Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામ મંદિરના CEO બનવા પૂર્વ IAS, IPS-સૈન્ય ઑફિસરો વચ્ચે હોડ!:34 સવાલોના જવાબ આપી દિગ્ગજોએ આપ્યો ઇન્ટરવ્યૂ; કટ્ટર હિંદુ છો કે આસ્થાવાન?, ચોંકાવનારા સવાલો પૂછાયા

    11 hours ago

    અયોધ્યા રામ મંદિરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) માટે મંગળવારે 8 પૂર્વ અધિકારીઓએ ઇન્ટરવ્યૂ આપ્યો. તેમાં 3 પૂર્વ IAS, એક IPS અને 4 પૂર્વ સૈન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ રહેલા પૂર્વ IPS રાજેશ પાંડેય અને જૌનપુરના પૂર્વ DM દિનેશ ચંદ્રએ પણ ઇન્ટરવ્યૂ આપ્યો. ઇન્ટરવ્યૂ સવારે 11:30 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ચાલ્યો. સૂત્રો અનુસાર, દરેક ઉમેદવારનો 15-20 મિનિટ સુધી ઇન્ટરવ્યૂ થયો. તેમને ક્યાં-ક્યાં કામ કર્યું? ધાર્મિક ક્ષેત્રમાં શું કામ કર્યું? ભગવાન રામમાં કેટલી શ્રદ્ધા છે? પરિવારમાં કોણ-કોણ છે? આ પ્રકારના પ્રશ્નો પૂછ્યા. 4 દિવસ સુધી ચાલનારા ઇન્ટરવ્યૂમાં 18 ઉમેદવારો ભાગ લેશે. તેમાંથી 3 નામ ફાઇનલ થશે. પછી આ ત્રણેયનો શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ઇન્ટરવ્યૂ લેશે અને અંતે એક નામ ફાઇનલ કરશે. CEO પદ માટે 5,300થી વધુ લોકોએ અરજી કરી હતી, પરંતુ માત્ર 18 લોકોને શોર્ટલિસ્ટ કર્યા. આમાં અયોધ્યાના પૂર્વ DM યોગેશ્વર રામ મિશ્રાનું નામ પણ સામેલ છે. હજુ 15 લોકોના નામ સામે આવ્યા નથી. નિવૃત્ત જસ્ટિસ પ્રમોદ કોહલી, પૂર્વ વૈજ્ઞાનિક ડો. સુરેશ હાવડે અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. જે અધિકારીઓના નામ સામે આવ્યા છે, તેમના વિશે જાણો 5,300 લોકોએ અરજી કરી, 34 પ્રશ્નોથી થઈ ચકાસણી રામ મંદિર દાન ચોરીનો મામલો સામે આવ્યા બાદ ટ્રસ્ટે CEO પદ માટે 13થી 18 જુલાઈ સુધી અરજીઓ મંગાવી હતી. અરજદારો પાસેથી ઓનલાઈન ગૂગલ ફોર્મથી 34 પ્રશ્નોના જવાબ માંગ્યા હતા. આના આધારે ટીમે 5,300 અરજીઓની ચકાસણી કરી. તેમાંથી 18 ઉમેદવારો પદ માટે યોગ્ય જણાયા. આ પછી તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા. અરજદારો માટે આ મુખ્ય શરતો રાખવામાં આવી હતી અરજદારોને પૂછ્યું હતું- કટ્ટર હિંદુ છો કે આસ્થાવાન
    Click here to Read More
    Previous Article
    સીરિયામાં પૂર્વ રાષ્ટ્રપતિ અસદને ફાંસીની સજા:લાખો લોકોના મોત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા; પિતરાઈ ભાઈને પાંજરામાં કોર્ટમાં લાવવામાં આવ્યો
    Next Article
    કોતર ઓવરફ્લો થતાં મહીસાગરના સુવા ગામમાં પાણી ઘૂસ્યા:વૈદ્ય પાસે દવા લેવા આવેલા 100થી વધુ લોકો ફસાયા, 8 મકાન પાણીમાં ગરકાવ, 30 લોકોનું રેસ્ક્યૂ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment