Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમસંબંધના વિવાદમાં કારમાં અપહરણ કરી યુવકને કેનાલમાં ફેંકી દીધો, CCTV:દારુ પીને વાત વણસતા મોત આપ્યું, દહેગામમાં નાના ભાઈની પત્નીના પ્રેમી સહિત 4 સકંજામાં

    1 day ago

    દહેગામમાં ગઈકાલે(15 ઓગસ્ટ) ધોળા દિવસે પંકજ સોસાયટીના આશાદીપ બંગલા આગળ રોડ પરથી એક યુવકને વાસણા સોગઠી ગામનો કિરણસિંહ ખોડસિંહ ચૌહાણ તેના ત્રણ સાગરીતો સાથે કારમાં અપહરણ કરી લઈ ગયો હતો. આ મામલે દહેગામ પોલીસે મોડી રાત્રે ચારેય અપહરણકારોને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરતા કિરણસિંહે પોતાના અનૈતિક સબંધોની અદાવતમાં સાગરીતો સાથે મળી ભરતનું અપહરણ કરી બહિયલ પાસેથી પસાર થતી ખેડાની હદમાં આવતી અપ્રુજી કેનાલ પાસે લઈ ગયા હતા. જ્યાં ચારેયે ભેગા મળીને ભરતભાઈને કેનાલમાં ફેંકી દીધા હતા. આ ચારમાંથી ત્રણ નશામાં હતા. ત્યાર બાદ પોલીસે તરવૈયાઓની મદદથી કેનાલમાંથી ભરતની લાશ બહાર કાઢી હતી. હવે અપહરણના ગુના સાથે ચારેય આરોપી વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરાશે. દહેગામના વાસણા સોગઠી ગામના કિરણસિંહ ખોડસિંહ ચૌહાણ, શિયાવાડા ગામના અરવિંદસિંહ ફતેસિંહ પરમાર,પહાડભાઈની મુવાડી ગામના સુનિલસિંહ દશરથસિંહ ચૌહાણ અને વિજયકુમાર છત્રસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. ઘટનાસ્થળની 2 તસવીર પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ ભરતનું કારમાં અપહરણ કરી કેનાલ ખાતે લઈ ગયા હતા. જ્યાં કિરણ સિવાયના ત્રણ આરોપી ગાંજો અને દારૂ પીવા બેસી ગયા હતા. જ્યારે કિરણ અને ભરત બાઈટિંગ ખાતા ખાતા વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રેમ સંબંધ મામલે માથાકુટ થઈ અને ચારેયએ ભેગા મળી ભરતને કેનાલમાં ફેંકી દીધો હતો. ત્યાર બાદ ચારેય આરોપી કાર લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે કાર હિટ થઈ જવાથી બંધ પડી ગઈ હતી. આથી ચારેય જણ ચાલતા નજીકના ગામમાં પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસ ગાડી નંબરના આધારે ગાડીના મૂળ માલિક સુધી પહોંચી હતી. જેની પૂછપરછ કરતાં ગાડી ચારેક વર્ષે અગાઉ અરવિંદ ઉર્ફે વીરુને વેચી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું અને ચારેય હાથમાં આવી ગયા હતા. જે પૈકી કિરણસિંહ સિવાયના ત્રણ સાગરીતો નશાની હાલતમાં હતા. ભરત સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો અપહ્યતના ભાઈ દીપકભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે તેમના પિતાનું 2001માં અવસાન થયું હતું અને માતાનું નામ કાંતાબેન છે. તેઓ સાત ભાઈ-બહેન છે. ધોરણ 7 સુધી ભણેલા ભરતભાઈ મજૂરીકામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે. 4 શખસો ગાડીમાં ઉઠાવી ગયા ગઈકાલે બપોરે દીપકભાઈના ઘરે કાળીબેન શંકાજી ચૌહાણે આવીને જણાવ્યું હતું કે, આશરે દોઢ વાગ્યાના અરસામાં ભરતભાઈને ચાર માણસોએ ઘેરી લીધા હતા. આરોપીઓએ ગાળો બોલી, ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી ભરતભાઈને સફેદ રંગની ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડી લીધા હતા. ભરતભાઈએ 'બચાવો બચાવો' ની બૂમો પાડી અને ગાડી રોકવા છતાં શખસો કાર ભગાડી ગયા હતા. અપહરણ કરી દહેગામ-રખિયાલ રોડ તરફ ગયા હોવાનું જાણવા મળ્યું આ હકીકત મળતા દીપકભાઈ અને તેમના ભાઈ મનુભાઈએ પંકજ સોસાયટી પાસે તપાસ કરતા આશાદીપ બંગલા નજીક રસ્તા પર ભરતભાઈની ચંપલ પડી હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યાં હાજર લોકોએ સફેદ અલ્ટો કારમાં ચાર શખસો અપહરણ કરી દહેગામ-રખિયાલ રોડ તરફ ગયા હોવાનું જણાવ્યું હતું. પરિવારે પંકજ સોસાયટી નજીકના સરકારી ગોડાઉનના CCTV જોવડાવતા ભરતભાઈ પાસે ચાર માણસો દેખાયા હતા, જેમાં એક શખસ વાસણા સોગઠી ગામનો કિરણસિંહ ખોડસિંહ ચૌહાણ હોવાની ઓળખ થઈ હતી. તેમજ ગાયત્રી મંદિરના CCTV ફૂટેજ ચકાસતા અપહરણમાં વપરાયેલી ગાડીનો નંબર જી.જે.09 બી.બી. 5499 હોવાનું સામે આવ્યું હતું. નાના ભાઈની પત્નીના પ્રેમસંબંધની ખબર પડી હતી પોલીસ તપાસમાં આ સમગ્ર અપહરણ પાછળ ચોંકાવનારો પ્રેમસંબંધનો એંગલ બહાર આવ્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે ભરતભાઈના નાના ભાઈની પત્નીને વાસણા સોગઠી ગામના કિરણસિંહ ચૌહાણ સાથે પ્રેમસંબંધ હતો. જેની જાણ ભરતભાઈને થઈ જતાં તેમણે અગાઉ કિરણસિંહને ઠપકો આપ્યો હતો. થોડા દિવસ અગાઉ નાના ભાઈની પત્ની કિરણસિંહ સાથે ફરવા પણ ગઈ હતી, જેથી ભરતભાઈએ ફરીથી ઠપકો આપતા તે પોતાના પિયર ચાલી ગઈ હતી. આ અદાવતમાં જ કિરણસિંહે ભરતભાઈનો કાંટો કાઢી નાખવા પોતાના ત્રણ સાગરીતો સાથે મળીને આ ગુનાહિત કાવતરું રચ્યું હતું. પ્રેમસંબંધના વિવાદમાં ભરતભાઈનું અપહરણ કરી કેનાલમાં ફેંકી દીધા: PI દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એલ. ગોયલે આ બાબતે પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, ભરતભાઈના નાના ભાઈની પત્ની અને કિરણસિંહ વચ્ચેના પ્રેમસંબંધના વિવાદમાં ભરતભાઈની હત્યા કરવાના ઈરાદે અપહરણ કરી તેમને કેનાલમાં ફેંકી દીધા
    Click here to Read More
    Previous Article
    ચોટીલા પંથકમાં ખનીજ માફિયાઓને ધ્રુજાવનાર SDM એચ.ટી.મકવાણાની ટ્રાન્સફર:રાજ્યના 144 ક્લાસ-1 અધિકારીઓની બદલી, જુઓ કોને ક્યાં મૂકાયા?
    Next Article
    સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રગીતના કથિત અપમાન સામે વેરાવળમાં ભાજપનો વિરોધ:શહેર ભાજપ કાર્યાલયથી ટાવર ચોક સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment