Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BSNLના 26મા સ્થાપના દિવસે દોડ્યા અમદાવાદીઓ:કાંકરિયા ખાતે મેરાથોન સાથે ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટી અને ફિટનેસનો ઉત્સવ ઉજવાયો

    18 hours ago

    ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા 1 ઓક્ટોબર 2026ના રોજ પોતાનો 26મો સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ વિશેષ પ્રસંગને યાદગાર બનાવવા માટે બીએસએનએલ દ્વારા અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા ખાતે "HAMARA BSNL!!! Let’s Run Together" થીમ હેઠળ 5 KM RUN મેરાથોનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ "Run for Fitness, Run for Connectivity, Run for Bharat!" ના સૂત્ર સાથે નાગરિકોમાં શારીરિક આરોગ્ય અને ડિજિટલ એકતાનો સકારાત્મક સંદેશ પહોંચાડવાનો હતો. આ મેરાથોન દોડની સાથે BSNL દ્વારા સમગ્ર ગુજરાતમાં સસ્તા, અતિ-વિશ્વસનીય અને અત્યંત સુરક્ષિત ટેલિકોમ નેટવર્ક પૂરું પાડવાની પોતાની પ્રતિબદ્ધતાનો ફરી એકવાર પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત તરફ પગલું BSNL, ગુજરાત સર્કલના ચીફ જનરલ મેનેજર રાકેશ ગોયલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના મહત્વપૂર્ણ સ્તંભ તરીકે BSNL સતત આગળ વધી રહ્યું છે. સંસ્થા દ્વારા રાજ્યના માત્ર મોટા શહેરો જ નહીં, પરંતુ ગ્રામ્ય, દૂરના અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા વિસ્તારો સુધી પણ પોતાના નેટવર્કનો વ્યાપક વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં SIRનો વિરોધ, AAP નેતાની અટકાયત:જંતર-મંતર પર ફોર્સ તૈનાત; CJP મુંબઈમાં પ્રદર્શન કરશે, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ
    Next Article
    રોલા ટ્રસ્ટે પ્રાથમિક શાળાના બાળકોને સિનેમામાં ‘હનુમાન અંશ’ ફિલ્મ બતાવી:રાજહંસ સિનેમા ખાતે બાળકોમાં ઉત્સાહ અને આનંદ છવાયો, વાલીઓએ પણ આવકાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment