Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેસ્ટોરન્ટમાં ગ્રાહક જોઈ એમ કિચનના લાઈવ CCTV દેખાડવા પડશે:અમદાવાદમાં 11123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને સૂચના, હાઇજીન માટે મોટો નિર્ણય

    4 days ago

    શહેરમાં હોટલો અને રેસ્ટોરન્ટોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ગ્રાહકોને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાની કામગીરીમાં વધુ પારદર્શિતા મળે તથા રેસ્ટોરન્ટમાં સતત હાઈજીન જળવાઈ રહે તે હેતુથી શહેરના 11,123 રેસ્ટોરન્ટ તથા ફૂડ બિઝનેસ ઓપરેટર્સને ઈ-મેઈલ મારફતે કિચન વિસ્તારને આવરી લેતા CCTV કેમેરા લગાવી તેનો લાઈવ ફીડ રિસેપ્શન અથવા ગ્રાહકોને દેખાય તેવી બેઠક વ્યવસ્થા પાસે દર્શાવવા અંગે સૂચના આપવામાં આવી છે. ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે ફૂડ બિઝનેસ ઓપરેટર્સે Food Safety and Standards Act, 2006 તથા FSSAI દ્વારા નિર્ધારિત સ્વચ્છતા અને સેનિટેશનની આવશ્યકતાઓનું પાલન કરવાનું રહે છે. ખાસ કરીને Schedule 4 મુજબ કિચનની સફાઈ, ફૂડ હેન્ડલર્સની વ્યક્તિગત સ્વચ્છતા, કાચા અને તૈયાર ખોરાકને અલગ રાખવો, યોગ્ય સ્ટોરેજ, પીવાનું તથા ફૂડ પ્રિપેરેશન માટે સલામત પાણી, પેસ્ટ કંટ્રોલ, કચરાનો યોગ્ય નિકાલ અને સાધનો-વાસણોની નિયમિત સફાઈ જેવી બાબતોનું પાલન કરવું જરૂરી છે. ગ્રાહકોને રેસ્ટોરન્ટમાં હવે રસોડામાં કેવા પ્રકારની સ્વચ્છતા અને કામગીરી થાય છે તેને જોઈ શકે તેના માટે લાઈવ સીસીટીવી કેમેરા રિસેપ્શન પર રાખવાના રહેશે. ખાદ્ય પદાર્થોને ધૂળ, જીવાત તથા અન્ય દૂષણથી સુરક્ષિત રાખવા, માત્ર FSSAI દ્વારા નિર્ધારિત કૂડ કલર અને ઘટકોનો ઉપયોગ કરવા તથા રસોઈમાં ખાધ્ય તેલનો યોગ્ય ઉપયોગ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી અને હાઈજીનમાં બેદરકારી અથવા નિયમોના ઉલ્લંઘન સામે લાગુ કાયદા અને નિયમો મુજબ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગંભીર અથવા વારંવારના ઉલ્લંઘન ના કિસ્સામાં લાયસન્સ રદ કરવા સહિત એકમ સીલ સુધીની કાર્યવાહી થઈ શકે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સ્કૂલો અને કોલેજોની કેન્ટીનમાં આજે 19 ઓગસ્ટના રોજ પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજમાં RKR કેટરર્સની કેન્ટીનને સીલ કરવામાં આવી છે. કેન્ટીન દ્વારા FSSAI નું લાયસન્સ / રજીસ્ટ્રેશન મેળવેલ ન હતું. કેન્ટીનના અંદરના ભાગે હાઇજેનીક કંન્ડીશનનો અભાવ જોવા મળ્યો હતો. ખાધ્ય પદાર્થમાં કીડીઓ, ધનેરા વિગેરે જેવી જીવાત મળી આવી હતી. કેન્ટીનમાં કારીગરોના મેડીકલ રીપોર્ટ, પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, પાણીનો રીપોર્ટ જોવા મળેલો ન હતો. મણિનગર વિસ્તારમાં MAD OVER GRILLS-રેસ્ટોરન્ટમાં ધંધાકીય એકમના સ્ટોર રૂમમાં રહેલા પીપમાં મેંદાનો સંગ્રહ કરેલ જેમાં જીવતી જીવાત મળી આવી હતી જેના પગલે તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા રાજેશ દૂધ ઘરમાં કોર્પોરેશન દ્વારા પનીર એનાલોગની તપાસ કરવામાં આવી હતી જેમ મીડીયમ ફેટ પનીરનો જથ્થો અને પ્રખ્યાલ રોડ પર આવેલા ભૈરવનાથ ભોજનાલયમાં લો ફેટ પનીરનો જથ્થો અપ્રમાણિત મળી આવતા તેને પણ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા અડવાણી માર્કેટમાં સંતોષ ઘી ભંડારમાં થી ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો જેમાં વનસ્પતિ તેલમાંથી ઘી બનાવવામાં આવ્યું હોવાનું ધ્યાન આવ્યું હતું જેથી તેને પણ સીલ કરવામાં આવ્યું છે. બહેરામપુરાની સમ્રાટ બેકરીમાં એફએસઆઈનું લાયસન્સ ન હતું અને કન્ડિશન મળી આવી હતી જેના પગલે તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે સરખેજ વિસ્તારમાં સબરુ ચાઈનીઝ મોકલાઈ એન્ડ તવા ફ્રાયમાં અનહાઇજેનિક કન્ડિશન, ગંદકી અને કારીગરોના મેડિકલ તેમજ પાણીનો નમુનાનો રિપોર્ટ ન હોવાના પગલે તેને પણ સીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ પોલીસે બે અલગ-અલગ કાર્યવાહીમાં આરોપી ઝડપ્યા:મોટરસાયકલની ચોરી અને અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયા
    Next Article
    ગોધરાના દયાલકાકરા ગામે ઝેરી સાપે ડંખ મારતાં યુવાનનું મોત:યુવક ઘરમાં જમીન પર સૂતો હતો; સારવાર દરમિયાન દમ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment