Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એર ઇન્ડિયાના પ્લેનમાં બોમ્બની ધમકી મળતાં અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ:ટીશ્યુ પેપર પર 'BOMB DEAD 4:30'નો મેસેજ, તમામ મુસાફરોના હેન્ડ રાઈટીંગ સેમ્પલ લેવામાં આવ્યા

    1 day ago

    સાઉદી અરેબિયાના દમામથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સફેદ કલરના ટીશ્યુ પેપર પર કાળી પેનથી 'BOMB DEAD 4:30' લખેલું મળી આવતા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. ફ્લાઈટમાંથી તમામ મુસાફરોને બહાર કાઢી તપાસ કરવામાં આવતા કંઈપણ શંકાસ્પદ ન મળ્યું. તમામ મુસાફરોને ફ્લાઈટમાં દિલ્હી મોકલાશે. જો કે, ટીશ્યુ પર લખાણ લખનારની ઓળખ કરવા માટે ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોના હેન્ડ રાઈટીંગ સેમ્પલ મેળવવામાં આવ્યા છે. જેને ટીશ્યુના લખાણ સાથે મેચ કરાશે. ‘BOMB’ લખેલું ટીશ્યુ પેપર મળી આવ્યું સાઉદી અરેબિયાના દમામથી નવી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ક્રૂ મેમ્બરને 'BOMB' લખેલું એક ટીશ્યુ પેપર મળી આવ્યું. શંકાસ્પદ લખાણની જાણ થતા જ ક્રૂ સ્ટાફે તુરંત પાઇલટને વાકેફ કર્યા. નિયમાનુસાર સુરક્ષા પ્રોટોકોલ હેઠળ તાત્કાલિક નજીકના અમદાવાદ એરપોર્ટનો સંપર્ક સાધી ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી. ગંભીર પરિસ્થિતિને જોતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ ઇમરજન્સી સેવાઓને તહેનાત કરી દેવામાં આવી. તમામ 32 મુસાફરોને પ્લેનમાંથી બહાર કાઢી લેવાયા પ્લેનનું અમદાવાદ રન-વે પર લેન્ડિંગ થતાંની સાથે જ તેને સુરક્ષાના ભાગરૂપે મુખ્ય વિસ્તારથી દૂર લઈ જવામાં આવ્યું. ત્યારબાદ વિમાનમાં સવાર તમામ 32 મુસાફરોને સાવચેતીપૂર્વક બહાર કાઢી એરપોર્ટ બસ મારફતે સુરક્ષિત રીતે ટર્મિનલ બિલ્ડિંગ ખાતે ખસેડવામાં આવ્યા. મુસાફરોનો તમામ લગેજ પણ અલગ રાખીને વિગતવાર તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ઇમરજન્સી લેન્ડિંગ બાદ ફાયર બ્રિગેડ, સીઆઇએસએફ (CISF), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સમગ્ર વિમાનને ઘેરી લઈને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. એરપોર્ટ સુરક્ષા અધિકારીઓ અને ટેક્નિકલ ટીમો દ્વારા વિમાનના દરેક ખૂણા, કાર્ગો હોલ્ડ અને સીટોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી. પ્રાથમિક તપાસ દરમિયાન ફ્લાઇટમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ આ ધમકીભરી ચિઠ્ઠી કોણે અને કયા ઇરાદાથી મૂકી હતી તે દિશામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. તમામ પેસેન્જરના હેન્ડ રાઈટીંગ સેમ્પલ લેવામાં આવ્યા- PI એરપોર્ટ પોલીસ સ્ટેશનના PI ચાવડાએ જણાવ્યું કે, એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ દમામથી દિલ્હી જઈ રહી હતી.આ દરમિયાન બપોરે 4 વાગ્યાની આસપાસ ફ્લાઇટના ક્રૂને એક ટિસ્યુ પેપર પર 'BOMB DEAD 4:30' લખેલું મળ્યું હતું. જે બાદ ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.ફલાઇટમાં સવાર 32 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બરને ઉતારી લેવામાં આવ્યા હતા.બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવતા ફ્લાઇટમાંથી કઈ મળી આવ્યું નહીં.તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરના હેન્ડ રાઇટીંગ સેમ્પલ લેવામાં આવ્યા છે.આ તમામ સેમ્પલ સાથે લખાણ મેચિંગ કરવામાં આવશે.હાલ ફલાઇટમાં ચેકીંગ પૂરું થતા તમામ પેસેન્જરને ફલાઇટમાં દિલ્હી મોકલવામાં આવશે. આ સમાચાર પણ વાંચો સાત મહિના પહેલા પણ આ પ્રકારની જ ધમકી મળી હતી સાત મહિના પહેલા પણ કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી ધમકીભર્યા લખાણ સાથેનું ટીશ્યુ પેપર મળતા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. જે તે સમયે પણ પ્લેનની સંપૂર્ણ તપાસ કરાયા બાદ કંઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી. જે તે સમયે ધમકી આપનારની ઓળખ કરવા માટે ફ્લાઈટમાં સવાર તમામ 181 મુસાફરો પાસે ટીશ્યુ પેપર પર લખાણ લખાવવામાં આવ્યું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    સંઘનું મુસ્લિમ કાર્ડ:મોહન ભાગવતે મોદીને ટાર્ગેટ કર્યા? અમેરિકાથી ગાંધીજીની વાત દોહરાવી, જસ્ટિસ ભુયાને કહ્યું-જેન ઝી સવાલો પૂછે તો ધમકાવી ના શકો
    Next Article
    સોમનાથમાં ત્રીજા શ્રાવણી સોમવારે હજારો ભક્તો ઉમટ્યા:75 ધ્વજાપૂજા, 65 સોમેશ્વર પૂજા, 572 રૂદ્રાભિષેક અને 44 હજાર આહુતિ, સાંજે 7 વાગ્યા સુધીમાં 71,000 ભક્તોએ દર્શન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment