Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંતર-મંતર પર પોલીસ કાર્યવાહી- સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિ બનાવી:તેમાં નિવૃત્ત ન્યાયાધીશ, CBI-પોલીસના પૂર્વ અધિકારીઓ; પેલેટગન ચલાવવા અને મહિલાઓ સાથે ગેરવર્તણૂકના આરોપો

    5 days ago

    સુપ્રીમ કોર્ટે જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગના આરોપોની તપાસ માટે પાંચ સભ્યોની હાઈ પાવર્ડ કમિટી બનાવી છે. કમિટીના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીને બનાવવામાં આવ્યા છે. તેમના ઉપરાંત પંજાબ-હરિયાણા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રવિ શંકર ઝા, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ શલિંદર કૌર, CBIના પૂર્વ ડાયરેક્ટર ઋષિ કુમાર શુક્લા અને મેઘાલયના નિવૃત્ત DGP ડો. એલઆર બિશ્નોઈ કમિટીમાં સામેલ છે. પ્રદર્શન દરમિયાન આરોપ લગાવવામાં આવ્યા હતા કે પોલીસે પેલેટ ગન, લાઠીચાર્જ અને ટીયર ગેસનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ કર્યો હતો. મહિલા પ્રદર્શનકારીઓ વિરુદ્ધ હિંસા, ભીડને સંભાળવાની રીતોના પણ આરોપ લગાવવામાં આવ્યા છે. 20 જુલાઈએ CJP સમર્થકોએ જંતર-મંતરથી સંસદ સુધી કૂચ કાઢી હતી. આ દરમિયાન પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીની કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરતી અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ પછી સુપ્રીમ કોર્ટે કમિટી બનાવી. જંતર-મંતર પોલીસ એક્શનની તસવીરો 20 જુલાઈની પોલીસ કાર્યવાહી બાદ વિવાદ વધ્યો CJPનું જંતર-મંતર પ્રદર્શન 20 જૂનથી શરૂ થયું હતું. 20 જુલાઈના 'સંસદ ચલો' દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો, જ્યારે CJPએ પોલીસ પર લાઠીચાર્જ અને ટીયર ગેસના ઉપયોગનો આરોપ લગાવ્યો. પોલીસ કાર્યવાહીમાં 180થી વધુ પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    24 Years Later, Sourav Ganguly's Lord's Moment Returns, Courtesy Of Indian Mixed Disability Team
    Next Article
    દારૂબંધીવાળા ગુજરાતમાં પોલીસે કહ્યું- બારકોડ'8901522000665' નંબરની બોટલનો દારુ પીશો નહીં:મૃત્યુઆંક 9 પર પહોંચ્યો, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment