Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પોલીસ સક્ષમ ન હોય તો CBIને તપાસ સોંપાશે:હાઇકોર્ટ:143 કરોડથી શરૂ થયેલ ફ્રોડનો આંકડો 1800 કરોડે પહોંચ્યો, ગુજરાતની કો ઓપરેટિવ બેંકના ખાતાઓનો દૂરઉપયોગ

    6 days ago

    ડિસેમ્બર, 2025માં અમદાવાદના રામોલ પોલીસ મથકે આરોપી ગૌરાંગ પટેલ અને નવીનભાઈ સહિત તપાસમાં મળી આવે તેવા આરોપીઓ વિરુદ્ધ BNS અને IT એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ ધરપકડ કરાયેલા આરોપી ગૌરાંગ પટેલે ઓછું ભણેલા એક વ્યક્તિના ડોક્યુમેન્ટ લઈને તેનું કો-ઓપરેટીવ બેંકમાં બેંક ખાતુ ખોલ્યું હતું. જેમાં પાસબુક, ચેકબુક સહિતની બેન્ક કીટ તેને આપી નહોતી. બેંકમાં કિરણ ટ્રેડર્સના નામે ખાતું ખોલ્યું ને 40 દિવસમાં 143 કરોડ જમા થયા ત્યારબાદ આ વ્યક્તિના ખાતામાં 143 કરોડ રૂપિયાની રકમ જમા થઈ હતી. ગુજરાત મર્ચન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકમાં કિરણ ટ્રેડર્સના નામે ખાતું ખોલવામાં આવ્યું હતું. માત્ર 40 દિવસના સમયગાળામાં તેના ખાતામાં 143 કરોડ રૂપિયા જમા થયા હતા. સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોએ સમગ્ર દેશમાંથી 117 ફરિયાદો આ ખાતા ઉપર કરેલી છે. સમન્વય પોર્ટલ મારફતે આ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. સાયબર ફ્રોડનો આંકડો 1800 કરોડે પહોંચ્યો આરોપીઓ દ્વારા 40 બેક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. જેમાં નીચલી અદાલતે આરોપીને જામીન આપવાનો ઇનકાર કરતા આરોપીએ જામીન મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે સંજ્ઞાન લેતાં નોધ્યું હતું કે આ આંકડો 143 કરોડથી નથી અટકતો, પરંતુ આંકડો 1815 કરોડ જેટલી અધધ મોટી રકમ સુધી પહોંચ્યો છે. ફક્ત 5 એકાઉન્ટ સામે 638 જેટલી ફરિયાદ કો-ઓપરેટીવ બેંકના ફક્ત 5 એકાઉન્ટ સામે 638 જેટલી ફરિયાદ નોધાઇ છે. એક બેંકમાંથી બીજી બેંકમાં રકમો ટ્રાન્સફર થાય છે. નાના માણસોને આરોપી બનાવવામાં આપ્યા છે. અને આ કેસમાં હજી સુધી ફક્ત એક જ વ્યક્તિને અરેસ્ટ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ સક્ષમ ન હોય તો CBIને તપાસ સોંપાશે:હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટે સરકારી વકીલને જણાવ્યું હતું કે, જો રાજ્ય આ કેસની તપાસ કરવા માટે સક્ષમ ન હોય તો હાઇકોર્ટ તેની તપાસ CBI ને સોંપી શકે છે. આ સંદર્ભે રાજ્ય સરકારે સમય માંગતા 29 એપ્રિલના રોજ વધુ સુનાવણી રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટનાઃ અત્યાર સુધીમાં 19નાં મોત:36 લોકો દાઝી ગયા; વેદાંતા મૃતકોના પરિવારજનોને 35-35 લાખ વળતર અને નોકરી આપશે
    Next Article
    વડોદરાના ઈસ્કોન એટ્રિયામાં ભીષણ આગ:ઉપરના માળે લાગેલી આગથી અફરાતફરી, 10થી વધુ ફાયર ટેન્કરો ઘટનાસ્થળે; 70 ટકા આગ કાબૂમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment