Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRTS અકસ્માત કેસમાં 1.54 કરોડનું વળતર ચૂકવવા હુકમ:સાત વર્ષ જૂના વળતર કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો, 8 કરોડના અકસ્માત વળતરના દાવા કર્યો હતો

    6 hours ago

    સાત વર્ષ પહેલાં ઇંટોના ભઠ્ઠાના મેન્યુફેકચરિંગ અને ખરીદ-વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવાન વેપારીનું કરુણ મોત નિપજ્યું હતું. આ યુવાન જ્યારે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતી BRTS બસની અડફેટે આવતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા પરિવારજનોએ આર્થિક નુકસાન અને ભાવિ આવકને ધ્યાને રાખીને રૂપિયા 8 કરોડના જંગી વળતરની માંગ સાથે કલેઇમ પિટિશન દાખલ કરી હતી. વીમા કંપનીની દલીલો અને IT એસેસમેન્ટ કોર્ટમાં ચાલેલી કાયદાકીય કાર્યવાહી દરમિયાન વીમા કંપની તરફથી એડવોકેટ દર્શન શાહે ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે મુખ્યત્વે મરનારના ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) પર ભાર મૂક્યો હતો. પરિવાર તરફથી રજૂ કરાયેલા રિટર્નમાં એક વર્ષની આવક અંદાજે 78 લાખ રૂપિયા દર્શાવવામાં આવી હતી. જોકે, વીમા કંપનીએ આ આવકના સ્ત્રોત અને તેની સત્યતા સામે સવાલો ઉઠાવ્યા હતા, જે વળતરની રકમ નક્કી કરવા માટે નિર્ણાયક સાબિત થયા હતા. રિવાઇઝ રિટર્ન અને આઇટી સ્ક્રુટિનીનો વિવાદ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે રિવાઇઝ રિટર્નના આધારે આવકનો સ્ત્રોત ચકાસવામાં આવ્યો. આઇટી સ્ક્રુટિની દરમિયાન કરદાતા (મરનાર) તરફથી જે જવાબો આપવામાં આવ્યા હતા, તેને વીમા કંપનીએ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કંપનીની દલીલ હતી કે માત્ર એક વર્ષની ઉંચી આવકને આધારે વળતર નક્કી ન કરી શકાય, પરંતુ તેની પાછળના નક્કર પુરાવા અને આવકનો કાયમી સ્ત્રોત હોવો અનિવાર્ય છે. કોર્ટનું અવલોકન અને સરેરાશ આવકનો આધાર નામદાર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આઇટી રિટર્નના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી હતી. કોર્ટે અવલોકન કર્યું કે ક્લેઇમની રકમ નક્કી કરવા માટે છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્નની સરેરાશ કાઢવી વધુ ન્યાયસંગત છે. માત્ર એક વર્ષની રજૂ કરેલી 78 લાખની આવકને સીધી રીતે ગણતરીમાં લેવાને બદલે, ઉપલબ્ધ ડેટા અને સ્ક્રુટિની ઓર્ડરને ધ્યાને રાખીને વળતરનો આંકડો નક્કી કરવામાં આવ્યો હતો. અંતિમ ચુકાદો અને વળતરની રકમ તમામ પાસાઓને ધ્યાને રાખીને કોર્ટે 8 કરોડના દાવા સામે વ્યાજબી વળતર તરીકે 1.54 કરોડ રૂપિયા મંજૂર કરવાનો આદેશ કર્યો હતો. વીમા કંપનીની દલીલો અને રજૂ કરાયેલા આઇટી એસેસમેન્ટના પુરાવાઓને કારણે વળતરની રકમમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ચુકાદો અકસ્માત વળતરના કેસોમાં ઇન્કમ ટેક્સ રિટર્ન અને વ્યવસાયિક આવકના પુરાવાઓનું મહત્વ પુનઃ પ્રસ્થાપિત કરે છે.
    Click here to Read More
    Previous Article
    પંજાબે દિલ્હીને 211 રનનો ટાર્ગેટ આપ્યો:રનચેઝમાં DCએ ત્રણ ઓવરમાં બે વિકેટ ગુમાવી, અભિષેક પોરેલ પછી કેએલ રાહુલને આઉટ કર્યો
    Next Article
    10 human skills that could survive the AI job takeover

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment