Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE પરીક્ષાનો પ્રારંભ:29 સપ્ટેમ્બર સુધીમાં 4.58 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે, અમદાવાદમાં 17 સેન્ટર પર એક લાખથી વધુની કસોટી

    6 hours ago

    ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી CCE પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. રાજ્યભરમાં આગામી 29 સપ્ટેમ્બર સુધી CCEની પરીક્ષા ચાલવાની છે, જેમાં રાજ્યભરમાંથી કુલ 4.58 લાખ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી અત્યાર સુધીમાં 3.82 લાખ એટલે કે આશરે 83 ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે. દરરોજ અંદાજે 30 હજારથી 36 હજાર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં પણ પરીક્ષા માટે 17 કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં આગામી 29 સપ્ટેમ્બર સુધીમાં આશરે 1 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. એક કેન્દ્રમાં 100થી 400 પરીક્ષાર્થીની સુવિધા પરીક્ષાની ગુપ્તતા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે સેન્ટરવાઈઝ પરીક્ષા કેન્દ્રોની ચોક્કસ માહિતી જાહેર કરવામાં આવી નથી. અગાઉથી કોઈ ઉમેદવાર કે અન્ય વ્યક્તિ દ્વારા પરીક્ષા કેન્દ્રની રેકી ન થઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે કોમ્પ્યુટર લેબની ક્ષમતા પ્રમાણે એક કેન્દ્રમાં 100થી 400 ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કટ થશે CCEની પ્રિલિમ પરીક્ષા 150 માર્કસની હોય છે અને ઉમેદવારોને 2 કલાકનો સમય આપવામાં આવે છે. જેમાં ખોટા જવાબ માટે 0.25 માર્ક્સનું નેગેટિવ માર્કિંગ પણ છે. CCEની પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી અને અંગ્રેજી ભાષા, તર્કશક્તિ અને ગણિતીય ક્ષમતા સહિતના વિષયોને આવરી લેતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. પ્રશ્નપત્રમાં સામાન્ય રીતે ગુજરાતના ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, વર્તમાન પ્રવાહો, સામાન્ય વિજ્ઞાન સહિતના મુદ્દાઓનો પણ કરવામાં આવ્યો છે. પરીક્ષા કમ્પ્યુટર આધારિત જ લેવામાં આવી રહી છે. પરીક્ષા સેન્ટર પર ઉમેદવારોના અસલ ડોક્યુમેન્ટની ચકાસણી કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોમ્પ્યુટર બેઝ પરીક્ષા હોવાથી પેપર લીકનો ડર નથીઃ રાહુલ ઉમેદવાર રાહુલ સોલંકીએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષથી પરીક્ષાની તૈયારીઓ કરું છું. આ વખતે આશા છે કે CCEની પરીક્ષા પાસ થઈ જશે. રિઝનિંગ, અંગ્રેજી અને ગુજરાતી પર આ વખતે સૌથી વધુ ભાર મૂક્યો છે. કારણ કે કમ્પ્યુટર વગર પરીક્ષા લેવામાં આવે ત્યારે પેપર લીક થવાનો ડર રહેતો હોય છે. સિલેબસ આધારે જ પ્રશ્નો પૂછાય તેવી આશાઃ પ્રિયાંશી ઉમેદવાર પ્રિયાંશીએ કહ્યું કે, હું છેલ્લા એક વર્ષથી CCEની પ્રિલિમ માટેની પરીક્ષાની તૈયારી કરી રહી છું. બીકોમ પછી સરકારી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આશા છે કે CCEની પરીક્ષા પાસ કરી લઈશ, નહિતર પછી બીજી કોઈપણ સરકારી પરીક્ષા માટેની તૈયારી કરીશ. અંગ્રેજી સારું હોવાથી રીઝનીંગ પર સૌથી વધારે ફોકસ કર્યું છે. ટાઈમ મેનેજમેન્ટ જો સારો હોય તો સમયસર પરીક્ષા પૂર્ણ થઈ શકે. નિયમો કડક કરી દેવામાં આવતા પેપર લીક થવાનો ડર ઓછો થઈ ગયો છે. આજના પેપરમાં આશા છે કે જે સિલેબસ છે તેના આધારે જ પ્રશ્નો પૂછાય. કારણ કે, ઘણી વખત પરીક્ષામાં સિલેબસ બહારનું પૂછાતું હોવાથી જવાબ લખવામાં મુશ્કેલી થતી હોય છે.
    Click here to Read More
    Previous Article
    નાણામંત્રીનો ફેક વીડિયો બતાવી રોકાણના બહાને 12.80 લાખ પડાવ્યા:ક્વોન્ટમ AIમાં 22 હજારના રોકાણથી રોજ 75 હજાર કમાણીની લાલચ આપી, સાઉદીના 'બાદશાહ' સાથે વાત કરાવી
    Next Article
    नोएडा,गाजियाबाद समेत पूरे यूपी में घर या दुकान किराये पर लेना सस्ता, आसान होगा, रेंट एग्रीमेंट में बड़ा बदलाव, सीएम योगी कैबिनेट का फैसला 

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment