Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે જુનીગઢીની વિસર્જન યાત્રા નિકળશે:સંવેદનશીલ વિસ્તારોમાં CAPF, SRPF સહિત 6 ડીસીપી, 100થી વધુ પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે, 'નેત્રમ’ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરથી સમગ્ર યાત્રા પર સતત નજર રાખવામાં આવશે

    6 hours ago

    ગણેશ ચતુર્થીના સાતમા દિવસે ‘જુનીગઢીના ગણપતિ’ની વિસર્જન યાત્રાને લઈ વડોદરા શહેર પોલીસે સુરક્ષાની વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી છે. યાત્રાના રૂટનું નિરીક્ષણ, આયોજકો સાથે બેઠક તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ડોમિનેશન બાદ વિસર્જન યાત્રા દરમિયાન આગળ-પાછળ, ફ્લૅન્ક, ડી-પોઇન્ટ, ધાબા પોઇન્ટ સહિતના મહત્વના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. બંદોબસ્તમાં એક જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, 6 ડીસીપી, 1 ડઝનથી વધુ એસીપી, 100થી વધુ પોલીસ અધિકારીઓ તથા CAPF અને SRPFની કંપનીઓ તૈનાત રહેશે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, ગણેશ ચતુર્થીના સાતમા દિવસે "જુનીગઢી મિત્ર મંડળ" દ્વારા આયોજિત ગણેશ વિસર્જન યાત્રા સંદર્ભે વડોદરા શહેર પોલીસ દ્વારા ચુસ્ત અને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તૈયારીઓના ભાગરૂપે આયોજકો સાથે બેઠક, સમગ્ર રૂટનું નિરીક્ષણ, જરૂરી સેનિટાઇઝેશન અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ડોમિનેશન તથા સ્થાનિક રહીશો સાથે સંકલન સાધવામાં આવ્યું છે. વિસર્જન યાત્રા દરમિયાન આગળ-પાછળ, ફ્લૅન્કમાં, ડી-પોઇન્ટ, ધાબા પોઇન્ટ અને અન્ય સ્ટ્રેટેજિક સ્થળો પર સઘન બંદોબસ્ત રહેશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું, નવલખી કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન માટે ક્રેન, લોજિસ્ટિક્સ અને કામગીરી સહાયક સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે એક જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, 6 ડીસીપી, 1 ડઝનથી વધુ એસીપી, 100થી વધુ ઇન્સ્પેક્ટર/સબ-ઇન્સ્પેક્ટર તથા ડીસીબી, એસઓજી અને પીસીબીની સ્પેશિયલાઇઝ્ડ ટીમો તૈનાત રહેશે. ઉપરાંત CAPF ની 4 કંપનીઓ (BSF, CISF, RAF) અને SRPF ની 5 કંપનીઓ પણ ફરજ પર રહેશે. તેઓએ ઉમેર્યું હતું કે, સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા સીસીટીવી, બોડી વોર્ન કૅમેરા, ડ્રોન, વિડિયો એનાલિટિક્સ અને જીપીએસ આધારિત સિસ્ટમ દ્વારા 'નેત્રમ' કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. ભૂતકાળના બનાવો અને અસામાજિક તત્વોના થ્રેટને ધ્યાને રાખી કેટલાંક તત્વોને ટાર્ગેટ કરાયા છે તથા સાઇબર પેટ્રોલ્સ, ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ વડાએ નાગરિકો, ભક્તજનો અને આયોજકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, ભીડ ટાળવા અને કોઈ પણ શંકાસ્પદ ઘટના અંગે નજીકના પોલીસ મથકે જાણ કરી સહયોગ આપવા અપીલ છે.
    Click here to Read More
    Previous Article
    કતપુરમાં સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ અપાયા:મંત્રી સ્વરૂપજી ઠાકોરે વિતરણ કર્યું, ભૂમિ સીમાંકન કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું
    Next Article
    Opinion: Narendra Modi@25: Disrupt, Deliver, Dominate

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment