Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં નવા CDPO ગૌરીબેન અલગોતરે પદભાર સંભાળ્યો:આંગણવાડી કાર્યકરોએ સ્વાગત કર્યું, યોજનાઓના અમલીકરણ પર ભાર

    3 दिन पहले

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નવા બાળ વિકાસ યોજના અધિકારી (CDPO) તરીકે ગૌરીબેન અલગોતરે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો છે. કાર્યાલયના સ્ટાફ અને આંગણવાડી કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પદભાર સંભાળ્યા બાદ, નવા CDPO ગૌરીબેન અલગોતરે વાઢવાણ તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે 'કુપોષણ મુક્ત વાઢવાણ' બનાવવા પર ભાર મૂક્યો. આ અંતર્ગત, તાલુકાના બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓમાં કુપોષણનું પ્રમાણ ઘટાડીને તેમના સ્વાસ્થ્ય સ્તરમાં સુધારો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આંગણવાડી કેન્દ્રોનું સુદ્રઢીકરણ પણ તેમની પ્રાથમિકતાઓમાં સામેલ છે. આંગણવાડીઓ ખાતે અપાતા પૌષ્ટિક આહાર, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય તપાસની સેવાઓ વધુ ગુણવત્તાસભર બને તે સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિવિધ સરકારી યોજનાઓ, જેમ કે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, નો લાભ તાલુકાના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે. ગૌરીબેન અલગોતરે જણાવ્યું હતું કે, "વાઢવાણ તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રો ડિજિટલ ટેકનોલોજી (પોષણ ટ્રેકર એપ) ના માધ્યમથી પારદર્શક રીતે કામ કરે અને છેવાડાના બાળક સુધી પોષણનો અધિકાર પહોંચે તે મારો મુખ્ય લક્ષ્યાંક રહેશે." અંતમાં, તેમણે તાલુકાના તમામ આંગણવાડી કાર્યકરો, તેડાગરો અને સુપરવાઈઝર બહેનોને એક ટીમ તરીકે કામ કરવા અને વાઢવાણ આઈ.સી.ડી.એસ. (ICDS) પ્રોજેક્ટને જિલ્લામાં મોખરાનું સ્થાન અપાવવા આહવાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રામ મંદિરમાં ચઢાવામાંથી ચોરીની ત્રણ ફરિયાદ,અત્યાર સુધી કોઈ FIR નહીં:અખિલેશ બોલ્યા- ભગવાનની FIR મોટી હશે; DM-SSP સાથે SIT મંદિર પહોંચી
    Next Article
    Pressure politics begins in Narmada | નર્મદામાં દબાણની રાજનીતિ શરૂ | Darshanaben Deshmukh | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment