Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BMW રિક્ષાને ટક્કર મારી બસ સ્ટેન્ડમાં ઘૂસી, ગાડી-સ્ટેન્ડનો કચ્ચરઘાણ:પૂરઝડપે જતી કારના CCTV સામે આવ્યા, અમદાવાદમાં તથ્યકાંડ થતાં થતાં રહી ગયો

    2 days ago

    અમદાવાદમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. નિકોલમાં ભક્તિ સર્કલ પાસે એક EV - BMWના કારચાલકે પૂર ઝડપે રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત બાદ BMW કારનો ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો છે. અકસ્માતમાં EV - BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા બસ સ્ટેન્ડ તૂટી ગયું અને 2.25 કરોડની કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પૂરઝડપે જતી કારના CCTV સામે આવ્યા છે. બનાવ અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ફરી તથ્યકાંડ થતાં થતાં રહી ગયો છે. રિક્ષા પલટી ખાઈને દૂર પડી, કાર ઘૂસતાં બસ સ્ટેશન તૂટી ગયું અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ પાસેથીના AMTS બસ સ્ટેશન પાસે BMWની EV કાર પૂર ઝડપે આવી રહી હતી. આ કારે રિક્ષા ચાલકને પુર ઝડપે ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈને દૂર પડી હતી. જ્યારે કાર બસ સ્ટેશનમાં ઘૂસી જતા આખું બસ સ્ટેશન તૂટી ગયું છે. રિક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા ઘટના સ્થળેથી અકસ્માત કરનાર બાઇક ચાલકને એક બુલેટ પર આવેલો યુવક લઈને નાસી ગયો હતો. જ્યારે રિક્ષા ચાલકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોચી હતી. અકસ્માત કરનાર કાર મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આઈ. સુમરાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે. રિક્ષાચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. અમારી એક ટીમ હોસ્પિટલમાં ફરિયાદ લેવા પહોંચી છે, જ્યારે બીજી ટીમ કાર ચાલકની તપાસ કરી રહી છે. અકસ્માત કરનાર કાર મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું છે. આ પણ વાંચો અમદાવાદમાં પૂરઝડપે જતી કાર ઝાડ સાથે ટકરાતાં ચાલકનું ઘટનાસ્થળે મોત 2 મહિના પહેલાં અમદાવાદમાં વધતા અકસ્માત વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો. વટવા જીઆઇડીસી રોડ પર પૂરઝડપે ગાડી લઈને આવી રહેલા યુવકે કાબૂ ગુમાવતાં ગાડી ઝાડ સાથે અથડાઈ હતી. ગાડીની ટક્કર એટલી જોરદાર હતી કે કારચાલક યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. આકાશ ગોસ્વામી નામનો યુવક સાસરીમાં પત્નીને લેવા જઈ રહ્યો હતો, આ દરમિયાન અકસ્માત થયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર સોલંકીએ મહાત્મા ગાંધી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી:આરોગ્ય સેવાઓ, યોજનાઓનું નિરીક્ષણ કરી સુવિધાઓ સુધારવા તાકીદ કરી
    Next Article
    PM Modi Announces India-Korea Friendship Festival From Today: 'Today K-Pop, K-Dramas Are Very Popular In India'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment