડર સુધી જતો હાઈવે ખોલી દીધો છે, જેનાથી રાહત ટીમો અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચી રહી છે. પૂરને કારણે અત્યાર સુધીમાં કુલ 1,225 લોકોના મોત થયા છે. તેમાં નેપાળમાં 1,204 અને તિબેટમાં 21 લોકોના જીવ ગયા છે. 4700 થી વધુ લોકો ગુમ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. આંધ્રપ્રદેશમાં એન્ટી-મેલેરિયા દવાથી બાળકીનું મૃત્યુ:52 લોકો હોસ્પિટલમાં દાખલ; મેલેરિયાની તપાસ બાદ દવાઓનું વિતરણ કર્યું હતું આંધ્રપ્રદેશના પોલાવરમ જિલ્લાના ગોલ્લાગુપ્પા ગામમાં એન્ટી-મલેરિયા દવા ખાધા પછી 52 લોકો બીમાર પડ્યા, જ્યારે 7 વર્ષની બાળકી મદિવી જમુનાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. અસરગ્રસ્ત લોકોમાં બાળકો અને ગ્રામજનોનો સમાવેશ થાય છે. ગામમાં મલેરિયાથી બચવા માટે ક્લોરોક્વિનની ગોળીઓ વહેંચવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગામમાં કુલ 71 લોકોને ક્લોરોક્વિનની દવા આપવામાં આવી હતી, ત્યારબાદ ઘણા લોકોને તબિયત બગડવાની ફરિયાદ થઈ. જમુનાને ઉલટી અને પેટમાં બળતરા થયા બાદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું. હાલમાં 52 અસરગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સુશાંતની મેનેજર દિશા સાલિયાનના મોતની તપાસ CBI કરશે:હાઈકોર્ટનો આદેશ; 2020માં એક્ટરના મોતના 6 દિવસ પહેલાં 14મા માળેથી પડી હતી બોમ્બે હાઈકોર્ટે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોતના કેસમાં CBI તપાસનો આદેશ આપ્યો છે. કોર્ટે કેસમાં FIR નોંધવાનો પણ નિર્દેશ આપ્યો છે. દિશાનું મોત 8 જૂન 2020ના રોજ મુંબઈના મલાડમાં એક ઈમારતના 14મા માળેથી પડ્યા પછી થયું હતું. દિશાના મોતના છ દિવસ પછી 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત પણ મૃત મળી આવ્યા હતા. દિશાના પિતા સતીશ સાલિયાને હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પુત્રીના મોતની નવેસરથી તપાસ અને CBI તપાસની માગ કરી હતી. તેમનો આરોપ હતો કે દિશા સાથે ગેંગરેપ અને હત્યા થઈ હતી અને કેસને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 5000 અમેરિકી સૈનિકો વેકેશન માણવા થાઈલેન્ડ પહોંચ્યા:પણ રેડ લાઈટ એરિયામાં જવાની મનાઈ, 50 સેક્સ વર્કર્સની પોલીસે અટકાયત કરી અમેરિકી એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન બુધવારે સવારે થાઈલેન્ડના લામ ચાબાંગ પોર્ટ પર પહોંચી ગયું છે. આ એરક્રાફ્ટ પર છેલ્લા 9 મહિનાથી 5 હજાર સૈનિકો તૈનાત છે. USS અબ્રાહમ લિંકન સાથે અમેરિકી નૌકાદળના બે અન્ય જહાજો પણ પહોંચ્યા છે. આ સૈનિકોને બસો દ્વારા લગભગ 96 કિમી દૂર પટાયા લઈ જવામાં આવશે. અહીં તેઓ 5 દિવસ રજાઓ ગાળશે. BBCના રિપોર્ટ અનુસાર, સૈનિકોને દેહ વ્યાપાર સાથે સંકળાયેલા કેટલાક ખાસ વિસ્તારોમાં જવા પર રોક લગાવવામાં આવી છે. પોલીસે અમેરિકી સૈનિકોના આગમન પહેલાં પટાયા શહેરમાં દેહ વ્યાપાર વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી દીધી છે. રોયટર્સ અનુસાર, દરોડા પાડીને લગભગ 50 સેક્સ વર્કર્સને કસ્ટડીમાં લીધા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગાંધીનગરમાં સચિવાલયના નિવૃત કર્મચારીની હત્યા:પુત્રએ ફ્લેટનો દરવાજો ખોલતા પિતાની લોહીલુહાણ હાલતમાં લાશ મળી, પરિચિતે જ હત્યા કર્યાની આશંકા ગાંધીનગરના માણસામાં અંબોડ હાઈ-વે પર પ્રિયંકા ગોલ્ડ સોસાયટીમાં પાંચમા માળે આવેલા બંધ ફ્લેટમાંથી સચિવાલયના નિવૃત્ત કર્મચારીની લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવી છે. આ મકાનમાંથી કોઈ સામાન ગાયબ ન હોવાથી તેમજ લૂંટના કોઈ પુરાવા ન મળતાં અંગત અદાવતમાં કોઈ પરિચિત વ્યક્તિએ જ હત્યાને અંજામ આપ્યાનું આશંકા સેવાઈ છે. હાલ માણસા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ FSLની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગત અનુસાર મૃતકની ઓળખ 61 વર્ષીય બાબુલાલ વાલીગ ડોડીયાળ તરીકે થઈ છે, જેઓ વર્ષ 2023માં ગાંધીનગર સચિવાલય ખાતે પટાવાળા તરીકે નિવૃત્ત થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. લાંબા વિરામ બાદ અમરેલીના રાજુલામાં વરસાદી ઝાપટું:આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં 35 ટકા વરસાદની ઘટ ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આજે 2 સપ્ટેમ્બર અને આવતીકાલે 3 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થોડા સ્થળોએ વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવો વરસાદ પડી શકે છે. 1 સપ્ટેમ્બરે અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.3 ડિગ્રી નોંધાયું. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની તૈયારી?:ગડકરીનું ખાતું બદલાઈ શકે, અશ્વિની વૈષ્ણવનું વધી શકે કદ; 17 નવા યુવા ચહેરાને સ્થાન, 2027-2029ની ચૂંટણીને ધ્યાને રાખી ઘડાશે નવી ટીમ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : 2 દિવસ પછી અમેરિકાનો ઈરાન પર ફરી મિસાઈલ હુમલો:12ના મોત, 68 ઘાયલ; જવાબમાં જોર્ડન-બહેરીનના અમેરિકી મિલિટરી બેઝ પર ઈરાની હુમલો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : કર્ણાટકના મુખ્યમંત્રી બોલ્યા- સીતાનું ચરિત્ર ભગવાન રામથી મોટું:કહ્યું- મહિલાઓ સંસદ સુધી નેતૃત્વ સંભાળે, સરકાર પૂરો સાથ આપશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : રિપોર્ટ- રશિયાની મદદથી ઈરાને ખતરનાક સુપરસોનિક મિસાઈલ બનાવી:3 વર્ષ લાગ્યા, અમેરિકી જહાજો પર હુમલામાં ઉપયોગ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ભૂલથી ખોટા નંબર કે બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા?:ગભરાવાને બદલે ફટાફટ કરો આ કામ, તમારા પૂરેપૂરા રૂપિયા પરત મળી જશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : દુલીપ ટ્રોફી- તિલકે સદી પછી ફિફ્ટી પણ ફટકારી, સાઉથ-ઝોન ફાઈનલમાં:નોર્થ ઝોનને 7 વિકેટે હરાવ્યું; વૈભવ સૂર્યવંશીની ટીમ સામે ટાઇટલ મુકાબલો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સુખ-સમૃદ્ધિના કારક શુક્રનું તુલા રાશિમાં ગોચર:માલવ્ય અને લક્ષ્મી નારાયણ યોગ ચમકાવશે કિસ્મત, 6 નવેમ્બર સુધી કન્યા, ધન સહિત 6 રાશિની તિજોરી છલકાશે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ Gen-Zનો એક નવો ડેટિંગ ટ્રેન્ડ અમેરિકા અને બ્રિટનમાં કેટલાક Gen-Zનું માનવું છે કે શરીરની ગંધ તેમને વધુ આકર્ષક બનાવી શકે છે. તેને ‘ફેરોમોન-મેક્સિંગ’ કહેવામાં આવી રહ્યું છે. કેટલાક લોકો ઘણા દિવસો સુધી નહાવાથી બચે છે અને ધોયા વગરના કપડાંમાં ડેટ પર જવાની વાત પણ કરી રહ્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સોનાના શાપિત સિક્કાઓ, જેણે પણ હાથ લગાડ્યો, બરબાદ થઈ ગયા: ઘરમાં તંત્ર-મંત્ર કરીને છુપાવી દેવાયા હતા? મજૂરો જેલમાં, પોલીસ સસ્પેન્ડ ને મકાનમાલિક હજી પણ ખાલી હાથે 2. Editor's View : યુદ્ધ 2.0થી દુનિયા ફરી ધ્રૂજી: અમેરિકાનો ઇરાન પર ભીષણ હુમલો, હોર્મુઝનાં બે ફાડિયાં, રશિયાનાં વોર મશિનનું સિક્રેટ ખુલ્યું, પુતિનને મોદીના ઠપકાથી પશ્ચિમ મલકાયું 3. પારકી પંચાત : ‘ડાફોળિયા મારતા દેખાશો તો ફીટ કરી દઈશ’: સાતમ-આઠમના મેળા પહેલા સાહેબે લુખ્ખાઓને રેચ આપ્યો; BJPની ઓફિસમાં જ બે નેતા એકબીજાને ના બોલવાનું બોલી ગયા 4. આજનું એક્સપ્લેનર: વડાપ્રધાન શા માટે નથી ઇચ્છતા કે તમે સોનું ખરીદો કે વિદેશ ફરવા જાઓ?; અગાઉની અપીલથી સોનાની ખરીદી 20% ઘટી હતી 5. જોજો, ક્યાંક તમારું PF ખાતું ખાલી ન થઈ જાય!: સાયબર ઠગોએ મોકલેલા ફેક મેસેજ, લિંક અને કૉલને આ રીતે ઓળખો, જીવનભરની બચતને 9 સરળ ટિપ્સથી બચાવો 6. નિયમિત કસરત છતાં સાથળ-હિપ્સની ચરબી ઓછી નથી થતી?: સામાન્ય સ્થૂળતા ન ગણો, લિપેડેમાની શક્યતા; જાણો લક્ષણો, સારવાર અને બચવાના ઉપાયો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:તુલા અને મીન રાશિ માટે ગ્રહ સ્થિતિ ફળદાયી રહેશે, સફળતા મળી શકે છે, ધન જાતકોએ ઈગો ન રાખવો (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    US Court Blocks Trump's Newest Order Limiting Birthright Citizenship
    Next Article
    From Hunger To Obesity: Developing World Faces Growing Threat To Child Health

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment