Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં નજીવી વાતમાં વેપારી-ભાઈ પર હુમલો:શોરૂમમાં CCTV-DVR તોડી, પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી

    2 days ago

    મોરબીના કંડલા બાયપાસ રોડ પર નજીવી બાબતે વેપારી અને તેના ભાઈ પર હુમલો થયો છે. ટ્રક હટાવવાની વાત પર શરૂ થયેલા ઝઘડામાં આરોપીઓએ શોરૂમમાં ઘૂસી સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું હતું. એટલું જ નહીં, પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની અને અપહરણ કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ, કંડલા બાયપાસ રોડ પર દેશી ડાયરો હોટલ પાસે આવેલા ઉમા સ્ટીલ ફર્નિચર શોરૂમના માલિક ઉમેશભાઈ ત્રિભોવનભાઈ મેરજા (ઉં.વ. 36) અને તેમના ભાઈ ચિરાગભાઈના શોરૂમ નજીક એક ટ્રક ઊભો હતો. ટ્રક હટાવવા બાબતે રણજીતભાઈ જેસીંગભાઇ ચાવડા સાથે તેમની બોલાચાલી થઈ હતી.બોલાચાલી બાદ રણજીતભાઈએ દિનેશભાઈ ગગુભાઈ મકવાણા અને અન્ય ચાર અજાણ્યા ઈસમોને બોલાવ્યા હતા. દિનેશભાઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાંથી ધોકો લઈને આવ્યા હતા અને ઉમેશભાઈને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ ગેરકાયદેસર રીતે ઉમેશભાઈની માલિકીની મિલકતમાં પ્રવેશ્યા હતા. રણજીતભાઈએ દુકાનમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખી નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે પોતાની પાસે રહેલી ગ્રે કલરની નાની પિસ્તોલ જેવું હથિયાર બતાવી ઉમેશભાઈ અને તેમના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, દિનેશભાઈએ ઉમેશભાઈને ગાળો આપી અપહરણ કરી લઈ જવાની ધમકી આપી હતી. આરોપીઓ બળજબરીપૂર્વક ડીવીઆર પોતાની સાથે લઈ ગયા હતા.આ સમગ્ર ઘટના અંગે ઉમેશભાઈ મેરજાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રણજીતભાઈ જેસીંગભાઇ ચાવડા (રહે. મીરા પાર્ક સોસાયટી, વાવડી રોડ, મોરબી), દિનેશભાઈ ગગુભાઈ મકવાણા (રહે. ધર્મસૃષ્ટિ સોસાયટી, મોરબી) અને અન્ય ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ખેતીના હિસાબની માથાકૂટમાં હીરાના વેપારી પર જીવલેણ હુમલો:ચાર શખસે ખેડૂતની કારને રસ્તામાં આંતરી જીવલેણ હુમલો કર્યો; લાખોની લૂંટ ચલાવી ફરાર આરોપીની અટક કરાઈ
    Next Article
    પોક્સો કોર્ટે આરોપીને સજા ફટકારી:કબૂતરનું ઈંડુ બતાવવાના બહાને લઈ જઈને 7 વર્ષીય સગીર સાથે કુકર્મ કર્યું, 20 વર્ષની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment