Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિક્કામાં રિલાયન્સ શ્રી કૃષ્ણકુમાર શાળાનું નવનિર્માણ શરૂ:આધુનિક સુવિધાઓ મળશે, સોલાર સિસ્ટમ, CCTV અને RO પ્લાન્ટ પણ ઉપલબ્ધ

    14 hours ago

    જામનગર, તા. 31 ઓગસ્ટ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સિક્કાની શ્રી કૃષ્ણકુમાર પ્રાથમિક શાળાના નવનિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કંપનીના 'વી કેર'ના ધ્યેય હેઠળ સામાજિક ઉત્તરદાયિત્વ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવશે.શાળાના નવનિર્માણ માટે સોમવારે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જામનગરના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, રિલાયન્સના પ્રતિનિધિઓ, જામનગર તાલુકાના ટીપીઈઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, સિક્કા નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં શ્રી કૃષ્ણકુમાર પ્રાથમિક શાળા બે શિફ્ટમાં કાર્યરત છે. આ કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પડતી અગવડોને ધ્યાનમાં રાખીને નવી શાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નવનિર્મિત શાળાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સુવિધાજનક અને અનુકૂળ વાતાવરણ મળવાની અપેક્ષા છે. નવી શાળામાં આધુનિક વર્ગખંડો ઉપરાંત પ્રિન્સિપાલ રૂમ, સ્ટાફ રૂમ અને શૌચાલય બ્લોક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શાળાને સોલાર સિસ્ટમ, વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, CCTV કેમેરા, અત્યાધુનિક ફર્નિચર, સંગીતનાં સાધનો, RO વોટર પ્લાન્ટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ જેવી સુવિધાઓથી પણ સજ્જ કરવામાં આવશે. શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ કંપની સૌ માટે સર્વસમાવેશી, સરળતાથી ઉપલબ્ધ અને ગુણવત્તાસભર શિક્ષણની દિશામાં વિવિધ પ્રયાસો કરી રહી છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં રિલાયન્સ દ્વારા 14 સરકારી પ્રાથમિક અને હાઇસ્કૂલોના નિર્માણમાં સહયોગ આપવામાં આવ્યો છે. કંપની દ્વારા તેના કાર્યક્ષેત્રો અને આસપાસના વિસ્તારોમાં શૈક્ષણિક સુવિધાઓની પહોંચ વધારવા તથા જરૂરી માળખાકીય સુવિધાઓના વિકાસ માટેના પ્રયાસો ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે. રિલાયન્સ શિક્ષણને રાષ્ટ્રનિર્માણ અને સર્વસમાવેશી વિકાસનો મહત્વપૂર્ણ આધારસ્તંભ માને છે. શૈક્ષણિક ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓમાં સુધારો કરીને યુવાનોને 21મી સદીના કૌશલ્યોથી સશક્ત બનાવવાનો તથા જવાબદાર અને સક્ષમ નાગરિકોના ઘડતર માટે યોગદાન આપવાનો કંપનીનો પ્રયાસ છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદ કલેક્ટર સુરભી ગૌતમનો કાળીગામમાં સરપ્રાઈઝ ચેકિંગ:સરકારી દફતરો ચકાસી ગ્રામજનોના પ્રશ્નો ઉકેલવા આદેશ આપ્યા
    Next Article
    Symbiotec Pharmalab Share Price: Check Expected Listing Gain Based On Latest GMP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment