Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુસ્તકપ્રેમનો ઉત્સવ : વેરાવળની ચોક્સી કોલેજમાં ‘BOOK BONANZA 2026’ધામધૂમથી ઉજવાયો:વાંચન સંસ્કૃતિને મળ્યો નવો વેગ, 250થી વધુ વિદ્યાર્થીઓએ પુસ્તકોના ખજાનામાં લગાવી ડૂબકી

    8 hours ago

    વેરાવળ સ્થિત શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સી.પી. ચોક્સી આર્ટ્સ એન્ડ શ્રી પી. એલ. ચોક્સી કોમર્સ કોલેજ ખાતે “પુસ્તક મહોત્સવ – BOOK BONANZA 2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજની સેન્ટ્રલ લાયબ્રેરી ખાતે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલેલા આ મહોત્સવે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વાંચન પ્રત્યેનો ઉત્સાહ પ્રગટ કર્યો. “પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના શરીર જેવો છે” જેવી ઉક્તિને સાકાર કરતી આ ઉજવણીમાં પુસ્તકો પ્રત્યેનો પ્રેમ અને વાંચન સંસ્કૃતિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ વિષયોના જ્ઞાનસભર પુસ્તકોના પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ વાંચનની દુનિયામાં ડૂબકી લગાવી. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન સુરેશભાઈ કંપાણી, સેક્રેટરી ભરતભાઈ શાહ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ના કુલસચિવ મહેશભાઈ મેતરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ, શિક્ષકો અને આશરે 250થી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જીગર આર. રાવલ એ જણાવ્યું હતું કે, “ઉત્તમ પુસ્તકો જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસે અને તેઓ જ્ઞાનના નવા ક્ષિતિજો સર કરે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.” ગ્રંથપાલ ડૉ. મૈત્રી જોશીએ લાયબ્રેરીના સમૃદ્ધ પુસ્તક સંગ્રહ અંગે માહિતી આપી અને વિદ્યાર્થીઓને પુસ્તકોનો વધુમાં વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફ, ગ્રંથપાલ તેમજ NCC ના કો. ઓર્ડીનેટર પ્રો. અર્જુન ચોચા ના માર્ગદર્શન તળે NSS અને NCCના વિદ્યાર્થીઓએ ભારે મહેનત કરી હતી. આ પુસ્તક મહોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપતો પ્રેરણાદાયક પ્રયાસ સાબિત થયો.
    Click here to Read More
    Previous Article
    “કેકારવ”માં ઝળહળ્યું બાળ પ્રતિભાનું આકાશ:પ્રભાસ પાટણમાં સંસ્કૃતિનો રંગારંગ મહોત્સવ, પી.એમ. શ્રી પે સેન્ટર શાળાના નાનકડા કલાકારોની અદભૂત રજૂઆત
    Next Article
    Gujarat's Empty Diamond Trading Hub Mirrors Pain For $80 Billion Industry

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment