Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CBSE ધોરણ 12ના પેપરનું 'ગણિત' વિખાઈ ગયું!:પ્રશ્નપત્ર પર એવો QR કોડ છાપ્યો કે સ્કેન કરતાં જ અંગ્રેજી ગીત વાગવા માંડ્યું; વિવાદ બાદ બોર્ડની સ્પષ્ટતા

    1 day ago

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા લેવાયેલી ધોરણ 12ની ગણિતની પરીક્ષા અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે પ્રશ્નપત્રની સુરક્ષા માટે રાખવામાં આવતા QR કોડને કારણે બોર્ડ અત્યારે મુશ્કેલીમાં મુકાયું છે. દાવો કરવામાં આવ્યો છે કે પ્રશ્નપત્ર પર છાપવામાં આવેલો QR કોડ સ્કેન કરવા પર ફેમસ અંગ્રેજી સિંગર રિક એશલીનું ગીત 'નેવર ગોના ગીવ યુ અપ' (Never Gonna Give You Up) વાગી રહ્યું છે. શું છે સમગ્ર વિવાદ? સોમવારે લેવાયેલી ગણિતની પરીક્ષા બાદ X (ટ્વિટર), ઇન્સ્ટાગ્રામ અને રેડિટ જેવા પ્લેટફોર્મ પર પ્રશ્નપત્રના ફોટા વાઈરલ થયા હતા. યુઝર્સે જ્યારે આ QR કોડ સ્કેન કર્યું, ત્યારે તે સીધા યુટ્યુબ પર પહોંચી ગયા હતા. ઇન્ટરનેટની દુનિયામાં આ પ્રકારની મજાકને 'રિકરોલિંગ' (Rickrolling) કહેવામાં આવે છે, જેમાં પેપરની લિંક પર ક્લિક કરતા અચાનક ગીત પ્લે થાય છે. દિવ્યભાસ્કરે પણ આ ઘટના અંગે જાણકારી મેળવવા તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું કે ખરેખર આ રીતે QR સ્કેન થતાં યૂટ્યુબના ગીતની લિંક ઓપન થાય છે. CBSEએ શું સ્પષ્ટતા કરી? મામલો ગરમાતા CBSE એ 10 માર્ચના રોજ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. બોર્ડના જણાવ્યા અનુસાર- પ્રશ્નપત્રો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની ગોપનીયતા સાથે કોઈ બાંધછોડ થઈ નથી. QR કોડનો ઉપયોગ વિષય, તારીખ અને પ્રિન્ટિંગ બેચની ટ્રેકિંગ માટે કરવામાં આવે છે. બોર્ડે સ્વીકાર્યું છે કે કેટલાક સેટમાં QR કોડ સ્કેન કરવા પર યુટ્યુબ વીડિયો ખુલી રહ્યો છે. શા માટે QR કોડ મહત્વનો છે? વર્ષ 2018માં ધોરણ 10 ગણિત અને ધોરણ 12 અર્થશાસ્ત્રના પેપર લીક થયા બાદ, 2019થી CBSE એ પેપર પર QR કોડ છાપવાનું શરૂ કર્યું હતું. આ ટેકનોલોજીનો હેતુ પેપર કયા કેન્દ્ર પરથી લીક થયું છે તે જાણવાનો છે. જોકે, આ વખતે ટેકનિકલ ખામી કે કોઈની ટીખળને કારણે સુરક્ષા ફીચર જ મજાક બની ગયું છે. બોર્ડે ખાતરી આપી છે કે આ ઘટનાની ગંભીર તપાસ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય તેની કાળજી રાખવામાં આવશે. …………. CBSE સંબંધિત આ સમાચાર પણ વાંચો…. CBSE 12મા ધોરણની એક કરોડ કોપીઓ ડિજિટલ રીતે તપાસશે: 32 કરોડ પાના સ્કેન થશે, તે પછી પરિણામ; 12મી બોર્ડની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ સુધી સીબીએસઈ ધોરણ 12ની બોર્ડ પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ સુધી યોજાશે. આ વખતે ધોરણ 12ના 17 લાખથી વધુ પરીક્ષાર્થીઓની ઉત્તરવહીઓ ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમથી તપાસવામાં આવશે. એટલે કે, તેમને ડિજિટલ રીતે તપાસવામાં આવશે. સંપૂર્ણ અહેવાલ વાંચો…..
    Click here to Read More
    Previous Article
    Amritha Suresh opens up about relationship and breakup with Gopi Sunder; says he lit her father’s funeral pyre ‘like a son-in-law’
    Next Article
    3 કંપની ને એલોવેરા પાવડરના નામે કાળો કારોબાર:એનેસ્થેસિયા પાવડરની નશા માટે સપ્લાય, સુરતના ત્રણ યુવકે કસ્ટમને ગોથે ચડાવીને 125 કિલો જથ્થો એક્સપોર્ટ કર્યો; વોટ્સએપ ચેટમાં ખુલાસા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment