Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BRICS સમિટ: દિલ્હીમાં 15 હજાર પોલીસકર્મી તૈનાત:200 પેરામિલિટરી કંપનીઓ પણ રહેશે, 14 સપ્ટેમ્બર સુધી ટ્રાફિક ડાયવર્ટ, 7 રાજ્યોની ટ્રેનિંગ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

    6 hours ago

    દિલ્હીમાં BRICS સમિટને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર મનીષ કુમાર અગ્રવાલે ગુરુવારે જણાવ્યું કે BRICS સમિટમાં દિલ્હી પોલીસના લગભગ 15 હજાર જવાનો અને પેરામિલિટરી ફોર્સની 200 કંપનીઓ તૈનાત રહેશે. સ્પેશિયલ કમિશનર મુજબ, એરપોર્ટ, હોટલ, ભારત મંડપમ અને વિદેશી મહેમાનોના આવવા-જવાના રસ્તાઓ પર ખાસ સુરક્ષા રહેશે. પ્રતિનિધિમંડળોની અવરજવરને કારણે 10થી 14 સપ્ટેમ્બર સુધી ટ્રાફિકમાં ફેરફાર થઈ શકે છે અને કેટલાક રસ્તાઓ પર પ્રતિબંધ પણ લાગી શકે છે. સમિટને ધ્યાનમાં રાખીને DGCAએ 7 રાજ્યોના ફ્લાઈંગ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશનની ઉડ્ડયનો પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 11 સપ્ટેમ્બર સવારે 7 વાગ્યાથી 13 સપ્ટેમ્બર રાત્રે 11 વાગ્યા સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન આ રાજ્યોના ટ્રેનિંગ સેન્ટરમાંથી કોઈપણ વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. BRICS સમિટ નવી દિલ્હીના ભારત મંડપમમાં 12-13 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ વર્ષે સમિટની થીમ "બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી" રાખવામાં આવી છે. વિદેશી પ્રતિનિધિઓની સુરક્ષા માટે દિલ્હી પોલીસ ઘણી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે અને તેમના આવવા-જવાના તમામ મુખ્ય રસ્તાઓની અગાઉથી તપાસ કરવામાં આવી છે. દિલ્હીમાં સજાવટ અને સુરક્ષા, 4 તસવીરો… સ્ટ્રીટ વેન્ડર્સને સ્ટોલ ન લગાવવાનો નિર્દેશ નેશનલ એસોસિએશન ઓફ સ્ટ્રીટ વેન્ડર્સ ઓફ ઇન્ડિયા (NASVI) નો દાવો છે કે બ્રિક્સ સમિટ પહેલા દિલ્હીના ઘણા વિસ્તારોમાં સ્ટ્રીટ વેન્ડર્સને પોતાનું કામ બંધ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. સંગઠને અધિકારીઓને અપીલ કરી છે કે તેઓ ખાતરી કરે કે સુરક્ષા વ્યવસ્થાને કારણે વેન્ડર્સની રોજીરોટી પર અસર ન થાય. NASVI અનુસાર, ઇન્ડિયા ગેટ, મદનગીર, ભીકાજી કામા પ્લેસ, વસંત વિહાર, સાકેત અને આરકે પુરમ જેવા વિસ્તારોમાં વિક્રેતાઓએ જણાવ્યું છે કે પોલીસકર્મીઓએ તેમને તેમના સ્ટોલ ન લગાવવા અથવા તેમનું કામ ન કરવા કહ્યું છે. નિષ્ણાતનો અભિપ્રાય- જો સામાન્ય સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો ભારતને બ્રિક્સના 10 નવા બજારો મળશે કાઝિમ રિઝવી (ડિજિટલ અને આઇટી નિષ્ણાત) મુજબ આ તમામ મંતવ્યો આપવામાં આવ્યા છે. BRICથી BRICS સુધી આ રીતે વધ્યો સમૂહ BRICSની શરૂઆત બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનના BRIC ગઠબંધન તરીકે થઈ હતી. આ દેશોના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠક 2006માં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન થઈ હતી. ત્યારબાદ 2009માં રશિયાના યેકાતેરિનબર્ગમાં BRICનું પ્રથમ શિખર સંમેલન યોજાયું. દક્ષિણ આફ્રિકાના 2011માં સામેલ થયા પછી તેનું નામ BRICS થઈ ગયું. જાન્યુઆરી 2024માં ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, સાઉદી અરેબિયા અને UAEને પૂર્ણ સભ્ય બનાવવામાં આવ્યા. ત્યારબાદ જાન્યુઆરી 2025માં ઇન્ડોનેશિયા પણ પૂર્ણ સભ્ય બન્યું. હવે BRICSમાં 11 પૂર્ણ સભ્ય દેશો છે. આ સાથે ભાગીદાર દેશોની સંખ્યા પણ વધી રહી છે. આ સમૂહ વૈશ્વિક આર્થિક અને રાજદ્વારી બાબતોમાં મહત્વપૂર્ણ પ્રભાવ ધરાવે છે. -------------------- આ સમાચાર પણ વાંચો… ચીનનાં રાષ્ટ્રપતિનો ગલવાન હિંસા પછી પહેલો ભારત પ્રવાસ:જિનપિંગ BRICSમાં ભાગ લેશે, PM મોદી સાથે બેઠક શક્ય; છેલ્લે 2019માં આવ્યા હતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવશે. ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી છે. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    Nepal flash floods: When disaster becomes content
    Next Article
    भगवा, हिन्दू ख़तरे के नाम पर बीजेपी के लिए वोट कौन माँग रहा है? कहाँ है चुनाव आयोग?

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment