Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રસાદ લેતા ભક્તો પર છત તૂટીને પડી, CCTV:મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરમાં મોટી દુર્ઘટના, 6 શ્રદ્ધાળુઓનાં મોત; 30-40 લોકો દટાયા હોવાની આશંકા

    15 hours ago

    મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં યશવાડી દેવસ્થાનમાં હનુમાન મંદિરના હોલની છત તૂટી પડી. રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધી સભા મંડપના કાટમાળમાંથી 6 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 30થી 40 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. શનિવાર હોવાને કારણે મંદિરમાં કીર્તન અને મહાપ્રસાદ લેવા માટે ભીડ હતી. પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાની તસવીરો… સભા મંડપ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું રિપોર્ટ્સ અનુસાર, પરભણીના હનુમાન મંદિરની બરાબર સામે સભા મંડપનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ જ સભા મંડપની છત અચાનક ધરાશાયી થઈ ગઈ. કાટમાળ, સળિયા સહિત પથ્થરો પડતા જ અફરા-તફરી મચી ગઈ. દર્શન માટે આવેલા લોકો કાટમાળ નીચે દબાઈ ગયા. બચાવ કાર્ય માટે પહોંચેલી જિલ્લા પ્રશાસનની ટીમોએ લગભગ 10 ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલે 8 કલાકમાં જ લેબનોન સાથે યુદ્ધવિરામ તોડ્યું:ડ્રોન એટેકમાં 16 લોકોનાં મોત; નેતન્યાહુ બોલ્યા- હુમલા ચાલુ રહેશે
    Next Article
    વિશ્વનું પ્રથમ 15 મિનિટ યોગ સિટી:21 જૂને યોગ દિવસથી 426 યોગ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, લોકો ઘરની નજીક યોગા કરી ફિટનેસ જાળવી શકશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment