Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવાદિત CA તહેમૂલ શેઠનાને હાઇકોર્ટે 10 હજારનો દંડ ફટકાર્યો:સાહેદની માનસિક સ્થિતિ સારી ન હોવાના ડૉક્ટરના સર્ટિફિકેટ છતા તેને તપાસવા કોર્ટમાં વારંવાર અરજીઓ કરી કોર્ટનો સમય બગાડ્યો

    1 day ago

    ગુજરાત હાઇકોર્ટમાં વિવાદિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તહેમૂલ શેઠના દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જે મુજબ અરજદારને અમદાવાદની એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા વર્ષ 2023માં IPCની કલમ 418, 420, 465, 467 અને 471 હેઠળ દોષિત ઠેરવી 5 વર્ષ સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. આ સજાના આદેશ સામે અરજદારે અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જે પેન્ડિંગ છે. ટ્રાયલની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશને પારુલ મોદીની નબળી તબીબી સ્થિતિને કારણે તેમનું નામ સાક્ષી તરીકે પડતું મૂકવા અરજી કરી હતી, જેને મંજૂર કરવામાં આવી હતી. આ માટે ડૉ. શૈલેષ દેસાઈનું એક મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરાયું હતું. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે પારુલ મોદી વર્ષ 2006થી માનસિક બીમારીથી પીડાય છે અને તેમની યાદશક્તિ પણ નબળી પડી ગઈ છે. ‘પારુલ મોદીની સહીની છેતરપિંડી આ કેસનો મુખ્ય ભાગ છે’ અરજદારે સેશન્સ કોર્ટમાં વધારાના પુરાવાઓ રજૂ કરવા માટે અરજી કરી હતી. અરજદારની દલીલ હતી કે પારુલ મોદીની સહીની છેતરપિંડી આ કેસનો મુખ્ય ભાગ છે. ડૉ. શૈલેષ દેસાઈ માનસિક રોગના નિષ્ણાત નથી. તેઓ કન્સલ્ટિંગ કાર્ડિયોલોજિસ્ટ અને ફિઝિશિયન છે. તેથી તેઓ મેન્ટલ હેલ્થનું સર્ટિફિકેટ આપી શકે નહીં. ટ્રાયલ કોર્ટે પારુલ મોદીની માનસિક સ્થિતિની તપાસ માટે આ બાબત સંબંધિત મેડિકલ બોર્ડને મોકલવી જોઈતી હતી, જે ટ્રાયલ કોર્ટે કરી નથી. અરજદારે નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો સેશન્સ કોર્ટે અરજદારની આ અરજી નકારી દેતા, અરજદારે તેના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે જ્યારે ટ્રાયલ કોર્ટમાં પ્રોસિક્યુશને પારુલ મોદીને સાક્ષી તરીકે પડતા મૂકવાની અરજી કરી હતી, ત્યારે અરજદાર દ્વારા તેનો કોઈ વિરોધ કરવામાં આવ્યો ન હતો કે ડૉક્ટરના સર્ટિફિકેટ સામે કોઈ વાંધો લેવાયો ન હતો. અરજદારે યોગ્ય સમયે કોઈ વાંધો ન ઉઠાવ્યો મેન્ટલ હેલ્થકેર એક્ટની કલમ 105 મુજબ, કોર્ટે મેડિકલ બોર્ડને કેસ ત્યારે જ મોકલવાનો હોય છે જ્યારે સામે પક્ષ દ્વારા માનસિક બીમારીના પુરાવાને પડકારવામાં આવે. આ કેસમાં અરજદારે યોગ્ય સમયે કોઈ વાંધો ન ઉઠાવ્યો હોવાથી, હવે અપીલના તબક્કે આ દલીલ કરવી એ માત્ર પાછળથી વિચારાયેલ યુક્તિ છે. અરજદારની અરજીને 10 હજારના દંડ સાથે ફગાવી દીધી અરજદારે અગાઉ પણ અપીલ કોર્ટમાં આવી જ દલીલો સાથે સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અરજી કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી અને તે આદેશ આખરી બની ચૂક્યો હતો. તેથી ફરીથી એ જ ગ્રાઉન્ડ હેઠળ નવી અરજી કરવી યોગ્ય નથી.અરજદાર માત્ર કોઈને કોઈ બહાને અપીલની સુનાવણીમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અરજદારની અરજીને 10 હજારના દંડ સાથે ફગાવી દીધી હતી. ઇન્કમટેક્સ વિભાગમાંથી ટ્રસ્ટ ઉપર નોટિસ આવી ત્યારે હકીકત બહાર આવી ઉલ્લેખનીય છે કે તહેમૂલ શેઠના ફરિયાદીના ટ્રસ્ટની કામગીરી સંભાળતા હતા. તેઓએ વર્ષ 2016માં નોટબંધી વખતે ટ્રસ્ટના નામે અને ફરિયાદીના પતિના નામે બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. પારુલ મોદી કે જેઓ ફરિયાદીના બહેન છે, તેમની અને ફરિયાદીના પતિની ખોટી સહીઓને આધારે 6 કરોડ રૂપિયાથી વધારેના વ્યવહારો કર્યા હતા. બાદમાં જ્યારે ઇન્કમટેક્સ વિભાગમાંથી ટ્રસ્ટ ઉપર નોટિસ આવી ત્યારે હકીકત બહાર આવી હતી. જેથી તહેમૂલ શેઠના સામે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ચોમાસા પૂર્વે 74 તાલુકામાં વરસાદ, હાલોલમાં 4.57 ઈંચ ખાબક્યો:સવારથી છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર સહિતમાં ધીમીધારે વરસાદ; ચોમાસું અટક્યું, 19 રાજ્યો વરસાદ માટે તરસ્યા
    Next Article
    પાટણના પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે વિવિધ સેવાકાર્યોનું આયોજન:ફૂલહારને બદલે નોટબુકથી સન્માન, દિવસભર વિવિધ જનહિતના કાર્યો હાથ ધરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment