Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોરી બાદ બિન્દાસ્ત ફોન પર વાત કરતો તસ્કર CCTVમાં કેદ:ઉધનામાં કપડાની દુકાનમાં 2 કલાક રોકાઈ 1.20 લાખની મતા ચોરી, નવા કપડાં પહેરી જૂના કપડાંમાં મારવાડની ટિકિટ મૂકી ગયા

    6 hours ago

    સુરતના ઉધના વિસ્તારમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ખૌફ જ ન રહ્યો હોય તેમ ઘરફોડ ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધનાના હરિનગર વિભાગ-2 શાકભાજી માર્કેટમાં આવેલી 'વ્હાઈટ હાઉસ' નામની રેડીમેન્ટ કપડાની દુકાનને 2 અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. ગત 15 નવેમ્બર 2026ની મધરાત્રે 12:43 વાગ્યાની આસપાસ પાછળનો દરવાજો તોડીને દુકાનમાં ઘૂસેલા ચોરોએ આશરે 2 કલાક સુધી દુકાનમાં ધામા નાખ્યા હતા. તસ્કરોએ દુકાનમાંથી ₹50,000ની કિંમતના આશરે 35 જોડી જીન્સ પેન્ટ અને ટી-શર્ટ તેમજ ડ્રોવરમાં રાખેલા ₹70,000 રોકડા મળી કુલ ₹1,20,000ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરી બાદ તસ્કર ફોન પર વાત કરતો CCTVમાં કેદ આ સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તસ્કરોની બેખોફ માનસિકતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ચોરી કર્યા બાદ બંને તસ્કરો દુકાનમાંથી જ નવા કપડાં પહેરીને નીકળ્યા હતા અને પોતાના જૂના કપડાં ત્યાં જ છોડી ગયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, તસ્કરોના જૂના કપડાંમાંથી રાજસ્થાનના મારવાડથી સુરત સુધીની રેલવે ટિકિટ પણ મળી આવી છે. CCTV ફૂટેજમાં બંને ચોરો હાથમાં નવા કપડાં લઈને આરામથી જતા નજરે પડે છે, જેમાંથી 1 ચોર તો જાણે કંઈ બન્યું જ ન હોય તેમ બિન્દાસ્ત ફોન પર વાત કરતો જોવા મળ્યો હતો. પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિક વેપારીઓમાં રોષ આ મામલે દુકાન માલિક કુણાલ મગારામ પરિહારે (રહે. રામજીનગર સોસાયટી, ઉધના) ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પીએસઆઈ એચ.ઝેડ. પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, ઘટનાના 48 કલાક વીતી જવા છતાં અને CCTV ફૂટેજ તેમજ રેલવે ટિકિટ જેવા મહત્વના પુરાવા હોવા છતાં ઉધના પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    યુસુફ પઠાણના વડોદરાના પ્લોટનો વિવાદ વકર્યો:પૂર્વ ક્રિકેટરને 5 કરોડમાં પ્લોટ આપવાની તૈયારી, કોંગ્રેસ કાર્યકર્તાએ કહ્યું- 'અમને પ્લોટ આપો અમે રામમંદિર બનાવીશું'
    Next Article
    Groundnut oil prices have risen by another 20 rupees | સિંગતેલના ભાવમાં ફરી થયો 20 રુપિયાનો વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment