Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BPL સીઝન-2માં એલેમ્બિક વોરિયર્સનો સતત બીજો વિજય:ધ્રુવ પટેલે 76 રનની તોફાની ઇનિંગ્સ રમી, IPLની 4 ટીમ CSK, DC, RCB અને KKRના સ્કાઉટ્સે ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી

    12 hours ago

    વડોદરાના બીસીએ સ્ટેડિયમ, કોટાંબી ખાતે ચાલી રહેલી બરોડા પ્રીમિયર લીગ (BPL) સીઝન-2ની ત્રીજી મેચમાં 2 જૂનના રોજ એલેમ્બિક વોરિયર્સ અને ડાયમંડ ડેઝલર્સ વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. એલેમ્બિક વોરિયર્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને મેચ પણ જીતી લીધી હતી. એલેમ્બિક વોરિયર્સે સતત બીજી મેચ જીતી લીધી છે. મેચ નિહાળવા માટે ક્રિકેટપ્રેમીઓ ઉપરાંત IPLની ચાર ટીમ CSK, DC, RCB અને KKRના સ્કાઉટ્સ પણ ખાસ હાજર રહ્યા હતા, જેમણે ખેલાડીઓના પ્રદર્શન પર નજીકથી નજર રાખી હતી. ડાયમંડ ડેઝલર્સે 20 ઓવરમાં 9 વિકેટે 151 રન બનાવ્યા હતા પ્રથમ બેટિંગ કરતા ડાયમંડ ડેઝલર્સે 20 ઓવરમાં 9 વિકેટે 151 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ભાનુ પાણિયાએ 21 બોલમાં 34 રન, દીપ પટેલે 27 બોલમાં 34 રન અને શશ્વત રાવતે 30 બોલમાં 31 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. એલેમ્બિક વોરિયર્સ તરફથી લક્ષિત ટોકસિયાએ 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી, જ્યારે હેમંત પુંડે, પ્રદીપ યાદવ અને સફવાન પટેલે 2-2 વિકેટ મેળવી હતી. ધ્રુવ એન. પટેલે 49 બોલમાં 76 રનની તોફાની ઇનિંગ્સ રમી 152 રનના લક્ષ્યાંકનો પીછો કરતા એલેમ્બિક વોરિયર્સે માત્ર 17.4 ઓવરમાં 4 વિકેટે 155 રન બનાવી 6 વિકેટે જીત મેળવી હતી. ધ્રુવ એન. પટેલે 49 બોલમાં 76 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી, જેમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રદીપ યાદવે 15 બોલમાં અણનમ 22 રન ફટકાર્યા હતા. ડાયમંડ ડેઝલર્સ તરફથી અભિમન્યુ સિંહ રાજપૂતે 2 વિકેટ ઝડપી હતી. મેચ દરમિયાન એલેમ્બિક વોરિયર્સ દ્વારા દર્શકો માટે મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિજેતાઓને આકર્ષક ભેટો આપવામાં આવી હતી, જેના કારણે સ્ટેડિયમમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. ધ્રુવ પટેલને 'મેન ઓફ ધ મેચ' અને 'બેસ્ટ સ્ટ્રાઇકર' એવોર્ડ એનાયત અદભુત પ્રદર્શનને લીધે ધ્રુવ પટેલને 'મેન ઓફ ધ મેચ' અને 'બેસ્ટ સ્ટ્રાઇકર' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રદીપ યાદવને 'બેસ્ટ બોલર' અને નિનાદ રાઠવાને 'ગ્રીન ડોટ એવોર્ડ' આપવામાં આવ્યો હતો. BPLમાં દિવસેને દિવસે વધતી દર્શકોની હાજરી અને રોમાંચક મુકાબલાઓ ટુર્નામેન્ટની લોકપ્રિયતામાં સતત વધારો કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ફરી એકવાર હજારો લિટર પાણીનો વેડફાટ:રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે લાઈનમાં ભંગાણ, રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનચાલકો પરેશાન
    Next Article
    OpenAI's Sam Altman backtracks on AI job-loss fears, says top AI adopters are hiring more workers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment