Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ધુરંધર’માં રણવીરનો 'ઘોસ્ટ લુક':મેકઅપની મહેનતનો BTS વીડિયો વાઈરલ; બોક્સઓફિસ પર 'કિંગ ઓફ લ્યારી'નું રાજ, 4 દિ'માં 750 કરોડની રેકોર્ડબ્રેક કમાણી

    5 days ago

    આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ બોક્સ ઓફિસ પર સતત રેકોર્ડ બનાવી રહી છે. હવે ફિલ્મના કલેક્શનની સાથે-સાથે હવે રણવીર સિંહના 'ઘોસ્ટ' લુકની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ પ્રીતિશીલ સિંહે સોશિયલ મીડિયા પર એક બિહાઇન્ડ-ધ-સીન (BTS) વીડિયો શેર કર્યો છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે રણવીર સિંહને ફિલ્મના ડરામણા 'ઘોસ્ટ બોર્ન ઓફ શેડોઝ' લુકમાં બદલવામાં આવ્યો. આ વીડિયો જોઈને ફેન્સ આશ્ચરયચકિત છે, કારણ કે અત્યાર સુધી લોકો તેને કમ્પ્યુટર ગ્રાફિક્સ (VFX)નો કમાલ માની રહ્યા હતા. કલાકો સુધી ચાલી મેકઅપ પ્રક્રિયા મેકઅપ આર્ટિસ્ટ પ્રીતિશીલ સિંહે ઇન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં રણવીર સિંહ ખૂબ જ શાંતિથી બેઠેલા જોવા મળી રહ્યા છે. આર્ટિસ્ટ્સની એક આખી ટીમ ખૂબ જ બારીકાઈથી તેમના ચહેરા પર પેઇન્ટ કરી રહી છે અને એક-એક લેયર ઉમેરીને તેમને ડરામણો લુક આપી રહી છે. પ્રીતિશીલે વીડિયોના કેપ્શનમાં લખ્યું, "જ્યારે તમારું મગજ થાકી જાય છે, તો ભ્રમ તેને જૂઠાણાના રંગોમાં રંગી દે છે જેના પર તમે વિશ્વાસ કરવા માંગો છો. રણવીર સિંહને 'ઘોસ્ટ બોર્ન ઓફ શેડોઝ'માં બદલતી વખતે." ‘અમને લાગ્યું કે AIનું કામ છે’ વીડિયો વાઈરલ થયા પછી, સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકોએ માન્યું કે તેમને લાગ્યું હતું કે ફિલ્મમાં રણવીરનો આ ચહેરો સંપૂર્ણપણે VFX અથવા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ની મદદથી બનાવવામાં આવ્યો છે. એક યુઝરે કમેન્ટ કરી, "ઓહ! મને લાગ્યું હતું કે આ VFX હતું." જ્યારે બીજાએ લખ્યું, "મને લાગ્યું કે આ CGI છે." કંગનાએ આદિત્ય ધરના વખાણ કર્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા સિતારાઓએ પણ ફિલ્મ અને ડિરેક્ટર આદિત્ય ધરની પ્રશંસા કરી છે. કંગના રનૌતે આદિત્યને 'સુપરસ્ટાર ફિલ્મમેકર' ગણાવતા કહ્યું કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોટો બદલાવ લઈને આવ્યા છે. કંગનાએ તેમની સરખામણી સ્ટીવન સ્પીલબર્ગ અને ક્રિસ્ટોફર નોલન જેવા દિગ્ગજો સાથે કરી. જ્યારે 'બાહુબલી' ફેમ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીએ કહ્યું કે આદિત્ય ધરે આ ફિલ્મ સાથે કમાલ કરી દીધો છે. રાકેશ રોશને તો તેને 'ફિલ્મ મેકિંગના નવા યુગ'ની શરૂઆત ગણાવી છે. ચાર દિવસમાં વિશ્વભરમાં ₹750 કરોડની કમાણી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રીવેન્જ’એ ફક્ત ચાર દિવસમાં વિશ્વભરમાં ₹750 કરોડની કમાણી કરી છે. ગઈકાલે રવિવાર આ ફિલ્મે ફક્ત ભારતમાં ₹114.85 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે શાહરુખ ખાનની ‘પઠાણ’ અને ‘RRR’ દ્વારા અગાઉના સપ્તાહના બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યા છે. શાહરુખ ખાનની ‘પઠાણ’ એ પાંચ દિવસના વિસ્તૃત સપ્તાહના અંતે ₹287 કરોડની કમાણી કરી હતી. ‘ધુરંધર 2’ એ હવે ‘બાહુબલી 2’ (₹591 કરોડ), ‘કલ્કી 2898 AD’ (₹500 કરોડ) અને ‘RRR’ (₹470 કરોડ) દ્વારા સ્થાપિત શરૂઆતના સપ્તાહના રેકોર્ડને વટાવી દીધો છે. તે હવે ભારતીય સિનેમા ઇતિહાસમાં બીજા ક્રમે સૌથી વધુ શરૂઆતના સપ્તાહના અંતે ઉભરી આવી છે, જે ફક્ત ‘પુષ્પા 2’ (₹762 કરોડ) પછી છે. ભારતમાં ચાર દિવસનું નેટ કલેક્શન: બુધવાર (પેઇડ પ્રિવ્યૂ): ₹43 કરોડ ગુરુવાર (ડે 1): ₹102.55 કરોડ શુક્રવાર (ડે 2): ₹80.72 કરોડ શનિવાર (ડે 3): ₹113 કરોડ રવિવાર (ડે 4): ₹114.85 કરોડ કુલ: ₹454.12 કરોડ ટોટલ ગ્રોસ ક્લેક્શન ભારત: ₹541 કરોડ ઓવરસીઝ: ₹209 કરોડ કુલ: ₹750 કરોડ 2026ની સૌથી મોટી ફિલ્મ બની માત્ર ત્રણ દિવસમાં, 'ધૂરંધર 2' એ 'બોર્ડર 2' (₹470 કરોડ) ને પાછળ છોડીને 2026ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની. રવિવારના કલેક્શન પછી, તેણે 'ગદર 2' (₹691 કરોડ) અને 'સલાર' (₹690 કરોડ)ની આજીવન કમાણીને પણ વટાવી દીધી છે. ફિલ્મ ₹2000 કરોડ કમાઈ શકે છે ફિલ્મની હાલની ગતિને જોતાં, વેપાર નિષ્ણાતો માને છે કે તે આરામથી ₹1000 કરોડનો આંકડો પાર કરશે. જો ફિલ્મ સોમવારે પણ તેની મજબૂત પકડ જાળવી રાખે છે, તો તે ₹2000 કરોડના આંકને સ્પર્શનાર બીજી હિન્દી ફિલ્મ બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    Blaze at 24-storey Mumbai high-rise, elderly woman dead
    Next Article
    જંગલેશ્વરમાં મહિના બાદ પણ રસ્તાનું કામ માત્ર કાગળ પર!:ઐતિહાસિક ડિમોલિશન બાદ તંત્ર ઉદાસીન, ફરીથી ગેરકાયદેસર દબાણો ઉભા થવાની દહેશત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment