Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેખ હસીનાના ગૃહનગર ગોપાલગંજમાં સતત ત્રીજા દિવસે હિંસા:પોલીસ સ્ટેશન અને BNP સાંસદનું ઘર સળગાવ્યું; ઢાકામાં બસોને આગ ચાંપી

    3 days ago

    બાંગ્લાદેશમાં મંગળવાર સાંજે રાજકીય તણાવ અચાનક વધી ગયો. પ્રતિબંધિત અવામી લીગ અને તેની વિદ્યાર્થી શાખા પ્રતિબંધિત વિદ્યાર્થી લીગના કાર્યકરોએ શેખ હસીનાના ગૃહજિલ્લા ટુંગીપાડા, ગોપાલગંજમાં પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો. કેટલાક વાહનોમાં આગ લગાવી દીધી. હુમલાખોરોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરીને કસ્ટડીમાં બંધ કાર્યકરોને છોડાવી લીધા. હિંસા માત્ર પોલીસ સ્ટેશન સુધી જ સીમિત રહી નહીં. BNP સાંસદના ઘરને આગ ચાંપી દેવામાં આવી, જ્યારે ગાઝીપુરમાં પૂર્વ મંત્રી એકેએમ મોજમ્મેલ હકના ઘરમાં આગ લગાવવામાં આવી. ઢાકામાં પણ અનેક બસોને આગ ચાંપી દેવામાં આવી અને બે સ્થળોએ દેશી બોમ્બ ફાટ્યા. હિંસા બાદ ગોપાલગંજમાં વધારાની પોલીસ અને સેનાને તૈનાત કરવામાં આવી છે. ટુંગીપાડામાં ઇન્ટરનેટ અને મોબાઇલ નેટવર્કમાં મુશ્કેલી હોવાના અહેવાલો છે. પોલીસે જણાવ્યું છે કે, હિંસામાં સામેલ લોકોની ઓળખ વીડિયોના આધારે કરવામાં આવી રહી છે. હજુ સુધી ધરપકડનો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. હિંસા સાથે જોડાયેલી તસવીરો… ટુંગીપાડા પોલીસ સ્ટેશનમાં શું થયું મંગળવારની સાંજે અવામી લીગ અને વિદ્યાર્થી લીગના કાર્યકરોએ સરઘસ કાઢ્યું અને ટુંગીપાડા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું. ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગયા અને હુમલો કર્યો, તેમજ ત્યાં ઊભેલી ઘણી ગાડીઓમાં આગ લગાવી દીધી. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે આંસુગેસના શેલ, રબરની ગોળીઓ અને સાઉન્ડ ગ્રેનેડનો ઉપયોગ કર્યો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે સમાચાર ફેલાયા કે પોલીસે અવામી લીગના અનેક કાર્યકરોને કસ્ટડીમાં લીધા છે, ત્યારે તણાવ ભડક્યો. એવું કહેવાય છે કે, મસ્જિદના લાઉડસ્પીકર પરથી જાહેરાત કરીને લોકોને પોલીસ સ્ટેશનની બહાર એકત્ર કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ સ્ટેશનની અંદર ઓછામાં ઓછી 3 ગાડીઓ સળગતી દેખાઈ રહી છે. હુમલાખોરોના હાથમાં લાઠીઓ હતી અને તેઓ "જય બાંગ્લા, જય બંગબંધુ"ના નારા લગાવી રહ્યા હતા. ફેસબુક લાઇવમાં કહ્યું હતું- પોલીસ સ્ટેશન સળગાવવા જઈ રહ્યા છીએ એક ફેસબુક લાઇવમાં એચએમ રૂબેલ ફરાજી નામના વ્યક્તિને કહેતા સાંભળવામાં આવ્યા—"અમે થોડી જ વારમાં પોલીસ સ્ટેશનમાં આગ લગાવી દઈશું." તેણે દાવો કર્યો કે, પોલીસે તેમના પર ટિયર ગેસ છોડ્યો છે અને તેની અસરથી બચવા માટે તેઓ આગ સળગાવી રહ્યા છે તથા પાછળ નહીં હટે. ત્યારબાદ, ટુંગીપાડા ફાયર સર્વિસના કાર્યકારી સ્ટેશન ઓફિસર એસ્કંદર શેખે કહ્યું- આગ માત્ર પોલીસ સ્ટેશનમાં જ નહીં, પરંતુ ચૌરંગી ચાર રસ્તા અને બશબારિયા વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં પણ લાગી છે. જોકે સુરક્ષાના કારણોસર ફાયરકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી શકતા નથી. સુરક્ષા દળો મળ્યા બાદ જ તેઓ ત્યાં જઈ શકશે. BNP સાંસદનું ઘર સળગાવી દેવામાં આવ્યું પોલીસ સ્ટેશન બાદ હિંસા ગોપાલગંજ-3 (ટુંગીપાડા-કોટાલીપાડા)ના BNP સાંસદ એસ.એમ. જીલાનીના ઘર સુધી પહોંચી ગઈ. તેમનું ઘર પોલીસ સ્ટેશનથી લગભગ 1.5 કિલોમીટર દૂર છે. પ્રત્યક્ષદર્શીઓ અને BNPના સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ પહેલાં પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો, ત્યારબાદ સાંસદના ઘર તરફ આગળ વધ્યા. તેમણે ઘરમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી. ફેસબુક પર વાયરલ થયેલા વીડિયોમાં ઘરના અલગ-અલગ ભાગોમાં આગ લાગેલી જોવા મળી રહી છે. લાકડીઓ લઈને આવેલા યુવકો સામાન તોડતા અને "જય બાંગ્લા"ના નારા લગાવતા જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિને એવું કહેતા સાંભળવામાં આવ્યું- "જીલાનીનું ઘર ખતમ થઈ ગયું." જીલાનીનો સંપર્ક કરવાના અનેક પ્રયાસો નિષ્ફળ રહ્યા. રાત્રે 10 વાગ્યા પછી ગોપાલગંજ જિલ્લા BNPના સંયોજક શરીફ રફીકુજ્જમાને જણાવ્યું- તેમને અનેક સ્ત્રોતો પાસેથી સાંસદના ઘરને આગ લગાડવામાં આવી હોવાની જાણકારી મળી છે. ગાઝીપુરમાં પૂર્વ મંત્રીનું ઘર સળગાવાયું ગાઝીપુરમાં પૂર્વ મંત્રી એકેમ મોજમ્મેલ હકના જૂના ઘરમાં પણ આગ લગાડવામાં આવી. આ ઘર ગાઝીપુર સદરના કાશિમપુર વિસ્તારમાં આવેલું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, સાંજે આશરે 7:30 વાગ્યે 15-20 લોકોનું એક જૂથ ઘરની નજીક પહોંચ્યું, દરવાજો તોડી અંદર આગ લગાડી દીધી. આગ બુઝાવવા માટે ફાયર સર્વિસની 2 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. બાંગ્લાદેશમાં ફરી હિંસા કેમ ભડકી… આ હિંસા અચાનક થઈ નથી. છેલ્લા કેટલાક અઠવાડિયાંથી બાંગ્લાદેશમાં તણાવ વધી રહ્યો હતો. 1. શેખ હસીનાને સજા: બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે પૂર્વ PM શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષી ઠેરવીને ફાંસીની સજા સંભળાવી છે. ત્યારથી અવામી લીગના સમર્થકોમાં આક્રોશ છે. 2. અવામી લીગ પર પ્રતિબંધ: હસીના સરકારના પતન બાદ વચગાળાની સરકારે અવામી લીગ અને વિદ્યાર્થી લીગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ તેમના કાર્યકરો હજુ પણ મેદાનમાં સક્રિય છે. 3. ચૂંટણી પહેલાં તણાવ: બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી 2026માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. BNP અને જમાત-એ-ઇસ્લામી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે, જ્યારે અવામી લીગને ચૂંટણીથી બહાર રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    LPG पर 47 रुपये कमीशन बढ़ाने की मांग, पेट्रोल-डीजल के भी बढ़ सकते हैं दाम, डिटेल में जानिए वजह
    Next Article
    Ramayana Sets Biggest Second Weekend Box Office Record In India; Beats Dhurandhar 2

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment