Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં માતાના પડખામાંથી બાળકીનું અપહરણ:અપહરણ કરીને જતો શખ્સ CCTVમાં દેખાયો, ટ્રેનમાં MP તરફ ભાગી છૂટ્યો, 20 પોલીસ જવાનની ટીમ રવાના

    4 days ago

    સુરતના કાપોદ્રામાં રવિવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર માતા સાથે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું એક અજાણ્યો શખ્સ અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સીસીટીવીમાં અપહરણકાર બાળકીને લઈ જતો દેખાયો છે અને તે ટ્રેન મારફતે મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હોવાના પુરાવા મળતા સુરત પોલીસની અલગ-અલગ ટીમો ઈન્દોર રૂટ તરફ ગઈ છે. માતાની ઊંઘ ઉડી ત્યારે બાળકી ગાયબ હતી દેવભૂમિ દ્વારકાના મીઠાપુર તાલુકાની 30 વર્ષીય યુવતી પતિ સાથે ઝઘડો થતા બે દિવસ પહેલા જ ત્રણ વર્ષની દીકરીને લઈ સુરત આવી હતી. અહીં તે તેના પરિચિત વિક્કી સાથે નાના વરાછા બ્રિજ નીચે શૌચાલય પાસે ફૂટપાથ પર રહેતી હતી. 20 એપ્રિલના રોજ કડિયાકામની મજૂરી કરી થાકેલી માતા રાત્રે 8 વાગ્યાની આસપાસ બાળકી સાથે ભરઊંઘમાં સરી પડી હતી. રાત્રે 1 વાગ્યાના અરસામાં જ્યારે તેની ઊંઘ ઉડી ત્યારે પડખામાં સૂતેલી બાળકી ગાયબ જણાતા તેના હોશ ઉડી ગયા હતા. અપહરણકાર રિક્ષા કરી સીધો રેલવે સ્ટેશન પહોંચ્યો બાળકી ન મળતા તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. જેથી પીઆઈ એમ.આર. સોલંકી અને તેમની ટીમે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે, એક 30 વર્ષીય શખ્સ રાત્રે 9:30 વાગ્યે બાળકીનું અપહરણ કરી રિક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર તે રાત્રે 10:10 કલાકે ઉપડેલી દૌન્ડ-ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનમાં બેઠો હોવાનું પણ કેમેરામાં કેદ થયું છે. પોલીસે ઈન્દોર સુધી જાળ બિછાવી, 20 જવાનની ટીમ શોધખોળમાં પોલીસે 20થી વધુ જવાનોની અલગ-અલગ ટીમો બનાવી છે. અપહરણકાર ટ્રેનમાં હોવાથી વડોદરા, દાહોદ અને મધ્યપ્રદેશ બોર્ડરના રેલવે સ્ટેશનો તેમજ RPFને એલર્ટ કરી દેવામાં આવી છે. શંકા છે કે આરોપી આ વિસ્તારમાં મજૂરી કરતો હોઈ શકે છે, જેથી ફૂટપાથ પર રહેતા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂર્વનિયોજિત કાવતરું હોવાની શંકા પોલીસનું માનવું છે કે આ અપહરણ પૂર્વનિયોજિત કાવતરું હતું. આરોપીએ જે રીતે રાત્રે 9:30 વાગ્યે બાળકીને ઉપાડી અને તુરંત જ 10:10 વાગ્યે ટ્રેન પકડી લીધી, તે જોતા તે બાળકી પર નજર રાખી રહ્યો હોય તેમ જણાય છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે આ શખ્સ અગાઉ ક્યારેય આ વિસ્તારમાં જોવા મળ્યો નહોતો. પારિવારિક વિખવાદમાં સુરત આવેલી માતા પર આભ તૂટી પડ્યું પીડિત મહિલાને ત્રણ દીકરીઓ છે (10, 8 અને 3 વર્ષ). પતિ સાથે અણબનાવ થતા તે નાની દીકરીને લઈને સુરત કામ શોધવા આવી હતી અને હજુ મજૂરી કામ શરૂ કર્યું ત્યાં જ વહાલસોયી દીકરીનું અપહરણ થતાં હાલત કફોડી બની છે. દીકરી સાથે કંઈ અજુગતું ન થાય તેના ડરથી તે સતત પોલીસને પોતાની બાળકી શોધી આપવા વિનવણી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ટીસીએસ કેસ- જબરદસ્તી ધર્માંતરણમાં સામેલ હતી નિદા ખાન:પોલીસનો દાવો- બે મહિનાની ગર્ભાવસ્થાનો હવાલો આપીને આગોતરા જામીન માંગ્યા
    Next Article
    હિંમતનગર નેશનલ હાઈવે પર બે અકસ્માત:ચાર ટ્રક અથડાઈ, એક ચાલકને ઈજા; સાડા ચાર કલાકમાં ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment