Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક સેકન્ડમાં બ્લાસ્ટ ને ચાર-ચાર જિંદગી ખતમ:નખત્રાણાના કોટડામાં ભીષણ વિસ્ફોટના ડરામણાં CCTV, આસપાસ ધ્રુજારી, એક ભાઈ 30 ફૂટ દૂર ઉડીને પડ્યો

    9 hours ago

    નખત્રાણાના કોટડા (જ) વિસ્તારના મફતનગરના એક ભંગારવાડામાં 22 ઓગસ્ટે ભીષણ બ્લાસ્ટ થયો હતો. મિની ટ્રક છોટા હાથીમાંથી ભંગાર ઉતારતી વખતે બ્લાસ્ટ થતાં બે ભાઈના સ્થળ પર જ મોત થઈ ગયા હતા.જ્યારે અન્ય બે બાળકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ બ્લાસ્ટની ડરામણાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક સેકન્ડના બ્લાસ્ટ બાદ અગનજ્વાળા દેખાય છે. જ્યારે દૂર લાગેલા સીસીટીવી પણ ઘ્રુજવા લાગ્યા હતા. શનિવારે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ભંગારના વાડામાં બ્લાસ્ટ થતા કુંભાર મામદ ઈલિયાસ (ઉં.વ. 30), કુંભાર નૂરમામદ ઇલિયાસ (ઉં.વ.ષ 26), કુંભાર હસનેન મામદ (ઉં.વ. 3) અને કુંભાર નૂર ફાતિમા નૂરમામદ (ઉં.વ.3.5)ના મોત થયા છે. સમગ્ર બનાવ શું છે? હતભાગી પરિવાર ગાડીમાં આસપાસના ગામડાઓમાંથી ભંગાર એકઠો કરી ફેરી કરવાનો ધંધો કરતો હતો. બનાવના દિવસે તેઓ ભંગાર ભરીને પોતાના વાડે પરત આવ્યા હતા. બંને ભાઈઓ ગાડીમાંથી ભંગાર ખાલી કરતાં હતાં અને બે નાના બાળકો નજીક ઊભેલા હતા. ત્યારે અચાનક જ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો.પ્રચંડ વિસ્ફોટને કારણે ચારેય ઝપેટમાં આવી ગયા હતા અને તેમના મોત થયા હતા.ઘટનાને પગલે આસપાસના લોકો સહિત સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પ્રચંડ વિસ્ફોટથી એક ભાઈની લાશે 30 ફૂટ દૂર પડી ભંગારના ખુલ્લા વાડામાં થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે,એક ભાઈની લાશ 30 ફૂટ દૂર પડી હતી.આ ઉપરાંત ગાડીમાં રાખેલા ભંગારના ટુકડા દૂર આવેલા બાથરૂમ પર પડતા તેના પતરા પણ તુટી ગયા હતા.સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ધડાકો થયો તેનો અવાજ આસપાસના ત્રણેક કિલોમીટર સુધી સંભળાયો હતો. સંરક્ષણ દળના વણફૂટેલા સેલનો વિસ્ફોટ! કચ્છમાં વિવિધ સંરક્ષણ દળો દ્વારા ફાયરિંગ રેન્જ પર ફાયરિંગ સહિતની પ્રેક્ટિસ થાય છે, સંરક્ષણ દળો દ્વારા આવી પ્રેક્ટિસ બાદ ભંગાર એકત્ર કરાય છે, પણ ઘણી વખત વણફૂટેલા સેલ રહી જાય છે અને એ ભંગારિયાઓ લઈને જતાં તેનો ભોગ લેતા હોય છે, આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી હોવાથી આ ધડાકો પણ એવો હોવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના વાંકાનેરમાં ભારતનો શ્રાવણ માસનો પ્રથમ લોકમેળો:જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાજ્યમંત્રીના હસ્તે 3 દિવસીય મેળો ખુલ્લો મુકાયો
    Next Article
    How Saudi Arabia Became the Most Powerful Country in Middle East | MBS

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment