Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ બંને વચ્ચેના CDR રજૂ ન કરી શકી:રાંદેરના 5 લાખના ડ્રગ્સ કેસમાં તૌસિફને સજા, શાહિદ મુક્ત, કબાટમાંથી ઝડપાયું હતું MD ડ્રગ્સ

    2 days ago

    સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા પીસ પોઈન્ટ એપાર્ટમેન્ટમાંથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા રૂપિયા 5 લાખની કિંમતના 50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં સુરત સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી સૈયદ તૌસિફને દોષિત ઠેરવી 15 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાડેલા દરોડા દરમિયાન તૌસિફના ફ્લેટના બેડરૂમમાં આવેલા કબાટના ડ્રોવરમાંથી ક્રીમ રંગનો શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો, જે એફએસએલ તપાસમાં નશીલો પદાર્થ સાબિત થયો હતો. CDR અને નાણાકીય કડી ન મળતાં સહ-આરોપી મુક્ત આ કેસમાં પકડાયેલા સહ-આરોપી મોહમદ શાહીદ ખત્રીને પૂરતા પુરાવાના અભાવે કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસ બંને આરોપીઓ વચ્ચેની વાતચીતના કોલ ડિટેઇલ રેકોર્ડ કે આરોપીના ઘરેથી મળેલી નોટબુકમાં દર્શાવેલી નાણાકીય લેવડ-દેવડ અંગે કોઈ નક્કર કડી અદાલત સમક્ષ સાબિત કરી શકી નહોતી. કોર્ટે સ્પષ્ટ નોંધ્યું કે માત્ર સહ-આરોપીના પોલીસ સમક્ષના કથિત નિવેદનના આધારે કોઈ વ્યક્તિને સજા ન થઈ શકે, જેથી શાહીદ મુક્ત થયો હતો. ‘ડ્રગ્સ યુવાધનને બરબાદ કરતી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ’ ચુકાદો આપતાં અદાલતે કડક અવલોકન કર્યું હતું કે સુરત જેવા આર્થિક રીતે સમૃદ્ધ શહેરમાં બહારથી ડ્રગ્સ ઘુસાડીને યુવાધનને નશાના રવાડે ચડાવવાનો વેપાર સમાજ અને દેશના અર્થતંત્ર બંને માટે મોટો ખતરો છે. આવા ગેરકાયદે કાળા કારોબારથી યુવા પેઢી બરબાદ થઈ રહી છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતા આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે દાખલારૂપ અને કડક સજા કરવી અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    30 ઓક્ટોબરનું અંકફળ:અંક 7 અને 8ના જાતકો માટે નવી તકોનું સર્જન થશે, અંક 2 અને 6ના લોકોને નોકરી-ધંધામાં સારું રહેશે
    Next Article
    પોસ્ટમોર્ટમમાં હત્યાનો ખુલાસો:રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-4 પરથી ડીંડોલીના આધેડનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment