Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બગસરામાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો, CCTV:કુંકાવાવ નાકા અને જીનપરામાં બાળક સહિત 10 લોકોને બચકા ભર્યા, હોસ્પિટલમાં તમામને ઈન્જેક્શન અપાયા

    15 hours ago

    અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાના હુમલાઓ બાદ હવે શ્વાનનો ત્રાસ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બગસરા શહેરના કુંકાવાવ નાકા અને જીનપરા સહિતના વિવિધ વિસ્તારોમાં એક જ હડકાયા શ્વાને અલગ-અલગ સમયે 10 જેટલા લોકોને કરડીને ઇજાગ્રસ્ત કર્યા છે. ઘાયલોમાં 7 બાળકો, 1 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. આ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શ્વાન હુમલાની લાઈવ ઘટના CCTVમાં કેદ શહેરમાં શ્વાન દ્વારા કરાયેલા હુમલાની એક લાઈવ ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે એક બાળક રમી રહ્યો છે ત્યારે અચાનક શ્વાન નજીક આવી તેના પર છલાંગ લગાવીને હુમલો કરે છે. શ્વાનના હુમલાથી બાળક નીચે પડી જાય છે, પરંતુ સદનસીબે આસપાસથી સ્થાનિક લોકો દોડી આવતા બાળકનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકોએ આક્રોશ સાથે ચિંતા વ્યક્ત કરી ઘટના અંગે સ્થાનિક રહીશ ઇરફાન માંડલીયાએ જણાવ્યું હતું કે, આ હડકાયા શ્વાને બસ સ્ટેન્ડ પાસેથી એક વ્યક્તિને બચકું ભર્યું હતું અને તે પહેલા કુંકાવાવ નાકા વિસ્તારમાં 7થી વધુ લોકોને ઘાયલ કર્યા છે. હોસ્પિટલમાં તમામને જરૂરી ઇન્જેક્શન આપી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. અન્ય એક સ્થાનિક દિલીપ સુરાણીયાએ જણાવ્યું કે, નવા જીનપરા વિસ્તારમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે શ્વાને હુમલો કર્યો હતો. બજારમાંથી પણ અનેક લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર બગસરા શહેરમાં ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરવાસીઓએ આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા રખડતા શ્વાનો સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિકોએ નગરપાલિકા પ્રશાસન પાસે આ હડકાયા શ્વાનને તાત્કાલિક પાંજરે પૂરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રવિવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોનું સપનું સાકાર થશે, તુલા જાતકોને અટકેલા પ્રમોશન સંબંધિત શુભ સમાચારના સંકેત
    Next Article
    22 દિવસે 'ભૂત' આવ્યું સામે:આખરે સુરત મનપા કમિશનરે સ્વીકાર્યું, સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ નાસીરનગરમાં ડિમોલિશન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment