Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BMCએ અજય દેવગનના બંગલાનો ભાગ તોડ્યો:જુહૂ સ્થિત બંગલામાં ગેરકાયદે કન્સ્ટ્રક્શન રોકવાની નોટિસ મળી હતી, છતાં બાંધકામ કરાતા તંત્રની કાર્યવાહી

    2 days ago

    મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ 'સિંઘમ' એક્ટર અજય દેવગનના જુહૂ સ્થિત બંગલામાં કથિત રીતે પરવાનગી વિના કરવામાં આવેલા બાંધકામ સામે કાર્યવાહી કરી છે. એબીપી ન્યૂઝના અહેવાલ અનુસાર મહાનગરપાલિકાએ બંગલામાં કરવામાં આવેલા કેટલાક બાંધકામને તોડી પાડ્યું છે. આરોપ છે કે, કામ રોકવાની નોટિસ જારી કરવામાં આવી હોવા છતાં બાંધકામ ચાલુ હતું. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અજય દેવગનના પાર્ટનર અને પીઆર પરાગ દેસાઈએ આ અહેવાલોનું ખંડન કર્યું છે. દાવો- પાર્ટિશનની દીવાલો અને બારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો અજય દેવગનનો મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલી કપોલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બંગલો છે. આરોપ છે કે, બંગલામાં આંતરિક ફેરફારો, પાર્ટિશનની દીવાલો, બારીઓ અને અન્ય બાંધકામના કામ જરૂરી પરવાનગી વિના કરવામાં આવી રહ્યા હતા. બંગલામાં થયેલી BMCની કાર્યવાહીના ફોટો જુઓ- 10 સપ્ટેમ્બરે નોટિસ જારી કરવામાં આવી હતી અહેવાલ અનુસાર, BMCએ 10 સપ્ટેમ્બર 2026ના રોજ મુંબઈ મહાનગરપાલિકા અધિનિયમની કલમ 354A હેઠળ નોટિસ જારી કરી હતી. તેમાં બાંધકામનું કામ તાત્કાલિક રોકવા અને સંબંધિત દસ્તાવેજો સાથે જરૂરી પરવાનગીઓ જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. નોટિસ બાદ પણ કામ ચાલુ રહેતાં કાર્યવાહી મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, નોટિસ જારી થયા બાદ પણ બાંધકામનું કામ અટક્યું નહોતું. ત્યારબાદ BMCએ બંગલામાં કરવામાં આવેલા કેટલાક કથિત અનધિકૃત બાંધકામને દૂર કરવાની કાર્યવાહી કરી. 'દૃશ્યમ-3'ને લઈને ચર્ચામાં છે અજય અજય દેવગન હાલમાં ફિલ્મ દૃશ્યમ 3ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ 2 ઑક્ટોબરે રિલીઝ થઈ છે, જેણે 16 દિવસમાં ભારતમાં 403 કરોડનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. આ 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે. રણવીર સિંહની 'ધુરંધર 2' હાલમાં તેનાથી આગળ છે. પ્રોડક્શન હાઉસ, VFX કંપની અને થિયેટરના માલિક છે અજય દેવગન અજય દેવગને 1991ની ફિલ્મ 'ફૂલ ઔર કાંટે'થી ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી લઈને આજ સુધી 35 વર્ષોમાં તેણે ક્યારેય બ્રેક લીધો નથી કે હિટ ફિલ્મ આપ્યા વિના કોઈ વર્ષ પસાર કર્યું નથી. કારકિર્દીની લગભગ 122 ફિલ્મો ઉપરાંત અજય સિનેમા સાથે જોડાયેલા ફ્યુચરિસ્ટિક અભિગમ માટે પણ ચર્ચામાં રહે છે. અજય દેવગન પ્રોડક્શન હાઉસની શરૂઆત કરનારા શરૂઆતના કલાકારોમાંના એક છે. અજય ભારતના પહેલા એવા એક્ટર છે, જેમણે VFX સ્ટુડિયોની શરૂઆત કરી હતી. હવે અજય થિયેટર ચેન NY સિનેમાના પણ માલિક છે. 600 કરોડના રોકાણ સાથે અજય હાલમાં 65થી વધુ થિયેટરોના માલિક છે અને આવનારા વર્ષોમાં તે આ બિઝનેસને વિસ્તારીને દેશભરમાં 250 સ્ક્રીન્સના માલિક બનવાના છે.
    Click here to Read More
    Previous Article
    Honey Singh Questioned For 2 Hours Over 'Obscene' Remarks At Delhi Concert
    Next Article
    અભિજીત દીપકેની ધરપકડ, ગઈકાલે સાંજે કસ્ટડીમાં લેવાયા હતા:CJPની લીગલ ટીમ મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચી; સવારે નેહા બોરા મુક્ત થઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment