Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BN પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં બીજી એકેડેમિક કાઉન્સિલ બેઠક યોજાઈ:નવા અભ્યાસક્રમો અને PhD કાર્યક્રમ શરૂ કરવા મંજૂરી

    8 hours ago

    આણંદ સ્થિત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત BN પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલાઇડ એન્ડ હેલ્થકેર સાયન્સિસ ખાતે બીજી એકેડેમિક કાઉન્સિલ બેઠક યોજાઈ હતી. આ બેઠકનું અધ્યક્ષસ્થાન ડૉ. નયન પટેલે સંભાળ્યું હતું. બેઠકમાં વાઇસ ચાન્સેલર નોમિની ડૉ. મનીષ પટેલ, ઓનલાઈન માધ્યમથી ડૉ. પરેશ વિરપરિયા, ગવર્નિંગ બોડીના સભ્યો ડૉ. વાસુદેવ ઠાકર અને ડૉ. જીગ્નેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના વિવિધ વિભાગોના સભ્યો અને પ્રાધ્યાપકોએ પણ હાજરી આપી હતી. બેઠક દરમિયાન રેડિયો ઇમેજિંગ ટેક્નોલોજી, ડાયાલિસિસ થેરાપી ટેક્નોલોજી, મેડિકલ લેબોરેટરી સાયન્સ (યુજી અને પીજી), એનેસ્થેસિયા અને ઓપરેશન થિયેટર ટેક્નોલોજી તેમજ ઓપ્ટોમેટ્રી જેવા અભ્યાસક્રમોમાં NCAHP અભ્યાસક્રમના અમલીકરણ અંગે ચર્ચા કરી તેને મંજૂરી આપવામાં આવી હતી. તાજેતરમાં શરૂ કરાયેલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સાયબર સિક્યુરિટી જેવા નવા અભ્યાસક્રમોની સમીક્ષા કરી મંજૂરી અપાઈ હતી. આ અભ્યાસક્રમો સંબંધિત બોર્ડ ઓફ સ્ટડીઝ દ્વારા અગાઉ મંજૂર કરાયા હતા. કાર્યક્રમોના ફી માળખા તથા પરીક્ષા વેતન સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી મંજૂરી અપાઈ હતી. સંસ્થામાં પીએચ.ડી. કાર્યક્રમ શરૂ કરવા માટેની માર્ગદર્શિકા તથા જરૂરી પ્રક્રિયાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. સ્વાયત્ત સંસ્થાઓમાં ફેકલ્ટી મંજૂરી, ભરતી અને બઢતી સંબંધિત મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે કાર્તિકેય દવે પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંકલન એકેડેમિક હેડ ડૉ. દેવાંગ ખંભોળજા દ્વારા કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડૉ. બી.એન. પટેલ તેમજ જૉઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અન્વેશ પટેલે બેઠકના સફળ આયોજન બદલ સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા અને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની વિજય રેલી યોજાઈ:એકમાત્ર વિજેતા ઉમેદવાર અને અન્ય તમામ ઉમેદવારો જોડાયા
    Next Article
    $3 billion in 4 months: why Gurgaon’s property market isn’t slowing down

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment