Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાઇબર ક્રાઇમ:વલસાડ BOB મેનેજરનો ફોન આવ્યો ત્યારે ખબર પડી કે ખાતામાંથી 95 હજાર સફાચટ

    10 hours ago

    નીતનવા કસબ અજમાવી ઠગભગતો દ્વારા સાઇબર ક્રાઇમને અંજામ આપતો એક કિસ્સો વલસાડ ખાતે સામે આવ્યો છે. વલસાડ ભાગડાવડા ગ્રીનપાર્ક-3માં રહેતાં એક યુવકના મોબાઇલ હેક કરી રૂ.95 હજાર ઉપાડી લેવાનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં આ યુવકના બેંક ઓફ બરોડાના ખાતામાંથી મોટી રકમ ઠગભગતો ઓનલાઇન સફાચટ કરી ગયા છે. યુવકે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વલસાડના ગ્રીનપાર્ક-3માં મેઇન રોડ ઉપર બ્રાઇટ ટયુશન બાજૂમાં રો હાઉસમાં રહેતાં સફી મુસ્તાક અહમદ શેખ વેપાર ધંધો કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં રહેતા એક મિત્ર પાસેથી એક ફિલ્મોને લગતી એપ મંગાવી હતી.મિત્રએ આ એપીકે ફાઇલ મોકલતાં સફીએ ડાઉનલોડ કરી હતી.બાદમાં ઓપન કરતા દરમિયાન કોઇ ઠગ ભગતોએ તેમનો ફોન હેક કરી સફી શેખના બેંક એકાઉન્ટમાંથી રૂ. 65 હજાર ઉપાડી લીધા હતા. જેની ફરિયાદ સફીએ વલસાડ સિટી પોલીસમાં નોંધાવી છે. મેનેજરે ફોન કર્યો કે ખાતું બ્લોક કરાવો બેંક ખાતામાંથી રૂ.95 હજાર ઉપડી ગયાની એકાઉન્ટ હોલ્ડર સફીને બિલકુલ જાણ ન હતી.પરંતું બેંક ઓફ બરોડામાંથી ફોન આવ્યો કે.આપને રૂ.95 હજાર કા ટ્રાન્ઝેક્શન કીયા હૈ તેમ કહેતાં સફીએ ના પાડી હતી.ત્યારે બેંક મેનેજરે કહ્યું કે, કિસીને દો બાર ટ્રાન્ઝેકશન કિયા લેકિન પહેલા ટ્રાન્ઝેક્શન ફેલ હુવા થા બાદમે દુસરી બારકા ટ્રાન્ઝેક્શન સકસેસ ગયા હૈ. આપ જલ્દી બેંકમે આઇએ ઓર એકાઉન્ટ બ્લોક કરાવો.આ માહિતી મળતાં જ સફી દોટ મૂકી બેંકમાં પહોંચતા ખાતામાંથી 95 હજાર ઉપડી ગયાની જાણ થઈ હતી. સફીને ફ્રી મુવી જોવા માટે સોશ્યિલ મીડિયા પર ફરતી એપ જોઇ હતી પણ આ એપ તેની પાસે ન હતી. ફ્રી મુવી જોવા માટેની એપ મંગાવવા માટે આવેશનો સંપર્ક કર્યો હતો. જેના માટે પોતાના મિત્ર આવેશને ફોન કરી મુવી ફ્રીમાં જોવા માટે કોઇ એપ હોય તો મોકલજો તેવું કહ્યું હતું. જેથી તેણે Tu-bi01.apk ફાઇલ મોકલી હતી સફીએ આ જ એપ ડાઉનલોડ કરવાનું ભારે પડી ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં રાત્રી દરમિયાન ગાજવીજ સાથે વરસાદ:પાંચ તાલુકામાં અડધાથી પોણા ઇંચ સુધી વરસાદ નોંધાયો
    Next Article
    ‘Home Department run by a Pandu Havaldar’: Congress attacks Fadnavis after Pune hooch deaths

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment