Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂકાંડમાં કેમિકલ સપ્લાય નેટવર્કનો પર્દાફાશ:ભચાઉથી વધુ એક શખ્સ પકડાયો, CDRના આધારે પોલીસકર્મીઓ પણ રડારમાં

    2 days ago

    ભાવનગર જિલ્લામાં ચકચાર મચાવનારા ઝેરી લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા હાથ ધરાયેલી તપાસનો ધમધમાટ સતત 5મા દિવસે પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. ઝેરી દારૂના કારણે અત્યાર સુધીમાં 13 નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે, જેને પગલે સમગ્ર કેસની તપાસ SMC ને સોંપવામાં આવી હતી. તપાસ ટીમે અગાઉ 27 આરોપીઓને ઝડપી લીધા બાદ હવે નકલી દારૂ બનાવવાનું કેમિકલ-મટીરીયલ સપ્લાય કરનારા વધુ એક મુખ્ય સૂત્રધાર ઈશ્વરભા ગઢવીને કચ્છના ભચાઉ ખાતેથી દબોચી લીધો છે. આ સાથે જ કેસમાં ઝડપાયેલા કુલ આરોપીઓની સંખ્યા 28 પર પહોંચી ગઈ છે. બીજી તરફ સ્થાનિક પોલીસની ભૂમિકા સામે પણ ખાતાકીય તપાસનો ગાળિયો કસાતાં પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ભચાઉથી ઝડપાયેલા ઈશ્વરભા ગઢવીના 8 દિવસના રિમાન્ડ મંજૂર ઝેરી દારૂકાંડની ઊંડાણપૂર્વકની તપાસમાં મુખ્ય આરોપીઓની આકરી પૂછપરછ દરમિયાન મળેલી મહત્ત્વપૂર્ણ કડીઓના આધારે SMC ની ટીમે ભચાઉમાં છાપો મારીને ઈશ્વરભા ગઢવીની ધરપકડ કરી હતી. આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં અદાલતે તેના 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. અગાઉ ઝડપાયેલા રઈશ અંસારી સહિતના 14 આરોપીઓ તેમજ કેમિકલ સપ્લાયર આનંદ છાંડી સહિતના અન્ય 13 આરોપીઓ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે હવે ઈશ્વરભાની પૂછપરછ કરી આ ગેરકાયદે નેટવર્કમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓ સુધી પહોંચવા તંત્રએ કવાયત હાથ ધરી છે. કૉલ ડિટેઇલના આધારે શંકાસ્પદ પોલીસ કર્મચારીઓની ખાતાકીય તપાસ તેજ આ લઠ્ઠાકાંડમાં બુટલેગરોની સાથે સ્થાનિક પોલીસની મિલીભગત અને શંકાસ્પદ ભૂમિકા પણ તપાસના કેન્દ્રબિંદુમાં છે. SMC ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત ખાતાકીય તપાસ ચલાવવામાં આવી રહી છે. આરોપીઓના કોલ ડિટેઇલ રેકોર્ડ્સ (CDR) ના આધારે તેમના સંપર્કમાં રહેલા સ્થાનિક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને વારાફરતી બોલાવીને આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમના સત્તાવાર નિવેદનો નોંધાઈ રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ ફરજમાં બેદરકારી દાખવનાર કે બુટલેગરોને છાવરનાર જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. સાહેદોના નિવેદન પૂર્ણ, હવે આગળની કાનૂની કાર્યવાહી થશે: SMC IG ગગનદીપ ગંભીર સમગ્ર કેસની તપાસ અંગે પ્રથમવાર મીડિયા સમક્ષ સત્તાવાર પ્રતિક્રિયા આપતાં SMC વડા અને આઈજી ગગનદીપ ગંભીરે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 5 દિવસથી ભાવનગરમાં કેમ્પ કરીને આરોપીઓ, સ્થાનિક સાહેદો અને પોલીસ અધિકારીઓની ઝીણવટભરી પૂછપરછ કરી રહ્યા છે. સ્થાનિક સાહેદોને ગાંધીનગર સુધી લાંબા ન થવું પડે તે હેતુથી તમામના સ્ટેટમેન્ટ ભાવનગરમાં જ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. હવે સાક્ષીઓના નિવેદનો અને પુરાવાઓના આધારે આગળની વિસ્તૃત કાનૂની અને ખાતાકીય તપાસ આગળ ધપાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    શેરબજાર અને રિયલ એસ્ટેટમાં બમ્પર નફાની લાલચ આપી ખંડણી ઉઘરાવતો:મંદિર-ગુરુદ્વારામાં ધાર્મિકતાનો ઢોંગ કરી લાખોની ઠગાઈ આચરતો રીઢો ઠગ પંજાબથી ઝડપાયો, 28.13 લાખ પડાવ્યા
    Next Article
    Prosecution Relief Likely For Minister Over Colonel Sofiya Qureshi Remarks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment