Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં સાસુ-વહુની ચણીયા ટોળી, CCTV:ગ્રાહક બની પળવારમાં ચણીયામાં 11 જોડી ઝાંઝરી છૂપાવી, જ્વેલર્સની નજર ચૂકવી 2 લાખના દાગીના ચોરી ફરાર

    17 hours ago

    સુરતના અમરોલીમાં માનસરોવર સર્કલ પાસે શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં 'સતનામ જ્વેલર્સ'માં ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાઓએ વેપારીની નજર ચૂકવી ₹2 લાખની કિંમતની ચાંદીની 11 જોડી ઝાંઝરીની ચોરી કરી હતી. વહુએ ઝાંઝરી આપતા જ સાસુએ ચણીયામાં છુપાવી હતી. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ હતી. ગ્રાહકના સ્વાંગમાં બે મહિલા જ્વેલર્સની દુકાનમાં ઘૂસી હતી મળતી માહિતી મુજબ, છાપરાભાઠા વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વેપારી ઠાકોરભાઈ જીવાભાઈ પારેખની દુકાને તેમનો પુત્ર માર્કેટમાં કામ અર્થે ગયો હતો, ત્યારે બપોરે બે વાગ્યાના સુમારે આશરે 40થી 45 વર્ષની એક મહિલા ચાંદીની ઝાંઝરી લેવા આવી હતી. ત્યારબાદ 60થી 65 વર્ષની અન્ય એક મહિલા પણ દુકાનમાં આવી હતી. પોતે પ્રથમ મહિલાની સાસુ હોવાનું જણાવ્યું હતું. બંને સાસુ-વહુએ ઝાંઝરીના માપ લેવાના બહાને વેપારીને વાતોમાં ભોળવી રાખી નજર ચૂકવીને કુલ 900 ગ્રામ વજન ધરાવતી ચાંદીની 11 જોડી ઝાંઝરી ચોરી રફુચક્કર થઈ ગઈ હતી. સીસીટીવીમાં મહિલા ચોરી કરતી ઝડપાઈ વેપારીના પુત્રે પરત આવીને દાગીનાનો સ્ટોક ચકાસતાં ₹2 લાખની કિંમતનો માલ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. સીસીટીવી ફુટેજ ચકાસ્યા બાદ ચોરીની આશંકા સ્પષ્ટ થતાં વેપારી ઠાકોરભાઈ પારેખે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગ્રાહકના સ્વાંગમાં આવેલી બંને મહિલા ચોરો સામે ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    તમારે સુપ્રીમમાં જવું હોય તો જાવ: હાઇકોર્ટ:'પીડિતો માટેના મકાનની કિંમત અધિકારીઓ પાસેથી વસૂલો, SMC કમિશનર અને DCP નકુમ હજુ હોદ્દા પર કેમ છે?', નાસીરનગર ડિમોલિશન મામલે સુનાવણી
    Next Article
    Vaibhav Sooryavanshi को क्यों नहीं मिला मौका? India vs Ireland में Team India का बड़ा फैसला!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment