Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદમાં રોંગ સાઈડની આફત:BRTS રૂટમાં રોંગ સાઈડ આવેલી ST બસે એમ્બ્યુલન્સનો રસ્તો રોક્યો, રિવર્સ લેવાની ફરજ પડી

    18 hours ago

    સુરત શહેરમાં પડી રહેલા મુસળધાર વરસાદને કારણે પહેલાથી જ રસ્તાઓ પર વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે અને વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. આવી વિકટ વરસાદી સ્થિતિ વચ્ચે સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ભારે બેદરકારી સામે આવી છે. BRTS બસ રૂટમાં એક ST બસ નિયમોનો ભંગ કરીને રોંગ સાઈડમાં ઘૂસી આવી હતી. વરસાદી માહોલમાં રોંગ સાઈડમાં આવી રહેલી આ બસના કારણે સામેથી પોતાના નિયત રૂટ પર આવી રહેલી ઈમરજન્સી એમ્બ્યુલન્સ રસ્તામાં જ ફસાઈ ગઈ હતી. વરસાદી માહોલમાં સાયરન વાગતું રહ્યું છતાં બસે રસ્તો ન આપ્યો ઈમરજન્સી સેવા હોવાથી એમ્બ્યુલન્સ ચાલક સતત સાયરન વગાડીને આગળ વધવા માટે રસ્તો માગી રહ્યો હતો. પરંતુ વરસાદ વચ્ચે BRTS નો સાંકડો રૂટ હોવાથી અને સામેથી ST બસ રોંગ સાઈડમાં અડીંગો જમાવીને ઊભી હોવાથી એમ્બ્યુલન્સને આગળ જવાનો કોઈ માર્ગ મળ્યો નહોતો. બસ ચાલકે ગાડી પાછળ ન લેતા આખરે મુસળધાર વરસાદ અને પાણી ભરાયેલા રસ્તા વચ્ચે એમ્બ્યુલન્સ ચાલકે મજબૂરીમાં પોતાની ગાડી દૂર સુધી રિવર્સમાં લેવી પડી હતી, જેથી દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં ભારે વિલંબ થયો હતો. વરસાદમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગથી ઈમરજન્સી સેવાઓ ખોરવાઈ ચોમાસાના ધોધમાર વરસાદ દરમિયાન રોંગ સાઈડમાં વાહનો ચલાવવું એ કોઈપણ સામાન્ય વાહનચાલક માટે અકસ્માત નોતરે તેવું ભયાનક સાબિત થઈ શકે છે. તેમાં પણ જ્યારે સરકારી ST બસના ડ્રાઇવરે જ વરસાદી પરિસ્થિતિમાં BRTS જેવા સંવેદનશીલ ટ્રેકમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ કર્યું, ત્યારે વાહનચાલકોની ટ્રાફિક શિસ્ત પર મોટા સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો ભરડો:જામનગર, ભાવનગર અને ઉનામાં મળી ત્રણનાં મોત, રાજકોટ જિલ્લાનાં 6 શંકાસ્પદ કેસો પૈકી 3 સારવાર હેઠળ, 2085 ઘરોમાં મલેથિયોન પાવડરનો છંટકાવ કરાયો
    Next Article
    રાજકોટની ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે:પેડક રોડ પર છેલ્લા 2 વર્ષથી સ્થળ ફેરફારની મંજૂરી વિના ધમધમતી શાળા સામે DEO ની કડક કાર્યવાહી, રૂ.1 લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment