Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરાછામાં શંકાસ્પદ શખ્સે હોટ ફિક્સના કચરામાં આગ લગાવ્યાની શંકા:કાર-ટેમ્પો બળીને ખાખ, સમગ્ર કરતૂત CCTVમાં કેદ; સ્થાનિક કોર્પોરેટરે SMC અધિકારીઓનો ઉધડો લીધો

    22 hours ago

    સુરત શહેરમાં હોટ ફિક્સ સહિતના કચરામાં આગ લાગવાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. વરાછાના અશ્વનિકુમાર રોડ પર બુધવારે મોડી રાત્રે રોડ સાઈડ પડેલા હોટ ફિક્સના કચરામાં એક શખ્સે જાણીજોઈને આગ લગાવી દીધી હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. આ આગ જોતજોતામાં એટલી વિકરાળ બની ગઈ હતી કે નજીકમાં પાર્ક કરેલી એક ફોર-વ્હીલ કાર અને થ્રી-વ્હીલર ટેમ્પો લપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગયા હતા. ધુમાડાના ગોટેગોટા અને આગની ઊંચી જ્વાળાઓ દેખાતાં સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. તેમજ લોકો જીવ બચાવવા ઘર બહાર દોડી આવ્યા હતા. CCTVમાં કેદ થયો શંકાસ્પદ યુવક અશ્વનિકુમાર રોડ સ્થિત ધરમનગર નજીક રોડની સાઈડ પર હોટ ફિક્સ અને પેકિંગ મટિરિયલનો મોટો કચરો પડ્યો હતો. મોડી રાત્રે અચાનક લાગેલી આગ બાદ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. જેમાં એક શંકાસ્પદ યુવક કચરા નજીક શંકાસ્પદ હિલચાલ કરતો હોવાનું સ્પષ્ટ કેદ થયો છે. આ ફૂટેજના આધારે કોઈ અસામાજિક તત્ત્વ દ્વારા ઈરાદાપૂર્વક આગ ચાંપવામાં આવી હોવાની શંકા દ્રઢ બની છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ત્યાં પાર્ક કરેલા વાહનો બળીને ભડથું થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સ્થાનિક કોર્પોરેટરે SMC અધિકારીઓને આડેહાથે લીધા આ આગકાંડની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. વિસ્તારની વાસ્તવિક સ્થિતિ અને રાખ થઈ ગયેલા વાહનો જોઈ તેમણે સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓનો જાહેરમાં ઉધડો લીધો હતો. તેમણે પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને ઢીલી નીતિ સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કચરાના નિયમિત નિકાલના અભાવે જ અસામાજિક તત્ત્વોને આવી હરકતો કરવાનો મોકો મળે છે. તેમણે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક દંડાત્મક પગલાં ભરવા અને વિસ્તારમાંથી કચરાનો કાયમી નિકાલ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો. કચરો લેવા ગાડીઓ આવતી નથી: રહીશો સ્થાનિક રહીશ જિજ્ઞેશભાઈએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પેકિંગ મટિરિયલ અને કચરો લેવા માટે પાલિકાની ડોર-ટુ-ડોર ગાડીઓ નિયમિત આવતી જ નથી. પાલિકાના અધિકારીઓ પાસે વાહનોની પૂરતી વ્યવસ્થા ન હોવાના બહાના કાઢે છે, જેના કારણે લાચાર બનીને લોકોએ રોડની સાઈડ પર કચરો નાખવો પડે છે. ટેક્સ વસૂલવા છતાં સુવિધા શૂન્ય, જાનહાનિ થશે તો જવાબદાર કોણ? સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે આકરા સવાલો ઉઠાવતા કહ્યું કે, પ્રજા પાસેથી તમામ પ્રકારના વેરા પૂરેપૂરા વસૂલવામાં આવે છે, તો પછી કચરો ઉપાડવાની યોગ્ય વ્યવસ્થા કેમ નથી કરાતી? જાહેરમાં પડેલા કચરામાં આવા તત્ત્વો આગ ચાંપી દે છે, જેના પરિણામે સામાન્ય નાગરિકોના વાહનો સળગી જાય છે અને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ભવિષ્યમાં આવા બનાવોમાં કોઈ નાગરિકનો જીવ જશે તો તેની સીધી અને સંપૂર્ણ જવાબદારી SMCના અધિકારીઓની રહેશે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે.:9 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે શરૂ થશે, ચોમાસાની સીઝન બાદ સાસણ-ગીરનું ઈકો ટુરિઝમ ઝોન વહેલું ખુલ્લું મુકાતા પ્રવાસીઓમાં ઉત્સાહ
    Next Article
    Pokimane Says Grief After Cat Mimi’s Death Feels Like A "Nightmare" As She Prepares To Leave For A Trip

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment