Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CA ઈન્ટરમીડિએટ-2026નું પરિણામ જાહેર:સુરતના હેનિલ જૈને ઓલ ઈન્ડિયા 24મો રેન્ક મેળવ્યો, રાજકોટમાં 318માંથી 18 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી

    1 day ago

    ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓપ ઈન્ડિયા (ICAI) દ્વારા CA ઈન્ટરમીડિએટ-2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુરતના હર્ષિલ જૈને ઓલ ઈન્ડિયા 24મો રેન્ક મેળવ્યો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા જાહેર કરાયેલા CA Intermediate May 2026 ના પરિણામોમાં સુરતની જાણીતી સંસ્થા 'રવિ છાવછરિયા ઇન્સ્ટિટ્યૂટ' (RCI) ના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પરિણામોમાં ઇન્સ્ટિટ્યૂટના હેનિલ જૈને 600 માંથી 463 માર્ક્સ મેળવીને સમગ્ર ભારતમાં AIR 24 મો રેન્ક અને સુરત શહેરમાં 2nd રેન્ક હાંસલ કર્યો છે. આ ઉપરાંત, વિનય ગાંગવાલે 457 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા લેવલે AIR 30 મો રેન્ક (સુરતમાં 3rd રેન્ક) અને જલ શાહે 443 માર્ક્સ સાથે AIR 42 મો રેન્ક (સુરતમાં 5th રેન્ક) મેળવીને ઇન્સ્ટિટ્યૂટ અને શહેરનું નામ રોશન કર્યું છે. સંસ્થાના અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ જેવા કે ઋષભ સોની (428 માર્ક્સ), જતિન દર્રા (384 માર્ક્સ) અને દેવાંશુ સોની (380 માર્ક્સ) એ પણ શ્રેષ્ઠ ગુણ સાથે આ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. રાજકોટમાં બંને ગ્રૂપમાં 318માંથી 18 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા CA ઇન્ટરમિડિએટ - મે 2026 પરીક્ષાના પરિણામોમાં રાજકોટના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરી છે. શ્રુતિ પુજારા 361 માર્ક સાથે રાજકોટ ટોપર રહી છે. રાજકોટ શહેરમાંથી બંને ગ્રૂપ માટે 318 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. જેમાંથી 18 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. રાજકોટ બ્રાન્ચના ચેરમેન CA. મૌલિક બગડાઈએ તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની આ સિદ્ધિ તેમના સતત પરિશ્રમ, સમર્પણ અને દૃઢ નિશ્ચયનું પરિણામ છે. CA જેવી પ્રતિષ્ઠિત અને પડકારજનક પરીક્ષામાં સફળતા મેળવવી એ વિદ્યાર્થીઓ માટે ગૌરવની બાબત છે અને તેમની આ ઉપલબ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.ICAI રાજકોટ બ્રાન્ચ તથા રાજકોટ બ્રાન્ચ ઓફ WICASA દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે રાજકોટ શહેરના ટોપર્સ શ્રુતિ અશોક પુજારા – પ્રથમ ક્રમાંક (361 ગુણ) મિહિર હિરેન મહેતા – દ્વિતીય ક્રમાંક (340 ગુણ) ચાર્મી મહેશભાઈ ચાવડા – તૃતીય ક્રમાંક (332 ગુણ) ઉદીપ ચંદ્રેશભાઈ પરમાર – તૃતીય ક્રમાંક (332 ગુણ) યશવી ઠુમ્મર – ચતુર્થ ક્રમાંક (324 ગુણ)
    Click here to Read More
    Previous Article
    ICC રેન્કિંગ- શુભમન ગિલ નંબર-2 વનડે બેટર:ઈશાન કિશને 21 પોઈન્ટની છલાંગ લગાવી, ટેસ્ટમાં 36 વર્ષ પછી ન્યુઝીલેન્ડનો બોલર ટોપ પર
    Next Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદના દ્રષ્ટિ નેત્રાલયની મુલાકાત લીધી:આયુષ્માન ભારત લાભાર્થીઓ સાથે સંવાદ કરી આરોગ્ય સેવાઓની ચર્ચા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment