Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજીરામાં દીપડાના આંટાફેરા CCTVમાં કેદ:ઓદ્યોગિક વિસ્તારના લોકોમાં ફફડાટ, ONGC પ્લાન્ટ નજીક વનવિભાગે પાંજરું ગોઠવ્યું

    18 hours ago

    સુરતના હજીરા સ્થિત અત્યંત સંવેદનશીલ એવા ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) પ્લાન્ટની આસપાસના વિસ્તારમાં ફરી એકવાર વન્યજીવ દીપડાની હાજરીથી ભારે દહેશત વ્યાપી ગઈ છે. 27 જુલાઈની રાત્રે પ્લાન્ટ નજીકના પરિસરમાં એક દીપડો આટાફેરા મારતો નજરે પડ્યો હતો. ઓદ્યોગિક ઝોન જેવા મહત્વપૂર્ણ પ્લાન્ટની આસપાસ જ વન્યજીવ આવી જતાં પ્લાન્ટના કર્મચારીઓ, સુરક્ષાકર્મીઓ અને આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. ONGC પ્લાન્ટ નજીકના CCTV કેમેરામાં દૃશ્યો કેદ થયા બનાવની વિગત મુજબ, ONGC પ્લાન્ટની આસપાસના સીસીટીવી કેમેરામાં દીપડાની ગતિવિધિ સ્પષ્ટપણે રેકોર્ડ થઈ હતી. રાત્રિના સમયે દીપડો પ્લાન્ટ નજીકના ખુલ્લા વિસ્તારમાં લટાર મારી રહ્યો હોવાના દૃશ્યો સીસીટીવીમાં દેખાતાં સુરક્ષા કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા ટીમ દ્વારા તાત્કાલિક સ્થાનિક વનવિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. વનવિભાગની ટીમે ONGC પ્લાન્ટ નજીક પાંજરું ગોઠવ્યું ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ તાત્કાલિક ONGC પ્લાન્ટ નજીકના વિસ્તારમાં દોડી આવી હતી. વનવિભાગે આસપાસના સમગ્ર પરિસરનું સઘન નિરીક્ષણ હાથ ધર્યું હતું. દીપડાને સલામત રીતે પકડી પાડવા માટે પ્રાથમિક તબક્કે ONGC પ્લાન્ટ પાસે એક પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત પરિસ્થિતિ ધ્યાને રાખીને વધુ એક પાંજરું મુકવાની તૈયારીઓ પણ હાથ ધરાઈ છે. ONGC આસપાસના ઝાડી-ઝાંખરાને કારણે અવરજવર વનવિભાગના જણાવ્યા અનુસાર, ONGC પ્લાન્ટની આસપાસનો સમગ્ર હજીરા વિસ્તાર ઘનઘોર ઝાડી-ઝાંખરા અને ખુલ્લા મેદાનોથી ઘેરાયેલો હોવાથી અહીં અવારનવાર વન્યજીવો શિકારની શોધમાં આવી ચઢે છે. થોડા સમય અગાઉ ONGC નજીક આવેલા ક્રિભકો વિસ્તાર પાસે પણ દીપડો દેખાયો હતો. શિયાળા અને ચોમાસા દરમિયાન વન્યજીવો ખોરાકની શોધમાં આ ઔદ્યોગિક બેલ્ટ નજીકના વિસ્તારો સુધી પહોંચી જતા હોય છે. પલાન્ટ નજીકના રહીશો અને કર્મચારીઓ માટે વનવિભાગની સૂચના હાલ વનવિભાગ દ્વારા ONGC પ્લાન્ટ નજીકના આસપાસના વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે. વનવિભાગે કર્મચારીઓ અને સ્થાનિક રહીશોને ખાસ અપીલ કરી છે કે જો દીપડો નજરે પડે તો તેની નજીક જવાનો પ્રયાસ ન કરવો, તેને ઉશ્કેરવો નહીં કે ભીડ એકત્ર કરવી નહીં. કોઈ પણ ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક વનવિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    બધા પ્રદર્શનકારીઓની FIR પાછી ખેંચાશે:CJPએ રાત્રે 1 વાગ્યે વીડિયો જાહેર કરીને જણાવ્યું-સરકારના પ્રતિનિધિઓ સાથે વાત થઈ, દરેક પ્રદર્શનકારી સુરક્ષિત રહેશે
    Next Article
    'Why Are Students Preparing For NEET?' Ram Gopal Varma's AI Bullet After Dharmendra Pradhan's Resignation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment