Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRICS બિઝનેસ ફોરમમાં મોદી બોલ્યા- ભારત નવી તકોનું કેન્દ્ર:અમે દુનિયામાં વેપાર વધારવા માંગીએ છીએ, તેના માટે સુરક્ષિત દરિયાઈ માર્ગો જરૂરી

    3 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ભારત મંડપમમાં 45 મિનિટની દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ પછી બંને નેતાઓ એક જ કારમાં ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશનમાં પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 24મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ તેનો સ્વીકાર કર્યો હતો. બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તેની સંપૂર્ણ માહિતી હજુ સામે આવી નથી. રિપોર્ટ્સ અનુસાર, બંને દેશો વચ્ચે મોટી ડિફેન્સ ડીલ શક્ય છે. ભારત રડારની પકડમાં ન આવતું સુખોઈ-57 ફાઈટર જેટ ખરીદી શકે છે. મોદી-પુતિનની મુકાલાતની તસવીરો… તિરુક્કુરલ શું છે, જે મોદીએ પુતિનને ભેટમાં આપી? તિરુક્કુરલ તમિલ કવિ અને દાર્શનિક તિરુવલ્લુવરની પ્રસિદ્ધ રચના છે. તેમાં લગભગ 1,330 દોહા છે. આ દોહામાં સારા જીવન, નૈતિકતા, શાસન, અર્થવ્યવસ્થા, પ્રેમ અને માનવીય મૂલ્યો વિશે જણાવવામાં આવ્યું છે. તિરુક્કુરલને તમિલ સાહિત્યની સૌથી મહત્વપૂર્ણ રચનાઓમાંની એક માનવામાં આવે છે. તેનો ઘણી ભાષાઓમાં અનુવાદ પણ થઈ ચૂક્યો છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા તેને વિદેશી નેતાઓને ભેટ આપવી એ ભારતની પ્રાચીન તમિલ સંસ્કૃતિ અને તેની જ્ઞાન પરંપરાને દુનિયા સુધી પહોંચાડવાનો સંદેશ માની શકાય છે. Su-57 ફાઇટર જેટ, S-400 અને એડવાન્સ બ્રહ્મોસ-NG ડીલ શક્ય મોદી-પુતિનની વાતચીતમાં S-400ની બાકીની ખેપ અને એડવાન્સ બ્રહ્મોસ-NG જેવા સંરક્ષણ સહયોગના મુદ્દાઓ પર પણ ચર્ચા શક્ય છે. આ ઉપરાંત, 2030 સુધીમાં બંને દેશોનો વેપાર 100 અબજ ડોલર સુધી પહોંચાડવા પર વાત થઈ શકે છે. રશિયા સાથે ઉદ્યોગ, રેલવે, સ્ટીલ અને ટનલિંગમાં સહયોગ વધારવા, ભારતીય કંપનીઓને રશિયન બજારમાં વધુ તકો આપવા અને પરમાણુ ઊર્જા, ક્રિટિકલ મિનરલ્સ, કુશળ કામદારો અને ખાતરના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર પણ ચર્ચા શક્ય છે.
    Click here to Read More
    Previous Article
    इतनी फोर्स क्यों लगाई, ये कोई गुंडे या कत्ली हैं? यूपी के मंत्री संजय निषाद सड़क पर उतरे, DM-SP को खरी-खोटी
    Next Article
    પીવાના પાણીના 26% સેમ્પલ વોટર ઓડિટમાં ફેઇલ:એક જ વર્ષમાં 62 સિંહોના મોત, રાજ્યનું દેવું 4.30 લાખ કરોડે પહોંચ્યું; વિધાનસભામાં CAG અને સરકારી જવાબોથી ઘટસ્ફોટ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment