Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગમખ્વાર અકસ્માતમાં એક બાળકીનું મોત:શહેરના માણેજા ક્રોસિંગ નજીક બાઈક ચાલકે મહિલા અને બે બાળકીને અડફેટે લીધી; અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા

    19 hours ago

    વડોદરામાં અકસ્માતની અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. શહેરના માણેજા ક્રોસિંગથી જામ્બુવા તરફ જતા માર્ગ પર વોલ્ટેમ કંપની નજીક વનરાજ કોમ્પલેક્ષ સામે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના કંપારી છૂટી જાય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૂરઝડપે આવેલી બાઇકે રસ્તો પસાર કરી રહેલી એક મહિલા અને બે બાળકીઓને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માતમાં માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો બેફામ સ્પીડે આવેલા બાઈક ચાલકે જોરદાર ટક્કર મારતા એક નાની બાળકીનું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે મહિલા અને અન્ય એક બાળકી ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોમાં અકસ્માતને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. બાઇકચાલકની અટકાયત કરાઈ અકસ્માત બાદ પોલીસે બાઇકચાલકને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરી અકસ્માતના કારણો તેમજ બાઇકચાલકની પૂછપરછ હાથ ધરી છે. સીસીટીવીમાં કરુણ દ્રશ્યો સ્પષ્ટ દેખાયા આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં પૂરઝડપે આવતી બાઇક બે બાળકીઓને લઈને પસાર થતી મહિલાને જોરદાર અડફેટે લે છે તે સ્પષ્ટ દેખાય છે.
    Click here to Read More
    Previous Article
    બ્રિટનના સૌથી મોટા એરપોર્ટ ગ્રુપ પર સાયબર હુમલો:87 લાખ ગ્રાહકોના ઇમેઇલ, ફોન નંબર અને અન્ય અંગત ડેટા લીક થયા
    Next Article
    Elon Musk's xAI Sued For Using Child Survivor Photos To Generate Abusive Content

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment