Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CBSE ધો. 12નું એશિયા ઇંગ્લિશ સ્કૂલનું ઝળહળતું પરિણામ:17 વિદ્યાર્થીઓએ 90%થી વધુ ગુણ, જ્યારે 56 વિદ્યાર્થીઓએ 80%થી વધુ ગુણ મેળવ્યા

    2 weeks ago

    CBSE બોર્ડ પરીક્ષા 2026માં એશિયા ઇંગ્લિશ સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી શાળાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે. આ પરિણામ સંસ્થાની શૈક્ષણિક ગુણવત્તા, વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના સતત માર્ગદર્શનનું પ્રતિબિંબ છે. આ વર્ષે કુલ 133 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 17 વિદ્યાર્થીઓએ 90 ટકા કરતાં વધુ ગુણ પ્રાપ્ત કર્યા, જ્યારે 56 વિદ્યાર્થીઓએ 80 ટકા કરતાં વધુ ગુણ મેળવી નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી. વિદ્યાર્થીઓમાં હિમાંશી મહેતા (485/500), પંચાલ જુહી જિજ્ઞેશ (483/500) અને કૃશિવ અચ્યુત દાણી (481/500)એ સર્વોચ્ચ ગુણ મેળવી વિશેષ સિદ્ધિ નોંધાવી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એકાઉન્ટન્સી, એન્ટરપ્રિન્યોરશિપ અને સાયકોલોજી જેવા વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષયમાં અંશિકા શર્મા, હિમાંશી મહેતા, કૃશિવ અચ્યુત દાણી અને માધવ નાયરે સંપૂર્ણ ગુણ મેળવ્યા. કૃશિવ અચ્યુત દાણીએ એકાઉન્ટન્સી તથા એન્ટરપ્રિન્યોરશિપ વિષયોમાં પણ 100 ગુણ પ્રાપ્ત કર્યા, જ્યારે પંચાલ જુહી જિજ્ઞેશે સાયકોલોજી વિષયમાં સંપૂર્ણ ગુણ મેળવ્યા. શાળાએ આ સિદ્ધિનો શ્રેય વિદ્યાર્થીઓની નિષ્ઠાપૂર્વકની મહેનત, શિક્ષકોના સમર્પિત માર્ગદર્શન અને વાલીઓના અવિરત સહકારને આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    PBKS vs RCB LIVE Score, IPL 2026: Punjab Kings eye to snap losing streak vs Royal Challengers Bengaluru in Dharamsala
    Next Article
    વડોદરાની દીકરીની અનોખી પહેલ:સૌપ્રથમવાર ગુજરાતના રાજવી વારસાનું દસ્તાવેજીકરણ કરતી વાતચીતની શ્રેણી રિયલ ટૉક્સ વિથ રોયલ્સ શરૂ કરી, સૌથી પહેલા મહારાણી રાધિકારાજે ગાયકવાડ સાથે વાત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment